Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નારણપુરામાં કન્સ્ટ્રક્શન સાઈટની દિવાલ ધરાશાયી:48 પરિવારો બે દિવસથી રઝળી પડ્યા, AMC દ્વારા બિલ્ડર સામે પગલાં ન લેવાતા સ્થાનિકોમાં આક્રોશ

    2 days ago

    અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ‘સુર્યા લક્ઝરીયસ’ બિલ્ડિંગના ચાલી રહેલી કન્સ્ટ્રક્શન સાઈટના પાછળના ભાગની દિવાલ 23 જુલાઈની રાત્રે અચાનક ધરાશાયી થઈ હતી. કર્ણાવતી, લક્ષ્મીપુરા અને પારસનગર સોસાયટી નજીક બનેલી આ ઘટનાને કારણે 48 પરિવારોને પોતાના ઘર છોડીને અન્યત્ર આશ્રય લેવાની ફરજ પડી છે અને બે દિવસથી પોતાના ઘરે પરત ફરી શક્યા નથી. RCC દિવાલ બનાવ્યા વગર બાંધકામ શરૂ કર્યાનો આક્ષેપ દિવાલ ધરાશાયી થવાના કારણે સોસાયટીના રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. લોકોના ટુ-વ્હીલર વાહનો સહિતનો સામાન કાટમાળમાં ફસાઈ ગયો છે. બે દિવસથી ઘરોમાં પ્રવેશ બંધ હોવાથી આ પરિવારો સગા-સંબંધીઓના ઘરે અથવા હોટલમાં રહેવા મજબૂર બન્યા છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, કન્સ્ટ્રક્શન સાઈટ પર યોગ્ય રીતે RCC દિવાલ બનાવ્યા વગર જ બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું, જેના કારણે દિવાલ ધરાશાયી થઈ હોવાની આશંકા છે. બે દિવસથી તમામ પરિવારો ઘરની બહાર રહેવા મજબૂર સ્થાનિક આરતી જાનીએ જણાવ્યું હતું કે, અમે કર્ણાવતી ભાગ-2માં રહીએ છીએ. પરમ દિવસે રાત્રે અમારી સોસાયટીની દિવાલ ધસી પડી હતી. ઘટનાને બે દિવસ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી કોઈ બિલ્ડર કે તેની તરફથી કોઈ વ્યક્તિ અહીં આવ્યું નથી. આ સોસાયટીમાં 48 પરિવાર રહે છે અને બે દિવસથી તમામ પરિવારો ઘરની બહાર રહેવા મજબૂર છે. અન્ય સ્થાનિક જ્યોતિબેને જણાવ્યું હતું કે, પરમ દિવસની રાતથી ઘરની બહાર છીએ. પરંતુ બિલ્ડર તરફથી હજુ સુધી કોઈ વ્યક્તિ અહીં આવ્યું નથી. દિવાલ ધરાશાયી થઈ તે જગ્યાએ કન્સ્ટ્રક્શનના ઘણા સાધનો પણ પડ્યા છે. વડીલોને ઊંચકીને નીચે લાવવા પડ્યા હતા સ્થાનિક હર્ષદભાઈએ જણાવ્યું હતું કે, લોકોના ટુ-વ્હીલર પણ અંદર પડી ગયા છે. ખાવા-પીવાની વ્યવસ્થા તો અમે કોઈ રીતે કરી શકીએ છીએ, પરંતુ ઘર વગર કેવી રીતે રહી શકીએ? બિલ્ડરે પોતાની સ્કીમ શરૂ કરતાં પહેલાં યોગ્ય આરસીસી દિવાલ બનાવ્યા વગર બાંધકામ શરૂ કર્યું હતું, જેના કારણે આ દિવાલ ધરાશાયી થઈ હોવાની શક્યતા છે. અન્ય સ્થાનિક અમિતભાઈ મોદીએ જણાવ્યું હતું કે, મારા ઘરમાં બે વડીલો છે. દિવાલ ધરાશાયી થયા બાદ તેમને મારે ઊંચકીને નીચે લાવવા પડ્યા હતા. એએમસી દ્વારા બિલ્ડર સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી સ્થાનિકોનો આક્ષેપ છે કે, ઘટનાને બે દિવસ વીતી ગયા હોવા છતાં બિલ્ડર તરફથી કોઈ જવાબદાર વ્યક્તિ સ્થળ પર આવી નથી. બીજી તરફ, એએમસી દ્વારા પણ બિલ્ડર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ 48 પરિવારો પોતાના ઘરમાં પરત ક્યારે જઈ શકશે અને દિવાલ ધરાશાયી થવા માટે જવાબદાર સામે ક્યારે કાર્યવાહી થશે તે મોટો સવાલ છે.
    Click here to Read More
    Previous Article
    હાઇકોર્ટ બેન્ચની માંગ સાથે વધુ એક બેઠક મળી:સૌરાષ્ટ્ર-કચ્છ બાર એસોસોસિએશનના હોદેદારો આવી લડતમાં જોડાવવા ટેકો જાહેર કર્યો, અગાઉ કાયદા મંત્રી સાથે મળી પણ કરી'તી રજૂઆત
    Next Article
    મધુબન ડેમમાં તિરાડ અને પૂરના વાયરલ સમાચારની સ્પસ્ટતા:મધુબન ડેમ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની તંત્રએ કરી સ્પષ્ટતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment