Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિરોણામાં દેશી બંદૂક સાથે 48 વર્ષનો શખ્સ ઝડપાયો:છારી ઢંઢમાં યાયાવર પક્ષીઓના શિકારની આશંકા; પોલીસે રૂ.1,000ની બંદૂક કબજે કરી

    2 days ago

    કચ્છના અભ્યારણ્ય વિસ્તારોમાં વન્યજીવો અને વિદેશી યાયાવર પક્ષીઓના ગેરકાયદેસર શિકારની પ્રવૃત્તિઓને અટકાવવા પોલીસ દ્વારા કાર્યવાહી તેજ બનાવવામાં આવી રહી છે. ત્યારે નિરોણા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. નિરોણા ગામની ઉત્તરાદી સીમ વિસ્તારમાંથી પોલીસે એક ઇસમને ગેરકાયદેસર દેશી બંદૂક સાથે ઝડપી પાડી તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એચ.આહીર સહિતની ટીમ નિરોણા ગામની ઉત્તરાદી સીમ વિસ્તારમાં તપાસમાં હતી. આ દરમિયાન હુસેન સાહુ સોરા (ઉંમર 48 વર્ષ, રહે. નિરોણા, તા. નખત્રાણા) નામના ઇસમને ગેરકાયદેસર દેશી બંદૂક સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે તેની પાસેથી અંદાજે રૂ.1,000ની કિંમતની એક દેશી બંદૂક કબજે કરી હતી. પ્રાથમિક પોલીસ કાર્યવાહી દરમિયાન શખ્સ શિકારના ઇરાદે નીકળ્યો હોવાની વિગતો સામે આવી છે. જોકે, આ મામલે કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નિરોણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા છારી ઢંઢ વિસ્તારમાં શિયાળાની ઋતુ દરમિયાન વિદેશી યાયાવર પક્ષીઓનું આગમન થતું હોય છે. આ વિસ્તારમાં અગાઉ પણ પક્ષીઓના શિકારના બનાવો અંગે ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પક્ષીઓ અને વન્યજીવોના સંરક્ષણને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા આવા તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પીએમ મોદી રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્ઘાટન કરશે:130 દેશો સામેલ થશે, ભારતની ક્ષમતા 300 ગીગાવોટ, ટોપ 3 દેશોમાં સામેલ
    Next Article
    ઓનલાઈન ગેમિંગ વિવાદમાં ડબલ મર્ડર:નાનપુરામાં મજાક-મસ્તી લોહીયાળ બની; 2 સગીર મિત્રની ચપ્પુના ઘા ઝીંકી હત્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment