Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    5 રાજ્યોમાં ચૂંટણી પરિણામો, 12 મોમેન્ટ્સ:ચેન્નઈમાં વિજયના પરિવારનો ડાન્સ, સીટી સાથે જશ્ન મનાવ્યો; બંગાળમાં BJPએ ઝાલમુરી વહેંચી ઉજવણી કરી

    23 hours ago

    પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. કોલકાતામાં સવારથી TMC ઓફિસ પર સન્નાટો છવાયેલો છે. દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર પર પૂરી-જલેબી બનવાનું શરૂ થઈ ગયું છે. બેન્ડ-બાજા સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. શરૂઆતમાં ચેન્નાઈમાં DMK ઓફિસમાં ઉત્સવનો માહોલ હતો, પરંતુ હવે તંબુઓ સમેટવાં આવ્યા છે. મતગણતરી દરમિયાનની 10 મોમેન્ટ્સ… 1. કોલકાતામાં BJP કાર્યાલયમાં ઝાલમુરીનું વિતરણ કરવામાં આવ્યું પશ્ચિમ બંગાળના કોલકાતામાં, પાર્ટીના કાર્યકરોએ ભાજપ કાર્યાલયમાં ઝાલમુરીનું વિતરણ કરીને ઉજવણી કરી. વલણો અનુસાર, ભાજપે બહુમતીના આંકડાને પાર કરી દીધો છે. પહેલીવાર બંગાળમાં ભાજપની સરકાર બનવાની તૈયારી છે. 2. કોલકાતામાં TMC ઓફિસ પર સન્નાટો પશ્ચિમ બંગાળમાં મતગણતરી વચ્ચે કોલકાતામાં TMC ઓફિસની બહાર સન્નાટો છવાયેલો છે. અહીં સવારના સમયે કોઈ હલચલ જોવા મળી ન હતી. જ્યારે ભાજપ કાર્યાલય પર કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, સાંસદ સંજય જયસ્વાલ સહિત અનેક નેતાઓ પહોંચ્યા છે. 3. વિજયના પરિવારે સીટી વગાડીને ઉજવણી કરી તમિલનાડુના ચેન્નઈમાં, TVK પાર્ટીના પ્રમુખ વિજયના પરિવારે તેમના નિવાસસ્થાને સીટીઓ વગાડીને ઉજવણી કરી. તેમની પાર્ટી રાજ્યમાં લીડ જાળવી રહી છે. પહેલી વાર ચૂંટણી લડી રહેલી TVK હાલમાં 234 માંથી 104 બેઠકો પર આગળ છે. 4. ભાજપ હેડક્વાર્ટર પર જલેબી બની દિલ્હી સ્થિત BJP હેડક્વાર્ટર ખાતે મતગણતરી શરૂ થતાં જ ઉજવણીની તૈયારીઓ દેખાવા લાગી. અહીં કાર્યકરોએ જલેબી બનાવવાનું શરૂ કરી દીધું. 5. DMK કાર્યાલયમાંથી તંબુ હટાવ્યા ચેન્નઈમાં DMK પાર્ટીના મુખ્યાલય અન્ના અરિવલયમ ખાતે તંબુ સમેટી લેવામાં આવ્યા છે, કારણ કે વલણો દર્શાવે છે કે પાર્ટી ત્રીજા સ્થાને પાછળ છે. શરૂઆતના વલણોમાં, TVK - નંબર વન પાર્ટી તરીકે ઉભરી આવી છે. 6. દિલ્હીમાં ભાજપના હેડક્વાર્ટર ખાતે બેન્ડ-બાજા સાથે ઉજવણી દિલ્હીમાં ભાજપ મુખ્યાલયમાં વિવિધ સ્વરૂપોમાં ઉજવણી ચાલી રહી છે. એક બેન્ડ પરિસરમાં આવી ગયું છે. પીએમ મોદી સાંજે 7 વાગ્યે અહીં આવવાના છે. પાર્ટીના કાર્યકરોને સાંજે 5 વાગ્યા સુધીમાં ભેગા થવાનું કહેવામાં આવ્યું છે. 7. સિલીગુડીમાં ભાજપના કાર્યકરોએ ગુલાલ લગાવીને ઉજવણી કરી બંગાળના સિલિગુડીમાં ભાજપ કાર્યાલયની બહાર પાર્ટીના કાર્યકરોમાં ઉજવણીનો માહોલ છે. અહીં, કાર્યકરોએ એકબીજા પર ભગવા રંગનો ગુલાલ લગાવ્યો અને પાર્ટીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા. 8. ભાજપના કાર્યકરોને માછલી-ભાત પીરસવામાં આવ્યા કોલકાતામાં ભાજપની જીતની ઉજવણી કરવા માટે, પાર્ટી કાર્યાલયમાં પાર્ટી કાર્યકરોને માછલી અને ભાત પીરસવામાં આવ્યા હતા. બપોરના ભોજન દરમિયાન લોકોની લાંબી કતારો ખાવા માટે રાહ જોતી જોવા મળી હતી. 9. કેરળમાં કોંગ્રેસની જીતની ઉજવણી દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે. કેરળમાં, કોંગ્રેસ સમર્થિત UDF ગઠબંધન શરૂઆતના વલણોમાં આગળ છે. 10. તિરુવનંતપુરમમાં કોંગ્રેસ હેડક્વાર્ટર પર કેક કાપવામાં આવી કેરળના તિરુવનંતપુરમમાં કોંગ્રેસ મુખ્યાલય ખાતે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પાર્ટીના મહાસચિવ કે.સી. વેણુગોપાલ, રાજ્ય પ્રમુખ સની જોસેફ, વિપક્ષના નેતા વી.ડી. સતીસન અને સાંસદ શશી થરૂર અને કે. સુરેશ હાજર રહ્યા હતા. 11. ગૌરવ ગોગોઈ પોતાની બેઠક પર હાર્યા આસામ વિધાનસભા ચૂંટણીની મતગણતરી દરમિયાન, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને જોરહાટના ઉમેદવાર ગૌરવ ગોગોઈ તેમના મતવિસ્તારમાં હાર્યા. ગણતરી પ્રક્રિયા દરમિયાન તેમના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાઈ રહી હતી. 12. આસામ ભાજપ કાર્યાલય ખાતે ભજન-કીર્તન આસામમાં ભાજપ સરકાર સત્તામાં પાછા ફરવા માટે તૈયાર છે. ચાલી રહેલી મતગણતરી વચ્ચે, ગુવાહાટીમાં ભાજપ કાર્યાલયમાં ભજન અને કીર્તન સાથે વિજયની ઉજવણી ચાલી રહી છે. રાજ્યની કુલ 126 બેઠકોમાંથી, પાર્ટી 79 બેઠકો પર આગળ છે- જે બહુમતીથી ઘણી વધારે છે. પાંચેય રાજ્યોમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ઘણા એવા દ્રશ્યો જોવા મળ્યા, જે ચર્ચામાં રહ્યા. પીએમ મોદીએ બંગાળમાં ઝાલમુડી ખાધી, તો રાહુલ ગાંધી કેરળમાં સાયકલ પર ફર્યા. મમતાએ શાકભાજી ખરીદી તો મોદીએ હોડી ચલાવનારને ગળે લગાવી લીધો. ચૂંટણી પ્રચારના 51 દિવસો, 8 મોમેન્ટ્સ
    Click here to Read More
    Previous Article
    બંગાળમાં ભાજપ 193 બેઠકો પર આગળ, 4 જીતી:મમતા 7 હજાર મતથી આગળ; બાબરી મસ્જિદ બનાવનાર હુમાયુ કબીરને બંને બેઠકો પર લીડ
    Next Article
    ડાંગ ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં રાજ્યમાં પ્રથમ:97.21% પરિણામ, વિજ્ઞાન પ્રવાહમાં 89.71% સાથે આઠમો ક્રમ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment