Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધોળા ગામમાંથી જુગારની બાજી માંડી બેસેલા 5 શખ્સ ઝડપાયા:ઉમરાળા પોલીસે રોકડ રૂ.11,390 સહિતનો મુદ્દામાલ કબ્જે ગુનો દાખલ કર્યો

    8 hours ago

    ભાવનગર જિલ્લાના ઉમરાળા પોલીસ મથકના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ધોળા ગામની સીમમાં જાહેરમાં તીન પત્તીનો જુગાર રમી રહેલા 5 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રૂ.11,390ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જુગાર રમતા આ 5 શખ્સ રંગેહાથ પકડાયા પોલીસ તપાસમાં ઝડપાયેલા આરોપીઓની ઓળખ જ્યેન્દ્રસિંહ મુળુભા ગોહીલ (ઉં.વ. 72, રહે. ટીંબી), મનસુખ ભીખાભાઈ ભીગરાડીયા (ઉં.વ. 65, રહે. ધોળા), મગન જેરામભાઈ ભીગરાડીયા (ઉં.વ. 63, રહે. ટીંબી), હસુ પટેલ (ઉં.વ. 52, રહે. ધોળા) અને વિનોદ ખીમજીભાઈ નાવડીયા (ઉં.વ. 62, રહે. ધોળા) તરીકે થઈ છે. આ તમામ શખ્સો ઉમરાળા તાલુકાના રહેવાસી છે અને જાહેર જગ્યામાં ગોળ કુંડાળું વળીને પૈસા-પાના વડે હારજીતનો જુગાર રમતા રંગેહાથ પકડાયા હતા. ઉમરાળા પોલીસે આ પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટની કલમ 12 મુજબ ગુનો નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વિજયનગરની આશાપુરી ખાડીમાંથી નવજાત શિશુનો સડી ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો:આગની તપાસ કરવા ગયેલા SMCના સુપરવાઈઝરની નજર પડી હતી, પોલીસ તપાસ શરૂ
    Next Article
    Woman Surprises Mother With Unexpected Visit, Shares Emotional Reunion Video

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment