Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં આગામી 48 કલાક હીટવેવનો ખતરો:અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચ્યું; રાજકોટ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, પાટણ અને સુરતવાસીઓને શેકાવું પડશે

    12 hours ago

    હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસ માટે આકરી ગરમી અને હીટવેવની ચેતવણી જાહેર કરી છે, જેમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે. હવામાન વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, મતદાનના દિવસે જ અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જેના કારણે નાગરિકોને બપોરના સમયે બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, પાટણ અને સુરત જિલ્લામાં હીટવેવની અસર જોવા મળશે. જ્યારે આવતીકાલે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, પાટણ ઉપરાંત બોટાદ અને અમદાવાદ જિલ્લામાં પણ કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે. તાપમાન 41 થી 45°C વચ્ચે રહેવાની સંભાવના આજે રાજ્યમાં મતદાનનો ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ ગરમીના પ્રકોપને જોતા મતદારોએ વહેલી સવારથી જ મતદાન મથકો પર પહોંચવાનું પસંદ કર્યું હતું. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 44°C નોંધાયું છે. હવામાન વિભાગના અંદાજ મુજબ, આગામી સમયગાળા દરમિયાન તાપમાન 41°C થી 45°C ની વચ્ચે રહેવાની સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    છોટા ઉદેપુર જિલ્લામાં 1062 મતદાન મથકો પર મતદાન:વરધી ગામે શાળા ઓરડા ન બનતા ચૂંટણી બહિષ્કાર
    Next Article
    મોટા આંકડીયા બેઠક પર આપ-ભાજપ વચ્ચે ઘર્ષણ:હોબાળો અને ટપલી દાવ, બપોરના 1 વાગ્યા સુધીમાં 27.21 ટકા મતદાન, માયાભાઇના પુત્રી સોનલ ડેરની મતદાન માટે અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment