Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં 487મા સ્થાપના દિનની ભવ્ય ઉજવણી:શ્રાવણ સુદ સાતમે દરબારગઢ સર્કલ પાસે મેયરના હસ્તે ખાંભી પૂજન; રાજપૂત યુવા સંઘ દ્વારા પૂર્વ રાજવીઓની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ

    1 week ago

    સૌરાષ્ટ્રના ઐતિહાસિક શહેર જામનગર (નવાનગર) દ્વારા શ્રાવણ સુદ સાતમના પવિત્ર દિવસે પોતાના 487મા સ્થાપના દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ વિશેષ પ્રસંગે જામનગર મહાનગરપાલિકા તેમજ વિવિધ સામાજિક સંગઠનો દ્વારા સ્થાપનાની ખાંભીનું પૂજન અને પૂર્વ રાજવીઓની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરવા સહિતના વિવિધ સાંસ્કૃતિક અને પરંપરાગત કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. મહાનગરપાલિકા દ્વારા ખાંભી પૂજન અને પુષ્પાંજલિ ઉજવણીના ભાગરૂપે વહેલી સવારે દરબારગઢ સર્કલ પાસે આવેલા દિલાવર સાયકલ સ્ટોર્સ નજીક જામનગર શહેરની સ્થાપનાની ખાંભીનું વિધિવત પૂજન મેયર મોનિકાબેન વ્યાસના વરદ હસ્તે સંપન્ન થયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશ અકબરી, જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડીયા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, શાસક પક્ષના નેતા અમર મોદી અને દંડક પ્રવિણાબેન રૂપડીયા સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. ખાંભી પૂજન બાદ તમામ મહાનુભાવોએ શહેરમાં સ્થિત પૂર્વ રાજવીઓની વિવિધ પ્રતિમાઓને પુષ્પહાર અર્પણ કરીને શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા. રાજપૂત યુવા સંઘ દ્વારા સાંસ્કૃતિક વારસાની જાળવણી મહાનગરપાલિકાના કાર્યક્રમ ઉપરાંત જામનગર શહેર-જિલ્લા રાજપૂત યુવા સંઘ દ્વારા પણ સ્થાપના દિવસ નિમિત્તે પરંપરાગત રીતે ખાંભી પૂજનનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ઉપસ્થિત તમામ અગ્રણીઓ અને સમાજના લોકોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂર્વ મંત્રી અને સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિ રાજપૂત યુવા સંઘના આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) સહિત રાજપૂત સમાજના મોભીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજના અગ્રણીઓએ જામનગરના નિર્માણ સાથે જોડાયેલા ગૌરવશાળી ઇતિહાસને વાગોળીને શહેરની સમૃદ્ધ પરંપરા, વારસો અને સંસ્કૃતિને સતત જાળવી રાખવા માટેનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ ભાજપના ત્રિદિવસીય પ્રશિક્ષણ મહાઅભિયાનનો શુભારંભ:હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ માટે ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરે 11 સત્રોમાં પ્રશિક્ષણ વર્ગ
    Next Article
    પ્રેમલગ્ન કરનાર યુવતીનો ચોટલો પકડી પિયરિયાઓ સ્કોર્પિયોમાં ઉઠાવી ગયા, CCTV:ચાંદની પટેલે ચાર મહિના પહેલા જ મહેસાણાના ડો. સ્મિત સાથે લગ્ન કર્યા'તા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment