Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામદેવપીર ચોકડીનો પંપ 48 કલાક માટે સીલ:અછતની અફવા ફેલાવનાર પેટ્રોલ પંપ એસો.ના પ્રમુખ સામે મોટી કાર્યવાહી, HPCLએ ખૂલાસો પૂછ્યો

    3 days ago

    ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની અછતની આપવા મામલે રાજ્યમાં સૌપ્રથમ રાજકોટમાં પેટ્રોલ-ડીઝલ ડીલર એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ હવે તેમનો રામદેવપીર ચોકડી પાસે આવેલા એચ.પી.ના પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલનું વેચાણ 48 કલાક માટે બંધ કરવાનો આદેશ અપાયો છે. જેને પગલે હાલ આ પેટ્રોલ પંપ બંધ છે. 48 કલાક માટે પેટ્રોલ અને ડીઝલનું વેચાણ બંધ કરવા માટે સૂચના શહેરના રામદેવપીર ચોકડી પાસે આવેલા HP પેટ્રોલ પંપના મેનેજર અર્જુનભાઈએ દિવ્ય ભાસ્કર ડિજિટલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગોપાલભાઈ ચુડાસમા સામે ખોટી FIR દાખલ થયા બાદ HPCL દ્વારા તેમનો ખુલાસો પૂછવામાં આવેલો છે અને તેમના નામે નોંધાયેલા આ પેટ્રોલ પંપ ઉપરથી 48 કલાક માટે પેટ્રોલ અને ડીઝલનું વેચાણ બંધ કરવા માટે સૂચના આપવામાં આવી છે. કોઈપણ જાતનું લાયસન્સ સસ્પેન્ડ થયું નથી. અમને પૂછેલો ખુલાસો HPCLમાં કરી દેવામાં આવ્યો છે. જેથી એક બે દિવસમાં નિર્ણય આવી જતા ફરી પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલનું વેચાણ શરૂ થઈ જશે. પેટ્રોલ-ડીઝલ ડીલર એસોશીએશનના પ્રમુખ વિરુદ્ધ ફરિયાદ ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ હોવાની સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલોમાં વહેતી થયેલી અફવાઓના પગલે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. સમગ્ર મામલે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)ના ડિવિઝનલ રીટેલ સેલ્સ હેડ અમીતભાઈ શીવપ્રસાદ જયસ્વાલ દ્વારા રાજકોટ જિલ્લા પેટ્રોલ-ડીઝલ ડીલર એસોશીએશનના પ્રમુખ ગોપાલભાઈ ચુડાસમા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ મુદ્દે પોલીસે આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. IOCL ભવન ખાતે ગોપાલ ચુડાસમા પૂર્વ મંજૂરી વગર પહોંચ્યા હતા ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આ ઘટનાની શરૂઆત 23/03/2026ના રોજ થઈ હતી. સવારના આશરે 10:30 વાગ્યે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર આવેલ IOCL ભવન ખાતે ગોપાલ ચુડાસમા આશરે 40થી 50 પેટ્રોલ-ડીઝલ ડીલરો અને મીડિયા કર્મચારીઓ સાથે કોઈપણ પૂર્વ મંજૂરી વગર પહોંચ્યા હતા. ત્યાં તેઓએ IOCLના અધિકારી અમીત જયસ્વાલ સાથે પેટ્રોલ અને ડીઝલના જથ્થા બાબતે પૂછપરછ કરી હતી. દરમિયાન અધિકારીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, કંપની પાસે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠો નિયમિત રીતે મળી રહેશે. ઓફિસની બહાર નીકળતા મીડિયા સમક્ષ વિપરીત નિવેદનો આપ્યા ડીલરોએ ત્યારે સહયોગ આપવાનું આશ્વાસન પણ આપ્યું હતું. જોકે, ઓફિસની બહાર નીકળ્યા બાદ ગોપાલ ચુડાસમાએ મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી તદ્દન વિપરીત નિવેદનો આપ્યા હતા. તેમણે એવો દાવો કર્યો હતો કે પેટ્રોલ પંપો પર પેટ્રોલ-ડીઝલનો જથ્થો ખૂટી ગયો છે અને પંપો 'ડ્રાય' થઈ ગયા છે. જે બાદ પેટ્રોલ પંપ લોકોની પેટ્રોલ અને ડીઝલ પુરાવા માટે લાંબી લાઈન લાગી હતી. જેથી ફરિયાદ નોંધાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    વડોદરાથી યુપી જતી સ્પેશિયલ ટ્રેનો લંબાવાઈ:ગોરખપુર અને મઉની સાપ્તાહિક ટ્રેનો હવે જુલાઈ 2026 સુધી દોડશે, બુકિંગ શરૂ
    Next Article
    Gujarat CAG Report on Drugs Seized LIVE | ગુજરાતમાં જપ્ત કરાયેલું ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા | Police

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment