Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીમાં 1 નવેમ્બરે 'વોટ બચાઓ, દેશ બચાઓ' રેલીમાં જોડાવા અપીલ:મહારાષ્ટ્રના કોંગ્રેસ નેતા સુનીલ કેદરે રાજકોટમાં કહ્યું- જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવા અને EVM પ્રક્રિયા દૂર કરવામાં આવે

    2 days ago

    મહારાષ્ટ્રના વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી સુનીલ કેદર આજે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. દેશભરની મતદાર યાદીઓમાંથી કરોડો નાગરિકોના નામ ગાયબ થવાના આક્ષેપ સાથે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ સામે આક્રમક પ્રહારો કર્યાં હતા. તેમજ આગામી 1 નવેમ્બરે દિલ્હી ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં યોજાનાર કોંગ્રેસના ‘વોટ બચાઓ, દેશ બચાઓ’ રાષ્ટ્રીય કાર્યક્રમમાં દેશભરમાંથી લોકોને મોટી સંખ્યામાં ઉમટી પડવા અપીલ કરી હતી. 'શાસક વિપક્ષના નેતાઓ પર પાયાવિહોણા આક્ષેપ કરે છે' સુનીલ કેદરે જણાવ્યું કે, દેશની મતદાર યાદીઓમાંથી 13.3 કરોડ જેટલા નાગરિકોના નામ ગાયબ થવાની ઘટના એ લોકશાહી પર સીધો પ્રહાર છે. ‘વોટ ચોરી’ના આ ગંભીર મુદ્દા પરથી દેશનું ધ્યાન હટાવવા માટે શાસક પક્ષ દ્વારા વિપક્ષી નેતાઓ પર પાયાવિહોણા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. અર્થશાસ્ત્રીઓ જીન ડ્રેઝ અને યોગેન્દ્ર યાદવના સ્વતંત્ર સંશોધન મુજબ દેશના મુખ્ય 9 રાજ્યોમાં જ વસ્તી અનુમાન અને ફાઇનલ વોટર લિસ્ટ વચ્ચે 7.06 કરોડનો તફાવત છે, જ્યારે સમગ્ર દેશમાં આ આંકડો 13.3 કરોડ સુધી પહોંચે છે. 'સાચા મતદારોના મત અધિકારને છીનવવાનો પ્રયાસ' ગુજરાત રાજ્યનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 53.3 મિલિયન (5.3 કરોડ) વયસ્ક વસ્તી સામે માત્ર 44 મિલિયન (4.4 કરોડ) મતદારો જ યાદીમાં છે, એટલે કે 17.4% (9.3 મિલિયન) મતદારો ગાયબ છે. ડિસેમ્બરમાં ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થઈ ત્યારે 74 લાખ જેટલા મતદારો રદ્દ કરવામાં આવ્યા હતા. ખોટા મતદારો માટે ચૂંટણી પંચ દ્વારા 18 જાન્યુઆરી સુધીની તારીખ આપવામાં આવી હતી અને પંચ પાસે 15 જાન્યુઆરી સુધી નહિવત ફોર્મ 7 આવ્યા હતા, પરંતુ અચાનક સુનિયોજિત ષડયંત્ર હેઠળ લાખો સાચા મતદારોના મત અધિકારને છીનવવાનો પ્રયાસ થયો છે. CEC જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવાની માગ ચૂંટણી પંચ દ્વારા સૌપ્રથમ 12,59,229 ફોર્મ 7ના વાંધા આવ્યાની વાત કરવામાં આવી હતી, ત્યારબાદ 9.50 લાખથી વધુ ફોર્મ આવ્યાનું જણાવાયું હતું. અને છેલ્લે 1,83,235 ફોર્મના વાંધા મળ્યાની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપના કાર્યાલયોમાંથી થપ્પાબંધ ફોર્મ કયા અધિકારીઓની સહીથી પહોંચ્યા અને ખોટી સહી કરાઈ હોવાના ગંભીર સવાલો પણ તેમણે ઉઠાવ્યા હતા. તેમજ ચૂંટણી કમિશનર કાયદો 2023 રદ કરી મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવાની અને EVM પ્રક્રિયા દૂર કરીને બેલેટ પેપરથી મતદાન શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    The 21-Year-Old Who Built His Own Country Just Got An Award At The UN
    Next Article
    નવસારીમાં લસણની ફોતરીની આડમાં વિદેશી દારૂ ઝડપાયો:નેશનલ હાઈવે-48 પરથી રૂ. 16.67 લાખનો જથ્થો પકડાયો; એક ઝડપાયો, ત્રણ વોન્ટેડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment