Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    5 લાખની લાંચ મામલે ગાંધીનગરનો ક્લાસ વન અધિકારી ઝડપાયો:ઘરેથી 1.76 કરોડ રોકડા મળ્યા, સોનાના દાગીના સહિત 2.64 કરોડનો મુદ્દામાલ ACBને મળ્યો

    13 hours ago

    ACB દ્વારા ગાંધીનગરમાં ગુજરાત સરકારના ઉર્જા વિભાગમાં ફરજ બજાવતા વિદ્યુત નિરીક્ષણ કચેરીના ક્લાસ વન ઓફિસર એ.બી.ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. સોલાર પેનલની એનઓસી (NOC) આપવાના બદલામાં 5 લાખ રૂપિયાની લાંચ લેતા હોવાની ફરિયાદના આધારે ACBએ ટ્રેપ ગોઠવીને દબોચી લીધો હતો. આ અટકાયત બાદ અધિકારીના ઘર અને ગાડીમાંથી મોટી માત્રામાં રોકડ તેમજ દાગીના મળી આવ્યા છે. ક્લાસ વન ઓફિસર 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો એક અરજદાર પાસેથી સોલાર પેનલની મંજૂરી (NOC) મેળવવાના મામલે ક્લાસ વન ઓફિસર એ.બી.ચૌધરીએ મોટી રકમની લાંચની માંગણી કરી હતી. આ અંગે ફરિયાદ મળતા જ એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું, જેમાં અધિકારી 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. તપાસ દરમિયાન અધિકારીની કારમાંથી જ આ 5 લાખની રોકડ રકમ રિકવર કરવામાં આવી હતી. અમદાવાદ અને સુરતની મિલકતો પર સર્ચ ઓપરેશન લાંચના કેસમાં ધરપકડ કર્યા બાદ એસીબીની ટીમો દ્વારા અધિકારીના વિવિધ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. એસીબીએ અધિકારીના અમદાવાદ અને સુરત સ્થિત રહેઠાણો પર સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન તેમના ઘરમાંથી મોટી માત્રામાં બિનહિસાબી રોકડ રકમ અને કિંમતી સોના-ચાંદીના દાગીના મળી આવ્યા છે, જે અંગે એસીબીએ વધુ તપાસ તેજ કરી છે. 1. 76 કરોડની રોકડા મળી આવી મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન બી. ચૌધરીને ત્યાં એસીબી દ્વારા પાડવામાં આવેલા દરોડામાં સુરતના વી.આઈ.પી. રોડ પર વેસુ વિસ્તારમાં આવેલી તેમની રહેણાંક મિલકત મુખ્ય કેન્દ્ર રહી છે, જ્યાંથી કરોડોની અપ્રમાણસર મિલકતનો ખુલાસો થયો છે. અશ્વિન ચૌધરીની માલિકીના ગાંધીનગર અને સુરત સ્થિત 'બી-405, શિલ્પ રેસિડેન્સી, વી.આઈ.પી. રોડ, વેસુ' નામના મકાનો તેમજ ગાડીઓમાંથી સર્ચ દરમિયાન કુલ 1 કરોડ 76 લાખ રૂપિયાની રોકડા રકમ મળી આવી છે. ACBએ 2. 64 કરોડની અધધ મતા કબજે કરી આ ઉપરાંત, સુરત અને ગાંધીનગરની આ મિલકતોમાંથી 88 લાખ 82 હજાર રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના તેમજ 5 લાખ 51 હજાર રૂપિયાની રોકડ સાથેના ગિફ્ટ વાઉચર પણ જપ્ત કરવામાં આવ્યા છે. સુરતની આ પોશ ગણાતી શિલ્પ રેસિડેન્સીની તપાસ સહિત એસીબીએ અધિકારી પાસેથી કુલ 2 કરોડ 64 લાખ રૂપિયાની અધધ મતા કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    હત્યા કેસમાં મહેશ ડાભીને શંકાનો લાભ આપી છોડી મુકાયો:અલ્પેશ ડાભીને આજીવન કેદની સજા ફટકારાઇ, વર્ષ 2021માં ઘર આંગણે રીક્ષા રાખવા બાબતે ઝઘડામાં હત્યા કરી હતી
    Next Article
    Valsad Weather Update News | દક્ષિણ ગુજરાતમાં હવામાનમાં પલટો આવ્યો | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment