Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:લોકો ભલે ખાડા-ટેકરા કૂદાવે, હવે અધિકારીઓ 4X4ની થારમાં ફરશે

    8 hours ago

    પાલિકામાં સોમવાર સુધીમાં મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના નવા પદાધિકીઅધિકારીઓને ઓફિસ અને કારની સુવિધા ફાળવાશે. જો કે, આ વખતે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન માટે નવી 10 થારની ખરીદી કરાશે. નવા હોદ્દેદારોની સાથે 7 ડેપ્યુટી કમિશનરો અને સિટી ઇજનેરો માટે 10 નવી મહિન્દ્રા થાર ખરીદવાની કવાયત વર્કશોપ વિભાગે હાથ ધરી છે. ખુદ પાલિકા કમિશનરે બેઠકમાં અધિકારીઓ માટે થાર ખરીદવાનો વ્યૂ રજૂ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ચોમાસામાં રસ્તાનું નિકંદન વળે છે અને લાકો લોકો હેરાન થાય છે તેનો ઉકેલ પાલિકા લાવી શકી નથી. ઑફ-રોડ કારની જરૂર શા માટે પડી તેની ખરીદી પહેલાં સ્પષ્ટતા કરવી જરૂરી શું ચોમાસામાં પાણી ભરાય તેવા વિસ્તારો, ડમ્પિંગ સાઈટ કે કાચા રસ્તાનું કારણ આપી 4x4 હેવી સસ્પેન્શન વાળી થાર ખરીદવામાં આવી રહી છે કે ખાડાવાળા રોડ પર ઝટકા ન લાગે તે માટે? શું પાલિકાએ સ્વિકારી લીધું છે કે શહેરના રોડ ખરાબ છે? કદાચ સામાન્ય કારમાં ખાડાવાળા રોડ પર ઝટકા લાગતા હતા એટલે હવે ઑફ-રોડ વાહન જોઈશે. 10 થારની ખરીદી પહેલાં પાલિકાએ આ પ્રશ્નોના ઉત્તર પણ આપવા જોઇએ. થાર પાછળ 2 કરોડ ખર્ચાશે VIP કારની ખરીદી અલગ હાલ માર્કેટમાં થારની ઓન-રોડ કિંમત અંદાજે 18થી 20 લાખ આસપાસ થાય છે. આમ, 10 થાર પાછળ દોઢથી બે કરોડનો ખર્ચ અને મેયર, ચેરમેન અને કમિશનર માટે નવી VIP કાર ખરીદવાની તૈયારી પાલિકાએ શરૂ કરી હોવાની માહિતી છે. હવે આગામી દિવસમાં નવા શાસકો આ મુદ્દે શું નિર્ણય લે છે તે જોવાનું રહેશે. સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ સત્તાવાર દરખાસ્ત રજૂ કરતાં પહેલાં શાસકોનાં મંતવ્યો પણ મેળવાશે એકસાથે 10 થાર ખરીદીનો મુદ્દો વિવાદ સર્જી શકે છે તે જોતાં વહીવટી તંત્ર સાવચેતીનાં પગલાં લઈ રહ્યું છે. આ 10 થાર ખરીદવા અંગેની સત્તાવાર દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરતાં પહેલાં શાસકોના મંતવ્યો જાણવા વિભાગને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. શાસકોની લીલી ઝંડી મળ્યા બાદ જ આ દરખાસ્તને મંજૂરી માટે મુકવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    Ramesh flags inadequate studies for Great Nicobar Project, demands high-powered panel report be made public
    Next Article
    સિટી એન્કર:રાજ્યમાં પહેલીવાર પાંડેસરા GIDCમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા ફોગિંગ, પાણીનો છંટકાવ કરીને ધૂળને રોડ પર લાવી દે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment