Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાબજી ગામે સ્મશાન માર્ગ પર 48 લાખનો કોઝવે બનશે:AAPના નવનિયુક્ત સભ્યે ખાતમુહૂર્ત કર્યું

    7 hours ago

    નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ખાબજી ગામે સ્મશાન તરફ જતા માર્ગ પર 48 લાખ રૂપિયાના ખર્ચે બનનારા કોઝવેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આઝાદી પછી પ્રથમવાર આ વિસ્તારમાં આવા વિકાસકાર્યનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે AAPના નવનિયુક્ત મંડાળા જિલ્લા પંચાયત સદસ્ય રમીલાબેન નરોત્તમભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. વર્ષોથી ગ્રામજનો દ્વારા આ કોઝવે બનાવવાની માંગ કરવામાં આવી રહી હતી, કારણ કે વરસાદી મોસમમાં સ્મશાન તરફ જવા માટે ભારે મુશ્કેલીઓ પડતી હતી. સિંચાઈ વિભાગ દ્વારા આ કોઝવે બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંચાયત સિંચાઈ વિભાગના અધિક્ષક ઈજનેર રાકેશભાઈ સ્ટાફ, ગામજનો અને સ્થાનિક આગેવાનો પણ હાજર રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા 48 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા બાદ હવે 40 મીટર લાંબો કોઝવે બનશે. આ કોઝવે પૂર્ણ થતાં ચોમાસામાં પણ રસ્તો ચાલુ રહેશે અને ચૈતર ફળિયાના લોકોને આવનજાવનમાં સરળતા મળશે. ગ્રામજનોએ આશા વ્યક્ત કરી હતી કે વરસાદી દિવસોમાં માર્ગ વ્યવહાર વધુ સુગમ બનશે.
    Click here to Read More
    Previous Article
    જૈશ-એ -મોહમ્મદના આતંકીઓને ઓપરેશન સિંદૂરનો ભય:જૈશે કબૂલ્યું, એ રાત્રે આકાશમાંથી આગ વરસતી હતી; બહાવલપુરના ગઢને ઊભો કરવા પાક. સરકારે 25 કરોડ આપ્યા
    Next Article
    ગરમીને કારણે PMના રોડ શોમાં પાણી-ORSની વ્યવસ્થા:શહેર ભાજપ પ્રમુખે કહ્યું- પશ્ચિમ બંગાળની જીત બદલ પીએમનું ભવ્ય સ્વાગત કરશે, રોડ-શોના રૂટ પર કુલ 15 સ્ટેજ તૈયાર કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment