Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ લોક અદાલતમાં 4,978 કેસોનો નિકાલ:રૂ. 6.77 કરોડથી વધુના સેટલમેન્ટ એવોર્ડ મંજૂર, પ્રિ-લિટીગેશન સહિતના કેસોમાં સમાધાન

    1 day ago

    પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લા તેમજ વિવિધ તાલુકાની અદાલતોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ (નવી દિલ્હી)ના નિર્દેશથી યોજાયેલી આ લોક અદાલતમાં મૂકવામાં આવેલા કુલ 22,027 કેસોમાંથી 4,978 કેસોનો સફળતાપૂર્વક સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો. પક્ષકારો વચ્ચે થયેલા પરસ્પર સમાધાનના આધારે કુલ ₹6,77,02,913ની માતબર રકમના સેટલમેન્ટ એવોર્ડ મંજૂર કરાયા હતા. પ્રિ-લિટીગેશન અને પેન્ડિંગ કેસોનું આંકડાકીય આયોજન લોક અદાલતમાં પ્રિ-લિટીગેશન હેઠળ રજૂ કરવામાં આવેલા કુલ 19,619 કેસોમાંથી 3,178 કેસોનો સમાધાનકારી નિકાલ કરી ₹80,53,446ના સેટલમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત અદાલતોમાં લાંબા સમયથી પેન્ડિંગ રહેલા 535 રેગ્યુલર કેસોમાંથી 239 કેસોમાં પક્ષકારો વચ્ચે સમજૂતી થતાં ₹5,96,49,533નો એવોર્ડ કરાયો હતો. જ્યારે સ્પેશિયલ સીટિંગ હેઠળ હાથ ધરાયેલા 1,873 કમ્પાઉન્ડેબલ ક્રિમિનલ કેસોમાંથી 1,566 કેસોનો સત્વરે નિકાલ કરવામાં આવ્યો હતો. વિવિધ પ્રકારના વિવાદોનું નિવારણ કરાયું આ નેશનલ લોક અદાલતમાં સમાધાન યોગ્ય ફોજદારી કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 હેઠળના ચેક રિટર્ન કેસો, વાહન અકસ્માત વળતરના દાવા, મજૂર વિવાદ, લગ્નજીવન તથા કૌટુંબિક વિવાદો, બેંક લેણાંના દાવા, જમીન સંપાદન વળતર અને વિવિધ દિવાની કેસો હાથ પર લેવાયા હતા. સમય અને નાણાંની બચત પર ભાર પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી (સિનિયર સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ) આઈ. આઈ. પઠાણે જણાવ્યું હતું કે, લોક અદાલતના માધ્યમથી પક્ષકારોના કિંમતી સમય અને નાણાંની મોટી બચત થઈ છે તેમજ લાંબા સમયથી ચાલી આવતા પરસ્પરના કડવાશભર્યા વિવાદોનો કાયમી અંત આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં પર્યુષણ પર્વ પર મહાવીર સ્વામીનું જન્મ વાંચન:જૈન સંઘ દ્વારા પંન્યાસ ચારિત્રસેન વિજયજીની નિશ્રામાં 14 સ્વપ્ન અને 8 અષ્ટમંગલની ઉછામણી
    Next Article
    Scientists Spot Rare Bigfin Squid More Than 10,000 Feet Underwater

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment