Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના તાપમાનમાં 4°Cનો વધારો; સુરેન્દ્રનગર 41.2°C સાથે સૌથી ગરમ:આજે અનેક શહેરોનું વાતાવરણ વાદળછાયું રહી શકે; કાલથી 3 દિવસ માવઠાની સંભાવના

    12 hours ago

    હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના સુરત સિવાય અન્ય જિલ્લાઓના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી. હાલમાં ગુજરાતના 6 શહેરોમાં ગરમીનો પારો 40°Cને પાર પહોંચી ગયો છે. રાજકોટને પાછળ છોડીને સુરેન્દ્રનગર 41.2°C સાથે સૌથી ગરમ શહેર નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં સુરતના મહત્તમ તાપમાનમાં 4°Cનો વધારો નોંધાયો છે, જ્યારે ભાવનગરમાં 2°Cનો વધારો થયો છે. બીજી તરફ, ગાંધીનગર અને રાજકોટના તાપમાનમાં 1°Cનો ઘટાડો નોંધાયો છે. 19થી 21 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની આગાહીને પગલે વિવિધ શહેરોમાં તાપમાન 2થી 4 ડિગ્રી ઘટી શકે છે. આજે અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આવતીકાલથી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા મુજબ, હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જેનો પ્રભાવ ઉત્તર-પશ્ચિમ ભાગોમાં જોવા મળી રહ્યો છે. સાથે-સાથે, દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાન અને આસપાસના રાજસ્થાન વિસ્તારમાં સમુદ્ર સપાટીથી આશરે 0.9 કિમી ઊંચાઈએ ચક્રવાતી પરિભ્રમણ રચાયું છે. તેમજ ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનથી દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ સુધી ટ્રફ લાઇન પસાર થઈ રહી છે, જે આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર લાવી શકે છે. વરસાદની આગાહી મુજબ, 19થી 21 એપ્રિલ વચ્ચે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. માછીમારો માટે રાહતની વાત એ છે કે, આગામી પાંચ દિવસ માટે કોઈ ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. દરિયાકાંઠા વિસ્તારોમાં પવનની ગતિ 15થી 20 નોટ્સ વચ્ચે રહેવાની સંભાવના છે. એપ્રિલના અંતમાં કાળઝાળ ગરમી પડશેઃ અંબાલાલ પટેલ હવામામ નિષ્ણાત અંબાલાલ પટેલ આગાહી કરતા કહ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે 19, 20 અને 21 એપ્રિલે બોટાદ, ભાવનગર, જૂનાગઢ, અમદાવાદ, વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા સહિતના ભાગોમાં વાતાવરણમાં પલટો આવશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે છે. પંચમહાલના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. દરિયો તોફાની બનવાની સાથે દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં કરા પડવાની પણ સંભાવના છે. આગામી 26, 27, 28 એપ્રિલના રોજ વધુ ગરમી પડવાની આગાહી છે. રાજ્યમાં એપ્રિલના અંતમાં મહત્તમ તાપમાન 42થી 43 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ શકે છે. 29 એપ્રિલથી લગભગ મેની શરૂઆતમાં ફરી હવામાનમાં પલટો આલશે, જેમાં 11થી 20 મેમાં અરબસાગરમાં હલચલ જોવા મળશે. 23 મે આસપાસ દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે. મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબસાગરમાં ફરી એક હલચલ જોવા મળશે.
    Click here to Read More
    Previous Article
    આજથી ચારધામ યાત્રા શરૂ, 18.25 લાખ શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું:19 એપ્રિલે યમુનોત્રી-ગંગોત્રીના કપાટ ખુલશે; ઓફલાઇન રજિસ્ટ્રેશન કાઉન્ટર પણ શરૂ
    Next Article
    Moeen Ali, Who Quit IPL To Play In Pakistan Super League, Finally Reveals Why

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment