Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇઝરાયલ ચૂંટણી: નેતન્યાહૂ-આઇઝનકોટ વચ્ચે કાંટાની ટક્કર:માત્ર 5 બેઠકોનું અંતર; આરબ પાર્ટીઓ 19 બેઠકો પર આગળ, આ ઇતિહાસમાં સૌથી વધુ

    1 day ago

    ઇઝરાયલમાં ચૂંટણી બાદ મતગણતરી ચાલુ છે. અત્યાર સુધીમાં 85.6% મતની ગણતરી થઈ ચૂકી છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના ગઠબંધનને 53 બેઠકો મળતી દેખાઈ રહી છે, જ્યારે ગાદી આઇઝનકોટના નેતૃત્વવાળા વિપક્ષી ગઠબંધનને 48 બેઠકો પર સરસાઈ મળી રહી છે. બંને વચ્ચે માત્ર 5 બેઠકોનું અંતર છે. આરબ પક્ષોનું સંયુક્ત લિસ્ટ 12 અને રા'આમ 7 બેઠકો પર આગળ છે, બંનેને મળીને કુલ 19 બેઠકો થાય છે. આ ઇઝરાયલના ચૂંટણી ઇતિહાસમાં આરબ પક્ષોનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો હશે. આ પહેલાં 2020ની ચૂંટણીમાં આ પક્ષોએ 15 બેઠકો જીતી હતી. ઇઝરાયલની સંસદમાં કુલ 120 બેઠકો છે. સરકાર બનાવવા માટે 61 બેઠકો જરૂરી છે. હાલમાં નેતન્યાહૂ અને વિપક્ષ, બંને બહુમતીથી દૂર છે. આવી સ્થિતિમાં આરબ પક્ષોનું સમર્થન સરકાર બનાવવા માટે મહત્વપૂર્ણ બની શકે છે. ચૂંટણી પહેલાંના સર્વેમાં નેતન્યાહૂની હારનું અનુમાન લગાવવામાં આવ્યું હતું, પરંતુ અત્યાર સુધીની ગણતરીમાં મુકાબલો કઠિન રહ્યો છે. ઇઝરાયલ ચૂંટણીથી જોડાયેલા અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    નેપોટિઝમ પર સારા અલી ખાને મૌન તોડ્યું:કહ્યું- બોલિવૂડમાં કોઈ ગોડફાધર નહોતા, કરિયરમાં પિતાએ ક્યારેય ભલામણ નથી કરી
    Next Article
    સ્પેનમાં 200 કિમીની ઝડપે જતી હાઈ-સ્પીડ ટ્રેન વચ્ચે ભયાનક ટક્કર:64 લોકોના મોત, એક ટ્રેન બીજી ટ્રેન સાથે પાછળથી અથડાઈ; અનેક ડબ્બા કાટમાળમાં ફેરવાયા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment