Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    48 કલાકમાં ચોમાસું જામશે:આખું ગુજરાત કવર કરી લેશે, ST કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં વધારો, સુરતમાં હીરાનાં કારખાનામાં ધબાધબી

    1 day ago

    ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% નો વધારો કરવામાં આવ્યો છે..55%ની જગ્યાએ હવે 58 ટકા ભથ્થું ચૂકવાશે.. બાકી રહેલા એરિયર્સ પણ કર્મચારીઓને મળશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 48 કલાકમાં ગુજરાતને કવર કરી લેશે ચોમાસું 48 કલાકમાં ચોમાસુ ગુજરાતને કવર કરી લેશે. આ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના 53 તાલુકામાં વરસાદ નોંધાયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચોમાસાના વિધિવત પ્રારંભથી ઠેર ઠેર ફરી વળ્યા પાણી નવસારીમાં 3.6 ઈંચ વરસાદ નોંધાયો જેના કારણે લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા. તો સુરતમાં પણ લાંબી રાહ જોવડાવ્યા બાદ વરસાદ પડ્યો. પહેલા વરસાદમાં જ ભૂવા પડવાની સ્થિતિ સર્જાઈ. આ તરફ સાવરકુંડલાની નાવલી નદીમાં પૂર આવ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગાંધીનગરમાં જ DGPના આદેશનો ઉલાળિયો ગાંધીનગરમાં જ ડીજીપીના આદેશનો ઉલાળિયો કરી પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું. રાજસ્થાન ટુરિઝમમાં ચેરમેન બનાવવાના નામે લીધેલા પૈસા પાછા આપવા ના પડે એટલે આરોપીઓએ છરી મારી કારમાં તોડફોડ કરી હતી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 18 દિવસમાં 30 સિંહ પાંજરે પૂરાતા સિંહ પ્રેમીઓમાં રોષ માણસો પર વધતા જતા હુમલા બાદ પાછલા 18 દિવસમાં વનવિભાગે 30 સિંહને પાંજરે પૂર્યા.માનવભક્ષીની સાથે નિર્દોષ સિંહને પણ પાંજરે પૂરી દેવાતા સિંહ પ્રેમીઓ રોષે ભરાયા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પિતાએ સગીર પુત્રી પર દુષ્કર્મ આચર્યું વડોદરાના ડેસર ગામમાં પિતાએ સગીર પુત્રીને હવસનો શિકાર બનાવી. મોઢે ડૂચો મારી દીકરી પર દુષ્કર્મ આચરતા પિતાને માતાએ રંગેહાથ ઝડપી પાડ્યો..પોલીસે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કારખાનાના મેનેજર પર રત્નકલાકાર ભાઈઓનો હુમલો સુરતમાં હીરાના કારખાનાના મેનેજર પર બે રત્નકલાકાર ભાઈઓએ હુમલો કર્યો. બાથરુમમાં ઘેરી 11 તમાચા અને 4 લાત મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી. મેનેજરે નિયમથી કામ કરવાનું કહેતા રત્નકલાકાર ઉશ્કેરાયો હતો.અને પોતાના ભાઈને બોલાવી મેનેજરને માર માર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો તાંત્રિક વિધિના નામે સોનું પડાવતી ગેંગનો પર્દાફાશ સુરતમાં તાંત્રિક વિધિના નામે સોનાના ઘરેણા પડાવતી ગેંગનો પર્દાફાશ.. ટોળકી કાઠિયાવાડી પરિવારોને જ પિતૃદોષના નામે ટાર્ગેટ કરતી હતી.આરોપીઓ ત્રણ પરિવારોનું સોનું અત્યાર સુધી પડાવી ચૂક્યા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ખેડૂત આંદોલનમાંથી પરત ફર્યા બાદ હુમલો અમદાવાદના બાવળામાં ખેડૂત અને સામાજિક આગેવાન શૈલેષ મેરનું બે અજાણ્યા શખસોએ નંબર પ્લેટ વગરની કારમાં અપહરણ કર્યું અને છરીથી હુમલો કર્યો. મોડી રાત સુધી હુમલાખોરો ન પકડાતાં 300થી વધુ ખેડૂતો પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જૂની અદાવતનું 'સમાધાન' લોહિયાળ બન્યું! વડોદરામાં જૂની અદાવતના સમાધાન માટે મળેલી બેઠક લોહિયાળ બની. વાડીમાં સામ સામે છરીના ઘા ઝીંકી બંને પક્ષ બાખડી પડ્યા.. લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડી પોલીસે સામસામે ગુનો નોંધ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    Jasmin Bhasin’s health scare puts spotlight on terminal Ileitis: Here’s what a doc wants you to know
    Next Article
    પાટણ યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન:ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે 2 જુલાઈએ યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment