Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હૈદરાબાદની સતત ત્રીજી જીત, ટેબલમાં ત્રીજા નંબરે પહોંચ્યું:દિલ્હીને 47 રનથી હરાવ્યું; અભિષેક શર્માએ IPLની બીજી સેન્ચુરી ફટકારી, ઈશાન મલિંગાએ 4 વિકેટ ઝડપી

    1 week ago

    અભિષેકની સેન્ચુરિયન ઇનિંગના જોરે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ IPL સીઝનમાં સતત ત્રીજી જીત મેળવી. ટીમે મંગળવારે દિલ્હી કેપિટલ્સ (DC)ને 47 રનથી હરાવ્યું. આ જીત સાથે જ SRH પોઇન્ટ્સ ટેબલમાં ત્રીજા નંબરે આવી ગયું છે. રાજીવ ગાંધી ઉપ્પલ સ્ટેડિયમમાં 243 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહેલી દિલ્હી 20 ઓવરમાં 9 વિકેટ પર 195 રન જ બનાવી શકી. ટૉસ હારતા પહેલી બેટિંગ કરતા SRHએ 20 ઓવરમાં 2 વિકેટ પર 242 રન બનાવ્યા હતા. અભિષેક શર્માની IPLમાં બીજી સદી હૈદરાબાદ તરફથી અભિષેક શર્માએ અણનમ 135 રનની શાનદાર ઇનિંગ રમી. તેણે 68 બોલની ઇનિંગમાં 10 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા. હેનરિક ક્લાસેને 13 બોલમાં અણનમ 37 રન બનાવ્યા. બંનેએ અણનમ 66 રનની ભાગીદારી કરી. અભિષેક સિવાય, ટ્રેવિસ હેડે 37 અને ઈશાન કિશને 25 રનનું યોગદાન આપ્યું. દિલ્હી તરફથી અક્ષર પટેલે એક વિકેટ ઝડપી, જ્યારે એક બેટર રનઆઉટ થયો હતો. બન્ને ટીમની પ્લેઇંગ-11 SRH: અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (કેપ્ટન), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા (વિકેટકીપર), અનિકેત વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, શિવાંગ કુમાર, હર્ષ દુબે, સાકિબ હુસૈન, ઈશાન મલિંગા. ઇમ્પેક્ટ પ્લેયર્સ: દિલશાન મદુશંકા. DC: કેએલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિસાંકા, સમીર રિઝવી, નીતિશ રાણા, અક્ષર પટેલ (કેપ્ટન), ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, કુલદીપ યાદવ, લુંગી એન્ગિડી, મુકેશ કુમાર અને ટી. નટરાજન. ઇમ્પેક્ટ પ્લેયર્સ: આશુતોષ શર્મા.
    Click here to Read More
    Previous Article
    SRH vs DC IPL 2026 LIVE Score: Eshan Malinga’s 4 wickets, Abhishek Sharma’s 135 help Hyderabad defeat Delhi by 47 runs
    Next Article
    ધારાસભ્ય કિરીટ પટેલના ભાજપ પર પ્રહાર:ભાજપ હિન્દુ-મુસ્લિમ કરે છે અને ભાજપના નેતાઓ મુસ્લિમ ડોક્ટરો સાથે ભાગીદારી કરીને દર મહિને 2 લાખ રૂપિયા કમાય છે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment