Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3200 ફૂટની ઊંચાઈએ ઉપલા દાતાર બાપુના ઉર્ષનો પ્રારંભ:જૂનાગઢમાં ગુફામાંથી ચંદનવિધિ માટે બાપુના અમૂલ્ય આભૂષણો બહાર લવાયા

    8 hours ago

    જૂનાગઢમાં તમામ તહેવારો હંમેશાં અતિ હર્ષોલ્લાસ અને કોમી એખલાસના વાતાવરણમાં ઉજવવામાં આવે છે. દાતાર પર્વત પર 3200 ફૂટની ઊંચાઈએ અને 5000 જેટલાં પગથિયાં ચડીને પહોંચાતી ઉપલા દાતારની જગ્યા સાથે લાખો શ્રદ્ધાળુઓની અખંડ શ્રદ્ધા જોડાયેલી છે. આ વર્ષે પણ હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકોએ સાથે મળીને કોમી એકતાના પ્રતીક સમાન દાતાર બાપુના વાર્ષિક ઉર્ષની ભવ્ય ઉજવણી કરી છે. ગિરનાર નજીક નીચલા દાતાર ખાતે ચાર દિવસ સુધી ચાલનારા આ પવિત્ર મહાપર્વ અને ઉર્ષમાં મેળા જેવો માહોલ સર્જાયો છે, જેમાં ભાગ લેવા માટે જૂનાગઢ સહિત દૂર-દૂરથી હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે. બાપુના અમૂલ્ય આભૂષણો બહાર લવાયા ​પ્રારંભે પ્રથમ રાત્રિએ પરંપરાગત ચંદનવિધિનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. દાતાર બાપુ જે અમૂલ્ય આભૂષણો ધારી રહ્યા હતા, તેને આખા વર્ષમાં માત્ર એક જ વાર ગુફામાંથી બહાર લાવવામાં આવે છે. ગત(23 ઓગસ્ટ) મોડી રાત્રે દાતાર પર્વત પર વિધિવત રીતે આ આભૂષણોની ચંદનવિધિ કરવામાં આવી હતી. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા તેમજ સામાજિક, રાજકીય અને ધાર્મિક ક્ષેત્રના અગ્રણીઓએ હાજરી આપીને દર્શનનો લાભ લીધો હતો. ભજન, કવ્વાલી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો આ ચાર દિવસીય ઉર્ષ દરમિયાન ભજન, કવ્વાલી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાળકો, વૃદ્ધો અને વડીલો સહિત તમામ ભક્તો ભક્તિમય વાતાવરણનો આનંદ માણી રહ્યા છે. સમગ્ર આયોજન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભક્તજનોની મેદની આભૂષણોના દૂરથી જ દર્શન કરે છે ​દાતાર બાપુની જગ્યાના મહંત ભીમબાપુએ જણાવ્યું હતું કે, દાતાર બાપુના ઉર્ષનો આ મેળો વર્ષો જૂની પરંપરા મુજબ યોજાઈ રહ્યો છે. વર્ષમાં માત્ર એક જ વાર સિદ્ધ સાધક વસ્તુઓ અને પવિત્ર આભૂષણો ગુફાની અંદરથી બહાર લાવવામાં આવે છે અને તેની શાસ્ત્રોક્ત વિધિ-વિધાન કરવામાં આવે છે. બહારથી આવતી તમામ ભક્તજનોની મેદની આ આભૂષણોના દૂરથી જ દર્શન કરે છે. આ અત્યંત પવિત્ર અને અમૂલ્ય વસ્તુઓ હોવાથી તેમજ જગ્યાનું મહાત્મ્ય જળવાઈ રહે તે માટે કોઈને પણ તેને સ્પર્શ કરવા દેવામાં આવતો નથી. કાનના કુંડળ, પવનપાવડીઓ અને પોખરાજ મહંત ભીમબાપુએ વધુમાં ઉમેર્યું હતું કે, આ પવિત્ર આભૂષણોમાં કાનના કુંડળ, પવનપાવડીઓ અને પોખરાજ જેવી અમૂલ્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. તેમણે પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી સુંદર વ્યવસ્થા અને સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. પ્રથમ રાત્રિ ચંદનની રાત્રિ દાતાર બાપુના સેવક ઉમેશ હડિયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢનું નામ પડે એટલે જ દત્ત અને દાતારના બેસણા યાદ આવે છે. આવા પવિત્ર દાતાર પર હાલ મહાપર્વ ઉર્ષનો મેળો ચાલુ થયો છે, ત્યારે વર્તમાન મહંત ભીમબાપુની પાવન નિશ્રામાં ખૂબ જ ધામધૂમથી આ આયોજન થઈ રહ્યું છે. ચાર દિવસ સુધી ચાલનારા આ મહોત્સવની પ્રથમ રાત્રિ ચંદનની રાત્રિ તરીકે ઓળખાય છે, જ્યાં દાતાર બાપુના આભૂષણોની પરંપરાગત ચંદનવિધિ સંપન્ન થઈ છે. દરેક જ્ઞાતિ અને સમાજના ભાવિક ભક્તો દર્શન કરે છે હડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રસંગે હજારોની સંખ્યામાં દરેક જ્ઞાતિ અને સમાજના ભાવિકો એકત્રિત થયા છે. તમામ ભક્તોએ અહીં ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો છે અને શાંતિપૂર્ણ રીતે દાતાર બાપુના પવિત્ર આભૂષણોના દર્શન કરી ધન્યતા અનુભવીને નીચે ઉતરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    લઠ્ઠાકાંડના 5 દિવસ બાદ કેન્દ્રીય મંત્રી નિમુબેનને પીડિતો યાદ આવ્યાં!:13 લોકોના મોત પછી હોસ્પિટલની વ્યવસ્થા અંગે બેઠક કરી; મલ્ટી સ્પેશિયાલિટી વિભાગો શરૂ કરવા હવે આદેશ
    Next Article
    15 Flights Diverted From Delhi Airport Amid Heavy Rain, Traffic Jam On Roads

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment