Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસે દેશી તમાકુના 4640 કિગ્રાના 160 કોથળા જપ્ત કર્યા:લાડોલમાંથી ₹5 લાખની તમાકુ ચોરીનો ભેદ ઉકેલાયો, સિહોરી અને આણંદ જિલ્લાના 7 આરોપીની ધરપકડ

    10 hours ago

    મહેસાણા જિલ્લાના લાડોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી લાખો રૂપિયાની તમાકુ ચોરીના ગુનામાં લાડોલ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસ કર્મચારી ભાવિકકુમાર અને વિશાલકુમારને મળેલી ચોક્કસ બાતમી અને ટેકનિકલ માહિતીના આધારે પોલીસે દરોડો પાડીને ચોરાયેલા દેશી તમાકુના 160 કોથળા ઝડપી પાડ્યા હતા. આ તમાકુનું કુલ વજન આશરે 4640 કિલોગ્રામ (232 મણ) થાય છે, જેની કિંમત રૂ. 4,87,200 આંકવામાં આવી છે. આ ઉપરાંત ગુનામાં વપરાયેલી રૂ. 6 લાખની કિંમતની આઈસર ગાડી (GJ-23-AY-8866) અને રૂ. 28,000ની કિંમતના 6 મોબાઇલ ફોન મળીને કુલ રૂ. 11,15,200 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. સિહોરી અને આણંદ જિલ્લાના 7 આરોપીઓની ધરપકડ પોલીસે રાજસ્થાનના સિરોહી જિલ્લાના અને આણંદ જિલ્લાના મળીને કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે. અમરતભાઈ ઉર્ફે અમ્રીત માજીરાણા, ગણેશ સુમારામ રાણા, કમલેશ સુજારામ રાણા, કૈલાશ જેસાજી રાણા, ભવર લુંબાજી રાણા, જીતુ ભગાજી રાણા (તમામ રહે. તા. રેવદર, જી. સિરોહી, રાજસ્થાન) તથા મહેશભાઈ પુનમભાઈ બારૈયા (રહે. સુંદરણા, તા. પેટલાદ, જી. આણંદ) નો સમાવેશ થાય છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક આરોપી પ્રતાપ રત્નાજી ભીલ (રહે. પોસીંત્રા, જી. સિરોહી) ને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ સમગ્ર કામગીરી પી.આઈ. આર.એસ. ડામોર અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    SD Appએ 635 કરોડ લૂંટ્યા, કચ્ચો ચિઠ્ઠો ભાસ્કર પાસે:રોકાણના નફાથી ડિફેન્ડર-ઓડી ખરીદ્યાના દાવા, લાખો લોકોના કરોડો પડાવી ભાગનાર મહેસાણાના ધવલ પટેલના ઘર-ઓફિસ પહોંચ્યું ભાસ્કર
    Next Article
    Gandhinagar Kudasan Tragedy | ગાંધીનગરના કુડાસણ દુર્ઘટના અંગે મોટા સમાચાર|Gujarati News | CM Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment