Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં લસણની ફોતરીની આડમાં વિદેશી દારૂ ઝડપાયો:નેશનલ હાઈવે-48 પરથી રૂ. 16.67 લાખનો જથ્થો પકડાયો; એક ઝડપાયો, ત્રણ વોન્ટેડ

    2 days ago

    નવસારી એલસીબીએ નેશનલ હાઈવે-48 પરથી લસણની ફોતરીની આડમાં લઈ જવાતો રૂ. 16.67 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. બોરિયાચ ટોલનાકા પાસે નાકાબંધી કરીને એક આઈશર ટેમ્પોમાંથી આ જથ્થો પકડાયો હતો. પોલીસે ટેમ્પોમાંથી 82 બોક્સમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની વ્હીસ્કી અને ટીન બિયરની કુલ 3336 બોટલો જપ્ત કરી હતી. તેની કિંમત રૂ. 6,62,400 આંકવામાં આવી છે. આ કેસમાં ટેમ્પો ચાલક અનાબાકસ મહેબુબ શિવનગીની ધરપકડ કરવામાં આવી છે. દારૂ ભરાવનાર ભરત ખવેરા (રહે. આમગાવ, દહાણુ), ટેમ્પો માલિક ફરહાન રજાક વારસી અને સુરતમાં જથ્થો લેવા આવનાર અજાણ્યા ઇસમ સહિત ત્રણ વોન્ટેડ છે. પોલીસે દારૂ, ટેમ્પો, મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 16,67,400 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હીમાં 1 નવેમ્બરે 'વોટ બચાઓ, દેશ બચાઓ' રેલીમાં જોડાવા અપીલ:મહારાષ્ટ્રના કોંગ્રેસ નેતા સુનીલ કેદરે રાજકોટમાં કહ્યું- જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવા અને EVM પ્રક્રિયા દૂર કરવામાં આવે
    Next Article
    સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના શુદ્ધિકરણ માટે ધર્મસભા મળશે:સત્ય સિદ્ધાંત સમિતિ કરશે મનોમંથન; 5000થી વધુ સંતો-હરિભક્તો મૂળ સિદ્ધાંતોના જતન કાજે એકઠા થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment