Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશમાં દર વર્ષે 5 લાખ માર્ગ અકસ્માત:1.80 લાખ લોકોના મોત; ગુજરાતમાં શરૂ થશે હાઈડ્રોજન કાર ટ્રાયલ: નિતીન ગડકરી

    7 hours ago

    ગાંધીનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશમાં માર્ગ સલામતી અને ભવિષ્યના ગ્રીન ટ્રાન્સપોર્ટ અંગે અત્યંત મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા હતા. તેમણે દેશમાં વધી રહેલા માર્ગ અકસ્માતો અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દેશમાં દર વર્ષે આશરે 5 લાખ માર્ગ અકસ્માતો થાય છે, જેમાં 1.80 લાખ લોકો પોતાના જીવ ગુમાવે છે. આ મૃત્યુઆંકમાં સૌથી વધુ સંખ્યા 18થી 36 વર્ષની વયજૂથના યુવાનોની છે, જે દેશના ભવિષ્ય માટે અત્યંત ચિંતાજનક બાબત છે. અકસ્માતોને કારણે દેશના કુલ જીડીપી પર 3 ટકા નકારાત્મક અસર માર્ગ અકસ્માતોની આર્થિક અસરો પર પ્રકાશ પાડતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, આ અકસ્માતોને કારણે દેશના કુલ જીડીપી (GDP) પર આશરે 3 ટકા જેટલી નકારાત્મક અસર થાય છે. અકસ્માતોની સંખ્યામાં મોટો ઘટાડો લાવવા માટે પરિવહન મંત્રાલય દ્વારા દેશભરના 'બ્લેક સ્પોટ્સ' (અકસ્માત સર્જાતા સંવેદનશીલ સ્થળો)ની ઓળખ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, વાહનોની સુરક્ષા વધારવા માટે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગના નિયમોમાં પણ જરૂરી ફેરફારો અને સુધારા કરવામાં આવી રહ્યા છે. પ્રજાને વધુ સુરક્ષિત અને સરળ પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવી એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. લિથિયમ આયર્ન બેટરીની કિંમતમાં 1/3 જેટલો ઘટાડો થયો દેશમાં ઇલેક્ટ્રિક વાહનો (EV)ના વધી રહેલા ચલણ અંગે વાત કરતા નીતિન ગડકરીએ ઉમેર્યું કે, દેશમાં ઈવી વાહનોની માંગ ઝડપથી વધી રહી છે અને તેના કારણે ઉત્પાદકો પણ ભાવ નિયંત્રિત રાખી રહ્યા છે. રાહતના સમાચાર આપતા તેમણે જણાવ્યું કે, લિથિયમ આયર્ન બેટરીની કિંમતમાં છેલ્લા કેટલાક સમય દરમિયાન લગભગ એક તૃતીયાંશ (1/3) જેટલો મોટો ઘટાડો થયો છે અને ભારતીય એન્જિનિયરો આ ક્ષેત્રમાં ટેક્નોલોજી સુધારવા માટે નોંધપાત્ર કામગીરી કરી રહ્યા છે. જામનગર-અમદાવાદ હાઈ-વે પર હાઈડ્રોજન કારનું પરીક્ષણ કરવામાં આવશે ગ્રીન ટ્રાન્સપોર્ટના ક્ષેત્રમાં એક ડગલું આગળ વધતા નીતિન ગડકરીએ દેશમાં હાઈડ્રોજન ફ્યુઅલ સેલ આધારિત વાહનો માટે 10 મહત્વના હાઈવે રૂટ પર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાની મોટી જાહેરાત કરી હતી. આ ખાસ પ્રોજેક્ટ માટે ‘મીરાઈ’ નામની અત્યાધુનિક હાઈડ્રોજન કારનો ઉપયોગ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ‘મીરાઈ’ એક જાપાની શબ્દ છે, જેનો અર્થ ‘ભવિષ્ય’ થાય છે. ગુજરાત માટે ગર્વની વાત એ છે કે, દેશના જે હાઈ-વે રૂટ પર આ હાઈડ્રોજન કારનું ટ્રાયલ શરૂ થવાનું છે તેમાં રાજ્યના બે મહત્વના રૂટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ-વડોદરા-સુરત હાઈવે તેમજ જામનગર-અમદાવાદ હાઈ-વે પર હાઈડ્રોજન કારનું પરીક્ષણ કરવામાં આવશે. આ ઉપરાંત દેશના અન્ય મુખ્ય માર્ગો જેવા કે નોઈડા હાઈવે, ભુવનેશ્વર-કોનાર્કપુરી અને પુણે-મુંબઈ હાઈવે પણ આ પાયલોટ પ્રોજેક્ટનો હિસ્સો બનશે. છ મહિનામાં માર્ગ અકસ્માતોના કારણે 145 લોકોના મોત અંતમાં માર્ગ સલામતીની ગંભીરતા પર ભાર મૂકતા તેમણે આંકડા જાહેર કર્યા હતા કે, છેલ્લા છ મહિનામાં માર્ગ અકસ્માતોના કારણે 145 લોકોના મોત થયા છે અને 209 લોકો ઇજાગ્રસ્ત થયા છે. દેશમાં આ અકસ્માતોની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો કરવા માટે કેન્દ્ર સરકાર હવે પરંપરાગત પદ્ધતિઓની જગ્યાએ ટેક્નોલોજી આધારિત આધુનિક ઉકેલો અને સ્માર્ટ પરિવહન વ્યવસ્થા વિકસાવવા પર વિશેષ ભાર મૂકી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સામાજિક ન્યાય સમિતિની નિમણૂકે સર્જ્યો રાજકીય મહાસંગ્રામ:ભેંસાણમાં સામાજિક ન્યાય સમિતિની નિમણૂક મુદ્દે ભારે આક્રોશ; બંધારણીય નિયમોના ઉલ્લંઘનના આક્ષેપ સાથે 'આપ' અને 'ભાજપ' સામસામે, તાળાબંધીની ચીમકી
    Next Article
    Noida के बाज़ार खत्म कर रही बारिश! Heavy Rain | Rain in Noida-Delhi | Drainage

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment