Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    5 સપ્ટેમ્બરનું અંકફળ:અંક 1 અને અંક 4ના જાતકો ઉપર વરસશે શનિકૃપા, અંક 2ના જાતકોનો સમય નકામા કાર્યોમાં વેડફાઈ શકે છે

    7 hours ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… સવારનો સમય સમૃદ્ધિ મેળવવાની તીવ્ર ઈચ્છા લાવશે. નવા વિચારો અને ઈચ્છાઓ પ્રબળ બનશે તથા વિવિધ પ્રકારના કાર્યો કરવા માટે તત્પર રહેશો. મગજ ઊર્જાવાન રહેશે અને પ્રસન્નતા જળવાઈ રહેશે. બપોર પછી કાનૂની બાબતોમાં સફળતા મળશે. સહયોગ મળશે અને યાત્રા સુખદ રહેશે. સાંજે આવકમાં સુધારો થશે. કરિયરઃ નોકરીમાં પોતાની કાર્યક્ષમતાથી વરિષ્ઠોને પ્રસન્ન કરવામાં સફળ રહેશો. લવઃ પ્રેમમાં આત્મકેન્દ્રી બની શકો છો અને સંકોચના કારણે નુકસાન થઈ શકે છે. લકી નંબરઃ 1-5-6 લકી કલરઃ મરૂન શું કરવુંઃ હનુમાનજીને સિંદૂર અર્પણ કરો અને મીઠાઈનો ભોગ ધરાવો. સવારથી જ રાહત મળશે. આવક સારી જળવાઈ રહેશે અને અડચણો દૂર થશે. મૂંઝવણો સમાપ્ત થશે અને નવા કાર્યો પ્રાપ્ત થશે. બપોર પછીનો સમય પ્રતિકૂળ રહેશે. પડોશી સાથે વિવાદ થઈ શકે છે, આવકમાં ઘટાડો થશે. નકામા કાર્યોમાં સમય વેડફાશે. યોજનાઓ નિષ્ફળ જશે. સાંજે પણ મન નિરાશ રહેશે. કામમાં મન નહીં લાગે. માથાનો દુખાવો અને આંખોની તકલીફ સાથે પાઈલ્સ વગેરે જેવી સમસ્યા પણ થઈ શકે છે. કરિયરઃ વેપાર માટે વધુ પ્રયાસો કરવા પડશે. નોકરીમાં લક્ષ્ય પ્રાપ્ત થશે. લવઃ જીવનસાથી તરફથી અનુકૂળતા પ્રાપ્ત થશે. પ્રેમમાં નિરાશાનો ભાવ રહેશે. લકી નંબરઃ 2-5-7 લકી કલરઃ વાદળી શું કરવુંઃ ગણેશજીને દૂર્વા અર્પણ કરો. સવારનો સમય સામાન્ય રહેશે. મનમાં નિરાશા રહેશે અને કંઈ કરવાનું મન નહીં થાય. વિરોધીઓ પણ સક્રિય રહેશે. આવક સામાન્ય રહેશે. બપોરથી શાનદાર સમયનો પ્રારંભ થશે. ચારેય બાજુથી સહયોગ પ્રાપ્ત થશે અને આવક પણ ઉત્તમ રહેશે. યોજનાઓ સફળ થશે. સાંજે કેટલીક સમસ્યાઓ આવી શકે છે, સંભાળીને રહેવું. થોડી વાર પછી ફરી સુધારો થઈ જશે. સફળતા મળશે. કાર્યો સમયસર પૂરા થશે. કરિયરઃ વેપારમાં ખર્ચમાં વધારો થશે. નોકરીના સ્થળે વિવાદ થઈ શકે છે. લવઃ પ્રેમમાં સુખ મળશે અને વૈવાહિક જીવન પણ સુખમય રહેશે. લકી નંબરઃ 3-5-8 લકી કલરઃ લીલો શું કરવુંઃ શિવજીને તલના તેલનો દીવો પ્રગટાવો. આવક સારી જળવાઈ રહેશે. પરિવાર તરફથી સુખ મળશે અને નવા કાર્યો પણ પ્રાપ્ત થશે. વિવાદિત બાબતોમાં વિજય મળશે અને પ્રસન્નતા પ્રાપ્ત થવાની સાથે મોટો લાભ મળવાની સંભાવના છે. ખુશખબરી પણ મળશે. સંતાન તરફથી સુખ પ્રાપ્ત થશે. દિવસના મધ્યમાં મન ઉદાસ રહી શકે છે. કામ પ્રત્યે પણ બેદરકારી રહેશે. સાંજે ફરી સુધારો થશે. આવક વધવાની સાથે વ્યસ્તતા પણ વધુ રહેશે. ધાર્મિક યાત્રા પર જવાનું મન થશે. પરિવારનો સાથ મળશે. કરિયરઃ વેપારમાં નવા સોદા પ્રાપ્ત થશે. નોકરીમાં અધિકારીઓ સહયોગ કરશે. લવઃ પ્રેમમાં નિષ્ફળતા મળી શકે છે. વૈવાહિક જીવનમાં મધુરતા જળવાઈ રહેશે. લકી નંબરઃ 5-6-9 લકી કલરઃ જાંબલી શું કરવુંઃ દુર્ગાજીને મધ અને લાડુનો ભોગ ધરાવો. સવારનો સમય ખર્ચની સાથે ચિંતાઓમાં પણ વધારો કરશે અને કેટલાક અશુભ સમાચાર પણ મળી શકે છે. તણાવ રહેશે. બપોરથી સમયમાં સુધારો થશે અને આવકમાં વધારા સાથે સાર્થક સમય પસાર થશે. યોજનાઓ ફળીભૂત થશે અને નવા સંપર્કો લાભદાયી નીવડશે. સાંજ તમામ રીતે લાભ અને ખુશીઓ આપનારી રહેશે. પરિવારનો સાથ મળશે. નવો સહયોગ પ્રાપ્ત થશે. મહેમાનનું આગમન થઈ શકે છે. તણાવ ઓછો થશે. કરિયરઃ વ્યાપારિક કાર્યો માટે મુસાફરી પર જવું પડી શકે છે. નોકરીમાં કામનું દબાણ વધુ રહેશે. લવઃ પ્રેમના મામલામાં અશુભ લક્ષણો દેખાશે. વૈવાહિક જીવન સુખમય રહેશે. લકી નંબરઃ 1-5-8 લકી કલરઃ આસમાની શું કરવુંઃ હનુમાનજીને મીઠાઈનો ભોગ ધરાવો. સવારનો સમય મિશ્ર રહેશે. આવકમાં સુધારો થશે. સહયોગ પ્રાપ્ત થશે. દિવસની શરૂઆત અને અંત શ્રેષ્ઠ રહેશે, પરંતુ દિવસના મધ્યમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સાવધાનીપૂર્વક રહેવું પડશે. છુપા વિરોધીઓ સક્રિય રહી શકે છે. અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરવો અને સતર્કતાપૂર્વક કામ કરવું. દિવસના અંતે આવક સંબંધિત બાબતોમાં સુધારો થશે. ચિંતાઓ સમાપ્ત થશે. અપેક્ષાનુસાર સહયોગ મળશે. કરિયરઃ નોકરીમાં કાગળો સાચવીને સહી કરવી. વેપારમાં મૂડીની જરૂર પડશે. લવઃ દામ્પત્ય જીવનમાં સુખ પ્રાપ્ત થશે. પ્રેમમાં સાથીની નારાજગી થઈ શકે છે. લકી નંબરઃ 2-5-9 લકી કલરઃ સફેદ શું કરવુંઃ શિવજીને સફેદ પુષ્પ અર્પણ કરો. આવકના સાધનોમાં વધારો થશે અને દરરોજ સારી આવક જળવાઈ રહેશે. સંતાન તરફથી સુખ પ્રાપ્ત થશે. માંગલિક કાર્યોમાં ખર્ચ થવાની સંભાવના પણ રહેશે. બપોરે કામની ગતિ થોડી વધી શકે છે. જો કોઈની મદદ મેળવવી હોય તો તેને સાંજે મળવાનું આયોજન કરો. સાંજના સમયે મિત્રો સાથે મુલાકાત થશે અને વિવાદોમાં વિજય પ્રાપ્ત થશે. ધનની આવક ઉત્તમ જળવાઈ રહેશે. કાર્યો સમયસર પૂર્ણ થશે. કરિયરઃ વ્યાપારિક યાત્રા સફળ થશે અને નોકરીમાં અધિકારીઓ સહયોગ કરશે. લવઃ અજાણ્યા લોકોથી મુશ્કેલી થઈ શકે છે. વૈવાહિક જીવનમાં સંતોષ જળવાઈ રહેશે. લકી નંબરઃ 3-5-9 લકી કલરઃ પીળો શું કરવુંઃ વિષ્ણુજીને દહીંનો ભોગ ધરાવો. આંતરજ્ઞાન વિકસિત થશે અને બીજાની જરૂરિયાતને તરત જ સમજી લેશો, મદદ કરવા માટે તત્પરતા પણ રહેશે. બપોરનો સમય આર્થિક સફળતા અપાવશે. અટકેલા કાર્યો પૂર્ણ કરવામાં સફળ રહેશો. સાંજથી આત્મવિશ્વાસમાં વધુ મજબૂતી આવશે અને પોતાના લોકોનો સહયોગ મળશે. કામકાજમાં વિશિષ્ટ છાપ છોડવામાં સફળ રહેશો અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરશો. પ્રદર્શન અદ્ભુત રહેશે. મનપસંદ પરિણામો પ્રાપ્ત થશે અને આગળની રૂપરેખા સચોટ રહેશે. કરિયરઃ વેપાર અને નોકરીમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશો. બેરોજગારોને રોજગારની પ્રાપ્તિ થશે. લવઃ પ્રેમમાં સફળતા પ્રાપ્ત થશે. જીવનસાથી તરફથી સુખ મળશે. લકી નંબરઃ 5-7-9 લકી કલરઃ કેસરી શું કરવુંઃ શ્રી કૃષ્ણજીને દૂધનો ભોગ ધરાવો. પોતાના અનુભવથી મુશ્કેલીઓને ટાળવામાં સફળ રહેશો. સહયોગની અપેક્ષા નકારાત્મક રહેશે. આવક નબળી રહી શકે છે. વિવાદ થઈ શકે છે. દિવસના મધ્ય સમયથી સંગઠનની વિશિષ્ટ યોજનાઓમાં સામેલ કરીને સન્માનિત કરવામાં આવી શકે છે. આવકમાં વધારો થશે. સમયની કમી અનુભવાશે. સાંજે મોટા લાભના એંધાણ છે. શ્રેષ્ઠ પ્રદર્શન આલોચકોને પરાસ્ત કરશે. નવા વ્યવસાયોમાં જોડાવાની તકો મળશે. કરિયરઃ વેપારમાં કાર્યક્ષેત્રનો વિસ્તાર થશે અને નોકરીમાં જવાબદારીઓ પણ વધશે. લવઃ જીવનસાથી પ્રત્યે લાગણી વધશે. પ્રેમ સંબંધોમાં ગાઢતા આવશે. લકી નંબરઃ 5-7-9 લકી કલરઃ લાલ શું કરવુંઃ શ્રી કૃષ્ણજીને સૂકો મેવો અર્પણ કરો.
    Click here to Read More
    Previous Article
    5 સપ્ટેમ્બરનું ટેરો રાશિફળ:મકર જાતકો માટે દિવસ શુભ રહેશે, લાંબા સમયથી અટકેલું કોઈ મહત્ત્વપૂર્ણ કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે
    Next Article
    How To Use Banana Peels For Plants And What To Know Before You Try It

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment