Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પારડીના કલસર અને કિકરલામાં રૂ. 4.75 કરોડના સાત રસ્તાનું ખાતમુહૂર્ત:નાણાંમંત્રી કનુ દેસાઈએ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું, 25 લાખના પંચાયત ભવનનું પણ ઉદ્ઘાટન

    7 hours ago

    પારડી તાલુકાના કલસર અને કિકરલા ગામમાં રૂ. 4.75 કરોડના ખર્ચે બનનારા સાત રસ્તાનું ખાતમુહૂર્ત નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરાયું. કલસરમાં રૂ. 25 લાખના ખર્ચે બનેલા ગ્રામ પંચાયત ભવન અને તલાટી કમમંત્રી આવાસનું પણ લોકાર્પણ થયું. મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, લોકશાહીમાં ગામડાંના વિકાસ માટે ગ્રામ પંચાયત મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિની પ્રશંસા કરી. ગ્રામજનોનો આભાર માની, તહેવારોની શુભેચ્છાઓ પાઠવી. વલસાડ જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર ભાવેશ પટેલે માહિતી આપી કે, કલસરમાં રૂ. 1.75 કરોડના ખર્ચે ચાર રસ્તા બનશે, જ્યારે કિકરલામાં રૂ. 3 કરોડના ખર્ચે ત્રણ રસ્તાના કામ મંજૂર થયા છે. તેમણે કહ્યું કે રસ્તાઓ વેપાર, શિક્ષણ, આરોગ્ય અને અન્ય સુવિધાઓને પણ વેગ આપે છે. કાર્યક્રમમાં પારડી તાલુકા પંચાયત પ્રમુખ કિન્નરીબેન પટેલ, જિલ્લા પંચાયતના પ્રજ્ઞેશ પટેલ, વાપી મનપાના સતિષ પટેલ, પુનિત પટેલ, મહેશભાઈ દેસાઈ, મનિષ દેસાઈ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા. કલસરના સરપંચ મનોજભાઈએ આભારવિધિ કરી.
    Click here to Read More
    Previous Article
    दिल्ली पुलिस की मौजूदगी में प्रदर्शनकारियों पर हमला, लाठियों वाली कार को क्यों मिली सुरक्षा?
    Next Article
    વલસાડ પોલીસે પારનેરા ડુંગર પર માતાજીને ધજા ચઢાવી:SP યુવરાજસિંહ જાડેજાની હાજરીમાં ખાસ પૂજા-અર્ચના કરાઈ, સુખ-શાંતિ માટે પ્રાર્થના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment