Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર પોલીસ એકશન મોડમાં:4921 આરોપી સામે અટકાયતી પગલાં, પાંચને પાસામાં ધકેલાયા

    2 days ago

    ગુજરાતમાં 26મી એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા ભાવનગર પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે એક્શન મોડમાં આવી ગયું છે. ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતા લાગું કરવામાં આવી છે અને પોલીસે ભાવનગર જિલ્લામાં ચેકપોસ્ટ, પેટ્રોલીંગ અને પ્રિવેન્ટિવ એક્શનને વેગ આપ્યો છે. પોલીસે છેલ્લા વીસ દિવસ દરમિયાન 4921 થી વધુ લોકો સામે અટકાયતી પગલાં ભરી ઝીરો ટોલરન્સની નિતી અપનાવી રહી છે. ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે મોટા ભાગના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ હાથ ધરી સતત નજર રાખવામાં આવી રહી છે તેમજ ભાવનગર શહેર અને વરતેજમાં 23 જેટલા સંવેદનસીલ વિસ્તારોમાં પોલીસ બાજ નજર રાખશે. ભાવનગર શહેર અને જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઇને પોલીસ તંત્ર સાબદું બન્યું છે. અને હજારો શખ્સો વિરૂદ્ધ અટકાયતી પગલાં ભરવામાં આવી રહી છે. ચુંટણી દરમિયાન કોઇપણ પ્રકારની ખલેલ ન પહોંચે જેને લઇને પોલીસે કડક કામગીરી શરૂ કરી છે. છેલ્લા વીસ દિવસ દરમિયાન 4921 લોકો વિરૂદ્ધ અટકાયતી પગલાં ભરી 11 માથાભારે શખ્સો વિરૂદ્ધ પાસાની દરખાસ્ત મોકલવામાં આવી હતી. જે મામલે શહેરના ચાર અને મહુવાના એક આરોપીને પાસા હેઠળ ધકેલી જુદી જુદી જેલમાં મોકલી આપ્યા છે. તદ્દઉપરાંત શહેર અને વરતેજમાં 23 જેટલા સંવેદશનશીલ વિસ્તારોની પણ ઓળખ કરવામાં આવી છે જ્યાં ચાંપતો પોલીસ બંદોબસ્ત મુકવામાં આવનાર છે. આગામી ચુંટણીમાં એક હજારથી વધુ પોલીસ જવાનો કાર્યરત રહેશે તેમ પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા મહુવા ગ્રામ્યમાં માઢીયા, ખુંટવડામાં આસરાણા ચોકડી, ગારિયાધારમાં નાની વાવડી, વેળાવદર ભાલમાં અધેલાઇ ચોકડી, ઘોઘામાં ઘોઘા મરીન, વલ્લભીપુરમાં કેરીયાના ઢાળ તેમજ ઉમરાળામાં રંઘોળા ચોકડી પાસે ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે. આ ચુંટણી દરમિયાન ભાવનગર પોલીસ દ્વારા ત્રિસ્તરીય બંદોબસ્ત જાળવવામાં આવનાર છે. આ સિવાય શહેર અને જિલ્લામાં થાણા અધિકારીઓ દ્વારા પોતાના પોલીસ મથકના સ્ટાફને સાથે રાખીને જુદા જુદા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ યોજી કાયદા અને વ્યવસ્થાની જાળવણીનો તાગ મેળવવામાં આવી રહ્યો છે. જે મામલે હિસ્ટ્રીશીટરોમાં ફફડાટ ફેલાયો છે. ભાવનગરના દરિયામાં બોટ દ્વારા સતત પેટ્રોલિંગ ભાવનગર જિલ્લમાં 152 કિલોમીટર લાંબો દરિયાકિનારો છે. જેમાં ભાવનગર પોર્ટ મરીન દ્વારા 12 નોટીકલ માઇલમાં બોટ દ્વારા સતત પેટ્રોલીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પોર્ટ મરીનના એક પી.એસ.આઇ. અને ત્રણ પોલીસ કર્મચારીઓ દ્વારા સતત માછીમારોની બોટ તેમજ અજાણ્યા લોકો ઉપર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. પોલીસ એક્શન આંકડાની નજરે
    Click here to Read More
    Previous Article
    10% of Indian households can rise to a higher economic class just by quitting tobacco: Study
    Next Article
    ઘરફોડ ચોરીનું બનાવ:પ્રસંગમાં ગયેલા પરિવારના ઘરેથી 2 લાખના ઘરેણાં ચોરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment