Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડાંગ ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં રાજ્યમાં પ્રથમ:97.21% પરિણામ, વિજ્ઞાન પ્રવાહમાં 89.71% સાથે આઠમો ક્રમ

    18 hours ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી/માર્ચ-2026માં લેવાયેલી ધોરણ-12 (એચ.એસ.સી.) પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે. ડાંગ જિલ્લાએ સામાન્ય પ્રવાહમાં 97.21% પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં પણ જિલ્લાએ 89.71% પરિણામ સાથે રાજ્યમાં આઠમો ક્રમ પ્રાપ્ત કર્યો છે. સામાન્ય પ્રવાહમાં જિલ્લામાં કુલ 1,888 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 1,848 વિદ્યાર્થીઓ સફળ રહ્યા. પાંચ કેન્દ્રોમાં નોંધપાત્ર પરિણામો જોવા મળ્યા. સુબીર કેન્દ્રે 98.67% સાથે સર્વોચ્ચ પરિણામ નોંધાવ્યું. સાપુતારા (98.35%), વઘઈ-રંભાસ (98.41%), આહવા (98.09%) અને વઘઈ (95.86%) કેન્દ્રોએ પણ સારું પ્રદર્શન કર્યું. જિલ્લાની કુલ 13 શાળાઓએ 100% પરિણામ પ્રાપ્ત કર્યું છે. સામાન્ય પ્રવાહના ટોચના વિદ્યાર્થીઓમાં કિંજલબેન ગામીત (90.93%), રોશનભાઈ ચૌધરી (90.80%), જયશ્રીબેન કુંવર (89.60%), જાગૃતિબેન સાબળે (88.80%) અને મમતાબેન ચૌધરી (87.71%)નો સમાવેશ થાય છે. વિજ્ઞાન પ્રવાહમાં કુલ 379 વિદ્યાર્થીઓમાંથી 340 વિદ્યાર્થીઓ પાસ થયા. સાપુતારા કેન્દ્રે 95.73% સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું, જ્યારે આહવા કેન્દ્રે 85.12% પરિણામ નોંધાવ્યું. જિલ્લામાં કુલ 3 શાળાઓએ 100% પરિણામ મેળવ્યું છે. વિજ્ઞાન પ્રવાહના ટોચના વિદ્યાર્થીઓમાં પ્રાંચી ટંડેલ (97.54%), મનોજ માહલા (89.23%), સ્મિતકુમાર ગાયકવાડ (87.71%), અવની માહલે (87.54%) અને પ્રેમીલાબેન ભોયે (87.38%)નો સમાવેશ થાય છે. આ ઉત્તમ પરિણામ બદલ જિલ્લા કલેક્ટર શાલિની દુહાન, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. વસાવા તથા જિલ્લા શિક્ષણાધિકારી જિજ્ઞેશ ત્રિવેદીએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.
    Click here to Read More
    Previous Article
    5 રાજ્યોમાં ચૂંટણી પરિણામો, 12 મોમેન્ટ્સ:ચેન્નઈમાં વિજયના પરિવારનો ડાન્સ, સીટી સાથે જશ્ન મનાવ્યો; બંગાળમાં BJPએ ઝાલમુરી વહેંચી ઉજવણી કરી
    Next Article
    Trisha Gives Thumbs Up As She Leaves Vijay's Home Amid TVK's Lead In Tamil Nadu Polls, Watch

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment