Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા ક્રાઈમ અપડેટ:ધાણીત્રામાં રૂ.2.51 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, નેહરુ બાગ પાસેથી બાઈક ચોરી

    13 hours ago

    પંચમહાલ જિલ્લાના ગોધરામાં પોલીસ દ્વારા અલગ-અલગ બે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એક તરફ ગોધરા તાલુકાના ધાણીત્રા ગામેથી રૂ.2.51 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, તો બીજી તરફ ગોધરા શહેરમાં નેહરુ બાગ મેઇન ગેટ પાસેથી રૂ.15 હજાર કિંમતની બાઈક ચોરીની ઘટના સામે આવી છે. બંને મામલામાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ખાનગી બાતમીના આધારે પોલીસે પાડ્યો દરોડો ગોધરા તાલુકા પોલીસે પ્રોહિબિશન અંગેની કામગીરી દરમિયાન ખાનગી બાતમીના આધારે ધાણીત્રા ગામે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન કલ્પેશકુમાર નટવરસિંહ રાઠોડના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ અને બિયરના કુલ 1,071 નંગ મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત રૂ.2,51,811 થાય છે. જોકે આરોપી સ્થળ પરથી ફરાર મળી આવ્યો હતો. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. નેહરુ બાગ ગેટ પાસેથી રૂ.15 હજારની બાઈક ચોરાઈ બીજી ઘટનામાં ગોધરા શહેરના નેહરુ બાગના મેઇન ગેટ પાસેથી પાર્ક કરાયેલી બાઈક અજાણ્યો ચોર ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બામરોલી રોડ સ્થિત વૃંદાવન નગર-2માં રહેતા અને લાઇટ ફિટિંગનું કામ કરતા રાજેન્દ્રસિંહ છત્રસિંહ ચૌહાણે પોતાની બાઈક ત્યાં પાર્ક કરી હતી, પરંતુ પરત ફરતાં બાઈક ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. બાઈકની કિંમત અંદાજે રૂ.15 હજાર હોવાનું જણાવાયું છે. પોલીસે બંને મામલામાં તપાસ તેજ કરી દારૂના જથ્થા જપ્ત કરવાની કાર્યવાહી અને બાઈક ચોરીના કેસ બાદ પોલીસે બંને મામલામાં અલગ-અલગ ગુના નોંધ્યા છે. બાઈક ચોરીના બનાવમાં ગોધરા શહેર 'એ' ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજ સહિતના આધારોના આધારે અજાણ્યા ચોરની શોધખોળ શરૂ કરી છે, જ્યારે પ્રોહિબિશન કેસમાં ફરાર આરોપીને ઝડપવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે જિલ્લામાં દારૂના ગુનાઓ અને મિલકત સંબંધિત ગુનાઓ સામે કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    દાંતીવાડાના આકોલીમાં નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ:ગ્રામજનોને સુલભ અને બહેતર આરોગ્ય સેવાઓ મળશે
    Next Article
    સુરેન્દ્રનગરના દસાડામાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ:બે સામે ગુનો નોંધી રૂ. 48,750નો મુદ્દામાલ જપ્ત કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment