Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એશિયન ગેમ્સ: ભારતને છઠ્ઠો ગોલ્ડ મળ્યો:4x400 વુમન્સ રિલેમાં મેડલ જીત્યો, ગુલવીરે મેડલની હેટ્રિક લગાવી

    1 day ago

    ભારતે એશિયન ગેમ્સમાં અદભુત પ્રદર્શન રજૂ કરતાં દેશ માટે છઠ્ઠો ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. ભારતીય વુમન્સ ટીમે 4x400 મીટર રિલે રેસમાં 3 મિનિટ 29.69 સેકન્ડનો શાનદાર સમય નીકાળીને પ્રથમ સ્થાન મેળવ્યું અને ભારતને આ ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ભારતીય એથ્લીટ ગુલવીર સિંહે 5,000 મીટર રેસમાં બ્રોન્ઝ મેડલ જીતીને એશિયન ગેમ્સમાં પોતાની મેડલની હેટ્રિક પૂરી કરી છે. તેણે 13 મિનિટ 42.75 સેકન્ડના સમય સાથે આ રેસ પૂરી કરી હતી. આ સાથે જ તે એશિયન ગેમ્સમાં આ કારનામું કરનારા પ્રથમ ભારતીય પુરુષ રનર બની ગયો છે. આ પહેલાં ગુલવીર 10,000 મીટર અને 1,500 મીટરની દોડમાં સિલ્વર મેડલ જીતી ચૂક્યો છે. મંગળવારે ભારતીય નિશાનેબાજ નીરૂ ઢાંડાએ વુમન્સ ટ્રેપ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીતીને નવો ઇતિહાસ રચ્યો છે. માત્ર 10 દિવસ પહેલાં જ ફ્લૂના કારણે હોસ્પિટલમાં દાખલ રહેલી નીરૂ આ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવનારા પ્રથમ ભારતીય મહિલા બની છે. બીજી તરફ, ભારતે 4x100 મીટર મિક્સ્ડ રિલે સ્પર્ધામાં 41.06 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. ગુરિંદરવીર સિંહે ભારતને ઝડપી શરૂઆત અપાવી હતી અને સ્નેહાએ લીડ જાળવી રાખી હતી. અનિમેષને થાઈલેન્ડના બૂનસને પાછળ છોડી દીધો હતો, પરંતુ અંતિમ લેગમાં હરિતાએ જોરદાર દોડ લગાવીને ભારતને પોડિયમ સુધી પહોંચાડ્યું હતું. આ સફળતાઓ સાથે ભારતના ખાતામાં હવે 6 ગોલ્ડ સહિત કુલ 50 મેડલ થઈ ગયા છે. 10 દિવસ પહેલાં હોસ્પિટલમાં દાખલ હતી નીરૂ નીરૂ 10 દિવસ પહેલાં ભોપાલની હોસ્પિટલમાં દાખલ હતી. તેને સખત તાવ હતો. તે 5 દિવસ સુધી કંઈ પણ ખાવા-પીવાની સ્થિતિમાં નહોતી. ત્યારે તેના કોચ મનશેર સિંહે તેને બીમારી ભૂલીને પોતાનું સર્વસ્વ લગાવી દેવા માટે પ્રેરિત કર્યા હતા. જીત બાદ નીરૂએ કહ્યું, ‘મનશેર સરે જ બસ એટલું જ કહ્યું કે જે થયું તે ભૂલી જાઓ અને નિશાના પર ધ્યાન આપો, અને મેં બસ એ જ કર્યું.’ ફોટોઝમાં નીરુનું સેલિબ્રેશન જુઓ… ભારતને પાંચમો ગોલ્ડ મળ્યો, શૂટિંગમાં બીજો આ ભારતનો એશિયન ગેમ્સ 2026માં પાંચમો ગોલ્ડ છે. આ વ્યક્તિગત સ્પર્ધાનો પહેલો ગોલ્ડ છે. શૂટર્સે ભારતને બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. પહેલો ગોલ્ડ પિસ્તોલ શૂટિંગના મિક્સ્ડ ઇવેન્ટમાં આવ્યો. આ પહેલા 8 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ અપાવી ચૂક્યા છે. શૂટિંગમાં અત્યાર સુધી 14 મેડલ આવી ચૂક્યા છે.
    Click here to Read More
    Previous Article
    Vishal Nirmiti IPO GMP Today: What Grey Market Signals Ahead Of Sept. 30 Launch
    Next Article
    પાપારાઝીને પોઝ આપ્યા વિના સલમાન ખાન નીકળી ગયો:સારા અલી ખાન KBCના સેટ પર પહોંચી, સંજય દત્ત- રવિના ટંડન સહિતના સ્ટાર્સ સ્પોટ થયા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment