Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના 473 કરોડના ડ્રગ્સ કેસમાં સલીમ ડોલાની તુર્કિયેથી ધરપકડ:દાઉદ ઈબ્રાહીમ સાથેના કનેકશનની તપાસ થશે, વિદેશમાં બેસી ભારતમાં ડ્રગ્સનો કાળો કારોબાર ચલાવતો

    1 day ago

    વર્ષ 2022માં વડોદરાની ફેક્ટરીમાંથી ઝડપાયેલા રૂપિયા 473 કરોડના ડ્રગ્સ કેસમાં ફરાર સલીમ ડોલાની તુર્કિયેથી ધરપકડ કરવામાં આવી છે. સલીમ ડોલા વિદેશમાં બેસી ભારતમાં ડ્રગ્સનો કાળો કારોબાર ચલાવતો. વર્ષોથી અંડરવર્લ્ડ સાથે જોડાયેલા લોકો સાથે આરોપીઓએ ડ્રગ્સનું કામ કર્યું છે. ડોલાના દાઉદ ઈબ્રાહીમ સાથેના કનેકશનની પણ તપાસ કરાશે. સલીમ ડોલા સામે ઈન્ટરપોલ મારફત રેડકોર્નર નોટિસ ઈસ્યૂ કરવામાં આવી હતી. સલીમ તુર્કિયેમાં હોવાની જાણ થતા ધરપકડ કરી તેને ડિપોર્ટ કરવામાં આવ્યો હતો. ગુજરાત એટીએસ દ્વારા હાલ કબજો મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સલીમ સામે ભારતમાં અલગ અલગ 15 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. 2022માં વડોદરામાંથી ઝડપાયેલા 473 કરોડના ડ્રગ્સ કેસમાં નામ ખૂલ્યું હતું ગુજરાત ATS એ વડોદરા જિલ્લાના સિંઘરોટ ગામ ખાતે આવેલા એક મેન્યુફેક્ચરિંગ યુનિટ પર રેડ કરીને વર્ષ 2022માં એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી શોધી કાઢી હતી.આ ફેક્ટરીમાંથી 473 કરોડથી વધુનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું હતું. આ કેસમાં 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસની તપાસ દરમિયાન પકડાયેલા આરોપી સૌમિલ પાઠક સાથે અગાઉ મુંબઈ જેલમાં સલીમ ઇસ્માઈલ ડોલા પણ હતો.સૌમિલ અને સલીમ સંપર્કમાં આવ્યા બાદ સલીમ ડોલા સાથે મળીને સૌમીલે એમડી ડ્રગ્સની ફેક્ટરી શરૂ કરી હતી. ફેક્ટરીમાં બનાવેલું એમડી ડ્રગ સલીમના સાગરીત અહેમાન શેખપુર પાસે પણ પહોંચાડવામાં આવ્યું હતું જે કેસમાં સલીમ ડોલા વોન્ટેડ હતો. સલીમ સામે ઈન્ટરપોલ મારફત રેડકોર્નર નોટિસ ઈસ્યૂ કરાઈ હતી સલીમ વિદેશમાં રહીને ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હતો જેથી એટીએસ દ્વારા સલીમની ધરપકડ કરવા માટે ઇન્ટરપોલ મારફતે રેડ કોર્નર નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવી હતી સલીમની આંતરરાષ્ટ્રીય સર્વે પણ ચાલી રહી હતી આ દરમિયાન સલીમ તુર્કિયેમાં હોવાનું સામે આવતા તુર્કીથી સલીમની ધરપકડ કરીને ડિપોટ કરવામાં આવ્યો હતો જે બાદ ગુજરાત એટીએસને સલીમની કસ્ટડી મળી હતી. વિદેશમાં બેસી ભારતમાં ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હતો સલીમની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે તે અગાઉ ઈકબાલ મિર્ચીના સંપર્કમાં રહીને કામ કરતો હતો.1990ના દાયકામાં ઈકબાલ મિર્ચી આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રગ્સના વેપાર સાથે સંકળાયેલો હતો ત્યારે સલીમ તેના માટે ડ્રગ્સની હેરાફેરી કરતો હતો.સલીમ ડોલા અને તેના સાગરિતો દ્વારા ભારત સહિત વિદેશમાં ડ્રગ્સની હેરાફેરી માટેનું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હતું. આ નેટવર્ક મારફતે કાયદેસરથી નિકાસ થતી ચીજ વસ્તુઓના કન્ટેનરમાં ડ્રગ છુપાવીને વિદેશમાં મોકલવામાં આવતું હતું.ત્યાં ડમી કંપની ઉભી કરીને આ ડ્રગ્સ રીસીવ કરવામાં આવતું હતું.સલીમ ભારતીય પાસપોર્ટના આધારે દુબઈ ખાતે પણ રહેતો હતો. તે દુબઈ અને કેન્યાના મોબાઈલ નંબર નું પણ ઉપયોગ કરતો હતો. સલીમનો ગુનાહિત ઈતિહાસ સલીમ વિરુદ્ધ મુંબઈ, ભોપાલ અને ઇડી સહિત અલગ અલગ જગ્યાએ 15 થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે.ગુજરાતમાં પણ ડ્રગ્સ ફેક્ટરીમાં તેની સંડોવણીની સામે આવતા તપાસ ચાલી રહી છે.આ ઉપરાંત સલીમ દાઉદ ઈબ્રાહીમના કોન્ટેકમાં હતો કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    SBIએ પંચમહાલની 18 સરકારી શાળાઓને સાધન-સામગ્રી આપી:CSR હેઠળ 30 સીલિંગ ફેન, 8 LED ટીવી અને 7 RO વોટર કૂલર ફાળવ્યા
    Next Article
    CSK Told To Release Rs 14.20 Crore Star As IPL Retentions Deadline Nears

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment