Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્પેનમાં 200 કિમીની ઝડપે જતી હાઈ-સ્પીડ ટ્રેન વચ્ચે ભયાનક ટક્કર:64 લોકોના મોત, એક ટ્રેન બીજી ટ્રેન સાથે પાછળથી અથડાઈ; અનેક ડબ્બા કાટમાળમાં ફેરવાયા

    14 hours ago

    સ્પેનના ટોલેડો પ્રાંતમાં બુધવારે બે હાઈ સ્પીડ ટ્રેનો અથડાઈ ગઈ. DD ન્યૂઝ મુજબ, આ અકસ્માતમાં 64 લોકોનાં મોત થયા છે, જ્યારે 179 લોકો ઘાયલ થયા છે. રાહત અને બચાવ કામગીરી માટે ઇમરજન્સી અને તબીબી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સ્પેનિશ અહેવાલો અનુસાર, અકસ્માત સ્થાનિક સમય મુજબ સવારે 9 વાગ્યે થયો. એક ટ્રેને બીજી ટ્રેનને પાછળથી ટક્કર મારી. અનેક ડબ્બા કાટમાળમાં ફેરવાઈ ગયા છે. અકસમાત બાદ રાજધાની મેડ્રિડને સ્પેનના દક્ષિણ આંદાલુસિયા વિસ્તાર સાથે જોડતી રેલવે લાઇન બંધ કરી દેવામાં આવી છે. ટક્કર સ્પેનની સરકારી ટ્રેન Renfe AVE 2080 અને ખાનગી ટ્રેન Iryo 6076 વચ્ચે થઈ છે. તેમની સરેરાશ ઝડપ 200 કિમી પ્રતિ કલાકથી વધુ હોય છે. અકસ્માત સાથે જોડાયેલી 5 તસવીરો… ટ્રેનોની સરેરાશ ઝડપ 200kmph અનુમાન છે કે અકસ્માત સમયે તેની ઝડપ 200થી 210kmph રહી હશે. ઘાયલો માટે રાહત અને બચાવ કામગીરી ચાલુ એક ટ્રેન સવારે 8 વાગ્યે મેડ્રિડથી સેવિલ માટે રવાના થઈ હતી. તે દરમિયાન બીજી ટ્રેન તેની સાથે અથડાઈ ગઈ. રેલવે નેટવર્કનું સંચાલન કરતી કંપની અડિફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે માહિતી આપી હતી. સ્પેનના વડાપ્રધાન પેદ્રો સાંચેઝે અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે X પર લખ્યું કે ટ્રેન અકસ્માતના સમાચાર સાંભળીને તેઓ આઘાતમાં છે. તેમણે જણાવ્યું કે રાહત અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે હાજર છે અને અકસ્માતથી અસરગ્રસ્ત લોકોને મદદ કરી રહી છે. ટોલેડો નજીક આવેલા ઉર્દા શહેરના મેયર મેન્યુઅલ ગાલાને જણાવ્યું કે બચાવ ટુકડીએ તેમને ઘાયલોની સારવાર અને સંભાળ માટે એક સ્પોર્ટ્સ હોલ તૈયાર રાખવા કહ્યું છે. ઘણી ટ્રેનો રદ કરવામાં આવી આ દુર્ઘટના કયા કારણોસર થઈ તે સ્પષ્ટ નથી. ટ્રેન સમયસર શા માટે રોકાઈ નહીં તેની તપાસ કરવામાં આવશે. સિગ્નલ સિસ્ટમમાં ખામી હતી કે ડ્રાઇવર બ્રેક લગાવવામાં ચૂકી ગયો, તેની પણ તપાસ થશે. ટક્કર પહેલાં આ સિસ્ટમો કામ કરી રહી હતી કે નહીં, તે પણ તપાસમાં જોવામાં આવશે. અહેવાલ મુજબ, રેનફે ટ્રેનનો ડ્રાઇવર ગુમ છે. ટ્રેન ડ્રાઇવરોના સંગઠનોએ આ દુર્ઘટનાને અસામાન્ય ગણાવી છે. રાજધાની મેડ્રિડને જોડતી ટ્રેન સેવા બંધ હોવાથી મુસાફરોને લાંબા સમય સુધી રાહ જોવી પડી રહી છે. મેડ્રિડના સ્ટેશનો પર મુસાફરો ટ્રેનોની રાહ જોઈને ઊભા છે. 9 મહિના પહેલાં પણ Iryo અને Renfeની ટ્રેનો ટકરાઈ હતી સ્પેનમાં આ જ વર્ષે જાન્યુઆરીમાં પણ આ બંને કંપનીઓની ટ્રેનો ટકરાઈ હતી. આ અકસ્માત આંદાલુસિયાના અદામુઝ પાસે થયો હતો. તેમાં 46 લોકોનાં મોત થયા હતાં. Iryo કંપનીની હાઈ-સ્પીડ ટ્રેન માલાગાથી મેડ્રિડ જઈ રહી હતી. ટ્રેનના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરીને બીજી લાઇન પર જતા રહ્યા હતા અને સામેથી આવી રહેલી ટ્રેન સાથે અથડાઈ ગયા હતા. લોકોએ જણાવ્યું હતું કે ટક્કર એટલી જોરદાર હતી કે તેમને ભૂકંપ જેવો આંચકો અનુભવાયો હતો. સ્પેન ટ્રેન અકસ્માત ગૂગલ પર ટ્રેન્ડ કરી રહ્યો છે… ------------------------------- આ સમાચાર પણ વાંચો: સર્બિયામાં ઇઝરાયલી દૂતાવાસની બહાર પોલીસકર્મી પર હુમલો:સગીર છરી લઈને પહોંચ્યો, ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવીને હુમલો કર્યો; પોલીસે ઠાર માર્યો સર્બિયાની રાજધાની બેલગ્રેડમાં બુધવારે ઇઝરાયલી દૂતાવાસની બહાર એક સગીરે બે છરી લઈને પોલીસકર્મી પર હુમલો કરી દીધો. તેણે ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવ્યા. જવાબમાં પોલીસકર્મીએ ગોળી ચલાવી, જેના કારણે હુમલાખોરનું મોત થયું. ઘટનાના પગલે સર્બિયામાં સુરક્ષાનું સ્તર વધારીને રેડ કરી દેવામાં આવ્યું, જે દેશમાં ખતરાનું સૌથી ઊંચું સ્તર છે. વાંચો સંપૂર્ણ સમાચાર...
    Click here to Read More
    Previous Article
    ઇઝરાયલ ચૂંટણી: નેતન્યાહૂ-આઇઝનકોટ વચ્ચે કાંટાની ટક્કર:માત્ર 5 બેઠકોનું અંતર; આરબ પાર્ટીઓ 19 બેઠકો પર આગળ, આ ઇતિહાસમાં સૌથી વધુ
    Next Article
    ઇઝરાયલમાં 12 કલાકમાં બાજી પલટી:નેતન્યાહૂ 7મી વાર વડાપ્રધાન બની શકે, ભારત માટે ફાયદાની વાત, ઇરાનમાં વિનાશ વેરે તો દુનિયામાં ફરી સંકટ સર્જાઇ શકે

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment