Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લઠ્ઠાકાંડના 5 દિવસ બાદ કેન્દ્રીય મંત્રી નિમુબેનને પીડિતો યાદ આવ્યાં!:13 લોકોના મોત પછી હોસ્પિટલની વ્યવસ્થા અંગે બેઠક કરી; મલ્ટી સ્પેશિયાલિટી વિભાગો શરૂ કરવા હવે આદેશ

    7 hours ago

    ભાવનગરમાં 18 ઓગસ્ટના લઠ્ઠાકાંડના 5 દિવસ બાદ કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાને પીડિતો યાદ આવ્યાં હોય તેમ આજે (24 ઓગસ્ટ) સર ટી હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતો. 13 લોકોના કરુણ મોત પછી હવે નિમુબેને હોસ્પિટલની વ્યવસ્થા અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના વિભાગો શરૂ કરવાના આદેશો આપ્યાં છે. નોંધનીય છે કે, હાલમાં માત્ર બે લોકો જ દાખલ છે. મલ્ટી સ્પેશિયાલિટીના વિભાગો શરૂ કરવા આદેશ નિમુબેન બાંભણીયાએ કલેક્ટર, હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ, મેડિકલ ડીન, DDO તેમજ SDM સહિતના અધિકારીઓ સાથે ઘટનાની સમિક્ષા કરી હતી. આ સાથે જ મલ્ટી સ્પેસિયાલિટી હોસ્પિટલના બંધ પડેલા વિભાગોને લઈને પણ ત્વરિત કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપી હતી. અત્યાર સુધીમાં લઠ્ઠાકાંડમાં 13 લોકોના જીવ ગયાં ઉલ્લેખનીય છે કે, લઠ્ઠાકાંડમાં કૂલ 63 લોકો અસરગ્રસ્ત થયાં હતાં, જેમાંથી 13 લોકોના મોત નીપજ્યાં છે. 53 લોકોમાં 44 ભાવનગરની સર ટી હોસ્પિટલમાં અને બાકીના 9 ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. હાલમાં માત્ર બે લોકો જ સારવાર હેઠળ છે, જ્યારે બાકીના દર્દીઓ સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરી દેવાયા છે.
    Click here to Read More
    Previous Article
    HC summons Abhijit Iyer-Mitra, Pamphlet, others after Saurav Das points to disclosure of his address
    Next Article
    3200 ફૂટની ઊંચાઈએ ઉપલા દાતાર બાપુના ઉર્ષનો પ્રારંભ:જૂનાગઢમાં ગુફામાંથી ચંદનવિધિ માટે બાપુના અમૂલ્ય આભૂષણો બહાર લવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment