Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૂટકેસ ભરેલા ગાંજાના જથ્થા સાથે શખસ ઝડપાયો:બિહારથી ટ્રેનમાં 4.96 લાખનો ગાંજો લાવી રાજકોટના શખ્સને આપે તે પહેલા SOGએ ઝડપી પાડ્યો

    8 hours ago

    રાજકોટ શહેર SOGએ જન્માષ્ટમીના દિવસે ગાંજાના જથ્થા સાથે બિહારી શખ્સની ધરપકડ કરી છે. ઝડપાયેલ આરોપી બિહારથી ટ્રેનમાં રાજકોટ આવી સુટકેશ ભરી ગાંજો લાવ્યો હોવાની ચોક્કસ બાતમી આધારે SOGએ રેલવે સ્ટેશન ખાતે વોચ ગોઠવીને સંતોષ કહારને અટકાવી તલાસી લેતા 9.935 કિલો ગાંજા મળ્યો હતો, તેથી કુલ રૂ.5.02 લાખના મુદામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ માટે પ્રદ્યુમનનગર પોલીસને સોંપવામાં આવ્યો છે. ત્યારબાદ હવે પ્રદ્યુમનનગર પોલીસ આરોપીના રિમાન્ડ મેળવી રાજકોટના રીસીવર અંગે વધુ પૂછતાછ હાથ ધરી છે. 10 કિલો ગાંજા સાથે રેેલવે સ્ટેશન પરથી શખસ ઝડપાયો રાજકોટ શહેર SOG ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે બિહારથી એક શખ્સ ટ્રેન મારફત રાજકોટ આવી રહ્યો છે અને તેની પાસે મોટી માત્રામાં ગાંજાનો જથ્થો છે. જેના આધારે ગઈકાલે(4 ઓગસ્ટ) જન્માષ્ટમીના દિવસે રેલવે સ્ટેશન ખાતે પહોંચી પોલીસે વોચ ગોઠવી આરોપી સંતોષકુમાર કહારને અટકાવી તલાસી લેતા તેની સુટકેશની અંદરથી વનસ્પતિનો જથ્થો મળી આવ્યો હતો. જેનું FSL હાજરીમાં પરીક્ષણ કરાવતા ગાંજો હોવાનું સામે આવતા પોલીસે 9.935 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી NDPS એક્ટ હેઠળ પ્રદ્યુમનનગર પોલીસમાં ગુનો નોંધી કુલ રૂ.5.02 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. બિહારથી રાજકોટ ટ્રેન મારફત ગાંજો આપવા આવ્યો હતો પોલીસ દ્વારા આરોપી સંતોષની પુછપરછ કરવામાં આવતા આરોપી પોતે મૂળ બિહારનો હોવાનું અને બિહારથી રાજકોટ ટ્રેન મારફત ગાંજો આપવા આવ્યો હતો જો કે રાજકોટમાં આ જથ્થો કોને આપવાનો તે અંગે પોતાને જાણ ન હોવાનું રટણ કરતા પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા અને રીસીવર અંગેની શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જવાહર મેદાનના લોકમેળામાં રાઈડ ટિકિટ મુદ્દે બબાલ:બીજીવાર મફતમાં બેસવા અસામાજિક તત્ત્વોએ કર્મીને લાફો મારી છરી બતાવી, તોડફોડથી 50 હજારનું નુકસાન
    Next Article
    કિસાન વિદ્યાલયમાં શિક્ષક દિન પર વિદ્યાર્થીઓ બન્યા શિક્ષક-આચાર્ય:ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને સોંપાઈ શાળાના વહીવટી કામની જવાબદારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment