Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠામાં 49 હાઈવે હોટેલ-રેસ્ટોરન્ટની તપાસ:‘ઓપરેશન હેલ્થ’માં 31 કિલો અખાદ્ય ખોરાકનો સ્થળ પર નાશ

    6 hours ago

    રાજ્ય આરોગ્ય મંત્રીની સૂચના પર 19 નવેમ્બર, 2026થી રાજ્યભરમાં ‘ઓપરેશન હેલ્થ’ શરૂ કરાયું છે. આ અભિયાન હેઠળ બનાસકાંઠાના હાઈવે પર આવેલી હોટેલ, રેસ્ટોરન્ટ અને ડેરી પાર્લરની તપાસ કરવામાં આવી હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના પાલનપુર ફૂડ સેફ્ટી વિભાગની ટીમે સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસરો, ફૂડ સેફ્ટી ઓફિસરો અને ‘ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ’ વાનની મદદથી તપાસ કરી હતી. કુલ 49 એકમોની ચકાસણી થઈ હતી. તેમાં 26 હોટેલ અને રેસ્ટોરન્ટની રૂબરૂ તપાસ કરાઈ હતી. વાન દ્વારા વિવિધ એકમોમાં ખાદ્યપદાર્થોનું સ્થળ પર પરીક્ષણ પણ કરાયું હતું. ગંદકી અને બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં રાખેલો શંકાસ્પદ 31 કિલો ખાદ્યપદાર્થોનો જથ્થો સ્થળ પર નાશ કરાયો હતો. હોટેલ, રેસ્ટોરન્ટ અને ડેરી પાર્લર સંચાલકોને ‘આઈસ્ક્રીમ’ અને ‘ફ્રોઝન ડેઝર્ટ’ વચ્ચેનો તફાવત સમજાવતાં સરકારના નિર્ધારિત બોર્ડ કે પોસ્ટર લગાવવા સૂચના અપાઈ છે. ખાદ્યપદાર્થોના વિક્રેતાઓને સ્વચ્છતા જાળવવા, ગુણવત્તા સુનિશ્ચિત કરવા અને ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન કરવા પણ કહેવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    દયાપર 108ની ટીમે મહિલાને સારવાર આપતાં ભુજ પહોંચાડી:110 કિ.મી.ની મુસાફરી દરમિયાન જીવનરક્ષક સારવાર, EMT શ્યામ ઠક્કર અને પાયલોટ યસ સુથારને રાજ્યસ્તરે સન્માન
    Next Article
    રાજકોટ રેલવે પોલીસની બેદરકારીનો વિડીયો વાયરલ:ભાણેજ ગુમ થતાં મામા ફરિયાદ કરવા પહોંચ્યા;ગોદડુ ઓઢી સુતેલા મહિલા PSO બોલ્યા - 24 કલાક પછી આવજો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment