Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરના દસાડામાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ:બે સામે ગુનો નોંધી રૂ. 48,750નો મુદ્દામાલ જપ્ત કરાયો

    2 days ago

    સુરેન્દ્રનગર જિલ્લાના દસાડામાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ છે. દસાડા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી કુલ રૂ. 48,750નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દસાડા પોલીસ સ્ટેશનના સ્ટાફે મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. દસાડા-વડગામ રોડ પર આવેલી સોડાણી તલાવડીના કાંઠે ખરાબાની જગ્યામાં આ ભઠ્ઠી ચાલતી હતી, જ્યાં પોલીસે સફળ રેડ કરી હતી. આ રેડ દરમિયાન પોલીસે 300 લીટર ગરમ આથો, 5 લીટર દેશી દારૂ, દારૂ બનાવવાની ભઠ્ઠીના સાધનો, એક મોટરસાઇકલ અને બે મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ. 48,750 આંકવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી રાજુ બચુ ચાવડા અને વિશાલ દિનેશ લેઢવાણીયા નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમની સામે દસાડા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસની વધુ તપાસ દસાડા પોલીસ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરા ક્રાઈમ અપડેટ:ધાણીત્રામાં રૂ.2.51 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, નેહરુ બાગ પાસેથી બાઈક ચોરી
    Next Article
    Akshay Kumar used to ‘read dialogues’ from placards, says co-actor: ‘A leap as a performer’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment