Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આસામના જાગીરોડમાં દેશનો સૌથી મોટો સેમિકન્ડક્ટર પ્લાન્ટ:ટ્રાયલ રન શરૂ; દરરોજ બનશે 4.8 કરોડ ચિપ; આશરે 40 હજાર નોકરીઓનું સર્જન થશે

    9 hours ago

    આસામના જાગીરોડ, મોરીગાંવમાં બની રહેલો ટાટા સમૂહનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ દેશનો સૌથી મોટો સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે. સંપૂર્ણ રીતે કાર્યરત થયા બાદ આ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા દરરોજ આશરે 4.8 કરોડ સેમિકન્ડક્ટર ચિપ્સ સુધી પહોંચવાની અપેક્ષા છે. આશરે 592 એકરમાં ફેલાયેલા આ પ્લાન્ટમાં ટ્રાયલ રન શરૂ થઈ ચૂક્યો છે. અહીં વાયર બોન્ડિંગ, ફ્લિપ ચિપ અને ફેન-આઉટ જેવી અદ્યતન સેમિકન્ડક્ટર પેકેજિંગ તકનીકોનો ઉપયોગ કરવામાં આવશે. ચિપ્સથી ઓટોમોટિવ, હેલ્થકેર, ટેલિકમ્યુનિકેશન અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોની જરૂરિયાતો પૂરી થશે. પ્લાન્ટનું નિર્માણ કરી રહેલી ઇલેક્ટ્રોનિક્સ કંપનીના જણાવ્યા અનુસાર, આ પ્લાન્ટ 27થી 40 હજાર પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના જણાવ્યા અનુસાર, આ વર્ષે ડિસેમ્બર અથવા 2027ના જાન્યુઆરીમાં પીએમ મોદી આ પ્લાન્ટનું સત્તાવાર ઉદ્ઘાટન કરી શકે છે. સેમિકન્ડક્ટર ફેબ બાદ આ દુનિયાની સૌથી મોટી સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ સુવિધા હશે. વાઇબ્રેશન, પ્રદૂષણથી બચાવના ઉપાયો આ પ્લાન્ટ જ્યાં બનાવવામાં આવ્યો છે, ત્યાં જંગલી હાથીઓનાં ટોળાં ફરતાં રહે છે. સેમિકન્ડક્ટર ઉત્પાદનમાં નેનોમીટર સ્તરની ચોકસાઈ જરૂરી છે. હાથીઓનાં ભારે પગલાં એટલું વાઇબ્રેશન પેદા કરી શકે છે કે ચિપ એસેમ્બલી મશીનોમાં ખામી સર્જાઈ શકે. તેનાથી બચાવવા માટે પ્લાન્ટની ચારે બાજુ ગ્રીન બેલ્ટ અને રોડસાઇડ કૉન્ક્રિટ-સ્ટીલની મજબૂત ‘એલિફન્ટ-પ્રૂફ’ દીવાલ બનાવવામાં આવી છે. સાપોથી બચાવ માટે સ્નેક રેસ્ક્યૂ ટીમ ઉપરાંત કામદારોને પણ ટ્રેનિંગ આપવામાં આવી છે. વિદેશની નોકરી છોડીને આસામના યુવાનો આપી રહ્યા છે ઇન્ટરવ્યૂ આસામમાં તૈયાર થઈ રહેલા સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં અન્ય દેશોમાં કામ કરી રહેલા આસામના યુવાનો ખાસ રસ લઈ રહ્યા છે. ઘણા હાઈ-સ્કિલ્ડ યુવા પ્રોફેશનલ્સે વિદેશની નોકરી છોડીને આસામ પરત ફરવાનો નિર્ણય લીધો છે. ઘણાના ઇન્ટરવ્યૂ થઈ ચૂક્યા છે. -------------------------------------- આ સમાચાર પણ વાંચો… ભારતને સેમિકન્ડક્ટર હબ બનાવવાની તૈયારી: PM બોલ્યા- ભારતીય ચિપનો વિશ્વભરમાં સપ્લાય શરૂ; તેની અછતથી ફોન-કાર મોંઘા સરકાર ભારતને સેમિકન્ડક્ટર હબ બનાવવાની તૈયારી કરી રહી છે. પીએમ મોદીએ દિલ્હીના યશોભૂમિ ખાતે સેમિકોન ઈન્ડિયા 2026ની પાંચમી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે એક તરફ ભારતની અર્થવ્યવસ્થા વધી રહી છે, તો બીજી તરફ દુનિયાનો ભારત પરનો વિશ્વાસ પણ વધી રહ્યો છે. ભારતના પ્લાન્ટ્સમાંથી નીકળતી સેમિકન્ડક્ટર ચિપ્સ હવે દેશ અને દુનિયાના બજારો સુધી પહોંચવા લાગી છે.
    Click here to Read More
    Previous Article
    આજે ભારત-વેસ્ટ ઇન્ડિઝની પ્રથમ ટી-20:જાપાનમાં 3 દિવસ પહેલાં જ પાકિસ્તાનને હરાવ્યું હતું, હવે લખનઉમાં મેચ; વૈભવ સૂર્યવંશીનું રમવું મુશ્કેલ
    Next Article
    ગીર ગઢડા બાદ હવે નવસારીમાં બાળકને દીપડો ઉઠાવી ગયો:આંગણામાં રમતા માસૂમને જંગલમાં ખેંચી ગયો, ઘરથી 200 મીટર દૂર ક્ષત-વિક્ષત હાલતમાં મૃતદેહ મળ્યો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment