Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળથી ગાંધીનગર સુધી ગાંજાના નેટવર્કનો પર્દાફાશ:એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સે જેઠલજ રેલ્વે નાળા પાસેથી 4.68 કિલો ગાંજા સાથે ત્રણને દબોચ્યા,બે વોન્ટેડ

    20 hours ago

    ગાંધીનગર એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સ ની ટીમે એક સફળ ઓપરેશન હાથ ધરી આંતરરાજ્ય ગાંજાના હેરાફેરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. નેપાળથી ટ્રેન માર્ગે બિહાર અને ત્યારબાદ ગાંધીનગર સુધી પહોંચાડવામાં આવેલા ગાંજાના જથ્થાને પોલીસે જેઠલજ ગામની સીમમાં રેલ્વે નાળા પાસેથી પકડી પાડ્યો છે. પૂર્વ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી રૂ.2.34 લાખની કિંમતનો 4 કિલો 680 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ત્રણ ઇસમોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે વોચ ગોઠવી આરોપીને દબોચ્યા ગાંધીનગર એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સ ધ્વારા નેપાળથી ગાંધીનગર સુધી ગાંજાના નેટવર્ક પર્દાફાશ કરી સપાટો બોલાવી દેવામાં આવ્યો છે.પોલીસે બાતમી મળી હતી કે,સાંતેજ પોલીસ મથકની હદ વિસ્તારના જેઠલજ ગામની સીમમાં રેલ્વે નાળા પાસે ગાંજાના જથ્થાની ડિલિવરી થવાની છે. જે બાતમી આધારે પોલીસે વોચ ગોઠવીને ત્રણ ઇસમોને દબોચી લીધા હતા. જોકે સ્થળ પર આરોપીની પૂછતાછ શકય નહીં હોવાથી તેઓને જેઠલજ પંચાયત કચેરી લઇ જવાયા હતા. નેપાળથી ગાંજો ટ્રેન માર્ગે બિહાર લાવ્યા હતા પરંતુ પોલીસ કાર્યવાહી દરમિયાન પંચાયત કચેરીનો વીજ પુરવઠો કલાકો સુધી ખોરવાઈ ટીમ મુઝવણમાં મુકાઈ ગઈ હતી.આથી નાછૂટકે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ મુદ્દામાલ સાથે આરોપીઓને લઈને સાંતેજ પોલીસ મથકે પહોંચી હતી. આ અંગે પોલીસ સૂત્રોએ કહ્યું કે, તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ પૈકી ચંદ્રેશ્વર પ્રસાદ યોગેન્દ્ર મહતો અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર થોડા દિવસો પૂર્વે જ નેપાળથી અજાણ્યા વ્યક્તિ પાસેથી આ ગાંજો ટ્રેનમાં બિહાર લાવ્યા હતા. તેઓ ટ્રેનમાં વગર ટિકિટે મુસાફરી કરી આ માદક પદાર્થ જેઠલજ ગામના શુભમ દેવાભાઈ સેનવાને પહોંચાડવા આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ જથ્થો શુભમ અન્ય બે વોન્ટેડ આરોપીઓ સુધી પહોચતો કરવાનો હતો. વોટ્સએપ કોલથી ગાંજાની સપ્લાયનું નેટવર્ક ચલાવાતું વધુમાં સૂત્રોએ ઉમેર્યું કે, એફએસએલ અધિકારી દ્વારા સ્થળ પર જ ગાંજાનું પરીક્ષણ કરવામાં આવતા તે માદક પદાર્થ હોવાની પુષ્ટિ થઈ હતી. ટીમ ધ્વારા સ્થળ પરથી ગાંજા ઉપરાંત બે મોબાઈલ ફોન ,8040 રૂપિયાની રોકડ, ડ્રાઈવિંગ લાયસન્સ, એક મોટર સાયકલ મળી કુલ 3.47 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. શુભમ સેનવાએ અગાઉ પણ વોન્ટેડ આરોપીઓને ગાંજાનો જથ્થો સપ્લાય કર્યો હતો. જેઓ વચ્ચે વોટ્સએપ કોલથી વાતચીત થતું હોવાનું સામે આવ્યું છે. હાલમાં આ નેટવર્કની વધુ તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રતલામમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર અકસ્માત, છોકરીનું મોત:ટ્રકની ઓવરટેક કરતા કાર નાળામાં ખાબકી, પરિવાર ઘાયલ; બિહારથી સુરત આવી રહ્યા હતા
    Next Article
    કુખ્યાત બુટલેગર હિતેશ ઉર્ફે વાંગો ચોટીલાથી દબોચાયો:ભાજપ નગરસેવિકાનો પુત્ર, 19 ગુનાનો આરોપી છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment