Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દયાપર 108ની ટીમે મહિલાને સારવાર આપતાં ભુજ પહોંચાડી:110 કિ.મી.ની મુસાફરી દરમિયાન જીવનરક્ષક સારવાર, EMT શ્યામ ઠક્કર અને પાયલોટ યસ સુથારને રાજ્યસ્તરે સન્માન

    6 hours ago

    કચ્છના અંતરિયાળ વિસ્તારમાં કટોકટીની ઘડીમાં માનવસેવા અને ફરજનિષ્ઠાનું અનોખું ઉદાહરણ દયાપર 108 એમ્બ્યુલન્સની ટીમે પૂરું પાડ્યું છે. ગંભીર પ્રસૂતિની સ્થિતિમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતી મહિલાને બચાવવા માટે 110 કિલોમીટર લાંબી મુસાફરી દરમિયાન સતત તબીબી સારવાર આપીને ભુજની હોસ્પિટલ સુધી પહોંચાડનાર બે કર્મયોગીઓની કામગીરીને હવે રાજ્યસ્તરે બિરદાવવામાં આવી છે. EMT શ્યામ ઠક્કર અને એમ્બ્યુલન્સ પાયલોટ યસ સુથારને EMRI Green Health Services દ્વારા એવોર્ડ, મેડલ અને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાની શરૂઆત ગત 24 જુલાઈના રોજ થઈ હતી. દયાપર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં એક મહિલા અત્યંત ગંભીર પ્રસૂતિ સંબંધિત તકલીફ સાથે સારવાર માટે આવી હતી. મહિલાને એકલેમ્પસિયા વિથ હાઇપોટેન્શનની ગંભીર સ્થિતિ હતી, જેમાં ખેંચ આવવાની સાથે બ્લડપ્રેશર ઘટી જતાં જીવનું જોખમ વધી શકે છે. તે સમયે ભારે વરસાદ અને વીજળીના અભાવ જેવી મુશ્કેલીઓ વચ્ચે પણ દયાપર CHCના પ્રસૂતિ વિભાગના સ્ટાફ અને ડૉ. શક્તિએ ભારે જહેમત ઉઠાવી મહિલાની પ્રસૂતિ કરાવી હતી. જોકે, પ્રસૂતિ બાદ પણ મહિલાની તબિયત અત્યંત નાજુક રહેતાં તેને વધુ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય લેવાયો હતો. 108 એમ્બ્યુલન્સને જાણ થતાં જ EMT શ્યામ ઠક્કર અને પાયલોટ યસ સુથારે તાત્કાલિક જવાબદારી સંભાળી હતી. દયાપરથી ભુજ સુધીના લાંબા અને પડકારજનક માર્ગમાં મહિલાની સ્થિતિ વધુ કથળે નહીં તે માટે બંનેએ સતત સતર્કતા જાળવી હતી. મુસાફરી દરમિયાન અમદાવાદ સ્થિત ERCP ડૉ. પંકજના માર્ગદર્શન હેઠળ BVMથી કૃત્રિમ શ્વાસ આપવાની પ્રક્રિયા, જરૂરી ઇન્જેક્શન અને શ્વાસમાર્ગ ખુલ્લો રહે તેની તકેદારી સહિતની આવશ્યક જીવનરક્ષક સારવાર ચાલુ રાખવામાં આવી હતી. પરિણામે મહિલાને સુરક્ષિત રીતે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ સુધી પહોંચાડવામાં સફળતા મળી હતી. આ કામગીરીની નોંધ અમદાવાદ સ્થિત 108 હેડ ઓફિસે લઈ કેસને રાજ્યસ્તરીય સન્માન માટે પસંદ કર્યો હતો. EMRI Green Health Servicesના મુખ્ય અધિકારી જસવંત પ્રજાપતિ સહિતના અધિકારીઓએ બંને કર્મચારીઓને સન્માનિત કર્યા હતા. ભુજના પ્રોગ્રામ મેનેજર ભવરલાલ પ્રજાપતિ અને EME રાહુલ ગોરે પણ તેમની કામગીરીની પ્રશંસા કરી હતી. દયાપર 108ના રમેશ ગરવા સહિત સમગ્ર ટીમમાં આ સિદ્ધિને લઈને આનંદની લાગણી જોવા મળી હતી. કટોકટીની ઘડીમાં અંતર, મુશ્કેલી અને પડકારોની પરવા કર્યા વિના માનવજીવન બચાવવા કરાયેલા આ પ્રયાસે સાબિત કર્યું છે કે 108ની સેવા માત્ર એમ્બ્યુલન્સ પૂરતી મર્યાદિત નથી, પરંતુ અનેક પરિવારો માટે આશાનું કિરણ છે. દયાપરના આ બંને કર્મયોગીઓનું સન્માન સમગ્ર કચ્છ માટે ગૌરવ સમાન બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    મોદીએ કહ્યું- કોઈ AI તમારી રોજગારી નહીં છીનવી શકે:લખનઉમાં ITI વિદ્યાર્થીઓના દીક્ષાંત સમારોહમાં કહ્યું- જેના પાસે સ્કિલ્સ છે, તેની જરૂરિયાત હંમેશાં રહેશે
    Next Article
    બનાસકાંઠામાં 49 હાઈવે હોટેલ-રેસ્ટોરન્ટની તપાસ:‘ઓપરેશન હેલ્થ’માં 31 કિલો અખાદ્ય ખોરાકનો સ્થળ પર નાશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment