Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હૈદરાબાદી સ્ટાર્ટઅપે બનાવ્યું ભારતનું સૌથી ઝડપી ઇન્ટરસેપ્ટર ડ્રોન:498 Kmphની સ્પીડ હાંસલ કરી, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધણી

    7 hours ago

    હૈદરાબાદના સ્ટાર્ટઅપ એપોલિયન ડાયનેમિક્સે ભારતનું સૌથી ઝડપી ઇન્ટરસેપ્ટર ડ્રોન આહુતિ Mk-II બનાવ્યું છે. તેની સ્પીડ 498 કિલોમીટર પ્રતિ કલાક છે, જેને 'ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ' દ્વારા પણ નોંધવામાં આવ્યું છે. એપોલિયન ડાયનેમિક્સના સ્થાપક જયંત ખત્રીએ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે આ ડ્રોને તેના પોતાના પ્રોટોટાઇપ મોડેલની 325 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડનો જૂનો રેકોર્ડ તોડ્યો છે. આહુતિ Mk-IIને હવામાં આવી રહેલા દુશ્મનના ડ્રોન કે મિસાઈલને તાત્કાલિક તોડી પાડવા માટે બનાવવામાં આવ્યું છે. ઈરાનના શાહેદ-136ને આહુતિ Mk-II ટક્કર આપશે આહુતિ Mk-IIનો મુકાબલો અમેરિકા સાથેના યુદ્ધ દરમિયાન ઈરાન દ્વારા ઉપયોગમાં લેવાયેલા શાહેદ-136 ડ્રોન સાથે રહેશે. તેની કિંમત માત્ર લગભગ 32 લાખ રૂપિયા છે અને તેણે યુદ્ધ દરમિયાન અમેરિકાને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, યુદ્ધના પહેલા છ દિવસમાં જ અમેરિકાએ લગભગ ₹1.04 લાખ કરોડ ખર્ચ કર્યા હતા, જે એપ્રિલની શરૂઆત સુધીમાં વધીને લગભગ ₹2.31 લાખ કરોડથી ₹3.24 લાખ કરોડ પહોંચી ગયો હતો. આમાં મોટાભાગનો હિસ્સો ઇન્ટરસેપ્ટર મિસાઇલોનો રહ્યો. એડવાન્સ ડ્રોનનો સામનો કરવાની યોજના કંપનીનું કહેવું છે કે યુદ્ધની બદલાતી પદ્ધતિઓને જોતાં ડ્રોનની સ્પીડ વધારવી અત્યંત જરૂરી બની ગઈ છે. તાજેતરના વૈશ્વિક સંઘર્ષોમાં શાહેદ-16 જેવા સસ્તા અને ખતરનાક ડ્રોન્સનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. 'આહુતિ Mk II'નું મુખ્ય કાર્ય દુશ્મનના આવા જ ડ્રોન્સની નજીક પહોંચીને તેમને તરત જ હવામાં નષ્ટ કરવાનું છે. 10 વખત બદલાઈ ડિઝાઇન, 400 એમ્પીયર કરંટથી મળી સ્પીડ આહુતિ Mk-II ડ્રોનને 498kmphની ઝડપ આપવા માટે તેના એન્જિન, મોટર અને બોડીમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા, જેના માટે 10 અલગ-અલગ મોડેલ બનાવવામાં આવ્યા. આ ડ્રોન એક વખતમાં 400 એમ્પીયર વીજળીની પાવર ખેંચે છે, જેનાથી તેને જબરદસ્ત સ્પીડ મળે છે. આ પહેલા કંપનીએ સેનાને 300kmph સ્પીડવાળા ડ્રોન આપ્યા હતા, જેને 8 મહિનાની મહેનત પછી વધુ ઝડપી બનાવવામાં આવ્યા છે. જોકે, ડ્રોનની કિંમતનો ખુલાસો કરવામાં આવ્યો નથી. આર્મી રેન્જમાં ટેસ્ટ અને ઓછી કિંમતમાં વધુ તાકાત કંપનીએ આ ડ્રોનનું પરીક્ષણ ભારતીય સેનાની મદદથી બબીના અને ગોપાલપુર ફાયરિંગ રેન્જમાં કર્યું છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ઓછા ખર્ચે વધુ ઘાતક ક્ષમતાવાળા હથિયારો બનાવવાનો છે, જેથી સેનાનું બજેટ વધાર્યા વિના દેશને અદ્યતન ટેકનોલોજી મળી શકે. 2032 સુધીમાં ભારે મિસાઈલ પ્લેટફોર્મ બનાવવાનું લક્ષ્ય કંપની માત્ર ડ્રોન સુધી સીમિત રહેવા માંગતી નથી. તેનો લક્ષ્ય 2032 સુધીમાં એક મોટું ક્રુઝ મિસાઈલ પ્લેટફોર્મ બનાવવાનું છે, જે હજારો કિલો વિસ્ફોટક લઈ જઈ શકે. આ કામમાં અગ્નિ મિસાઈલ પ્રોગ્રામના પૂર્વ ડાયરેક્ટર પ્રોફેસર એમ રામા મનોહરા બાબુ કંપનીને માર્ગદર્શન આપી રહ્યા છે. નોલેજ પાર્ટ: નોર્મલ ડ્રોન અને ઇન્ટરસેપ્ટર ડ્રોન વચ્ચેનો તફાવત
    Click here to Read More
    Previous Article
    વિજલપોરમાં ઓવરબ્રિજ કામગીરીને પગલે મુખ્ય માર્ગ 30 ઓક્ટોબર સુધી બંધ:વાહનચાલકોની મુશ્કેલી વધી, ફાટક પણ બંધ કરાયું; ઘેલખડી-રાધે પાર્ક તરફ ડાયવર્ઝન
    Next Article
    પંચમહાલમાં સાયબર ઠગોએ નિવૃત્ત ASI અને કંપનીના ₹29 લાખ પડાવ્યા:હાલોલ GIDCમાં બેંક એકાઉન્ટ હેક કરીને ₹14.02 લાખ, ASIને 'ડિજિટલ અરેસ્ટ'નો ડર બતાવી ₹15 લાખ ઠગ્યા

    Related Utility Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment