Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોકરાઝારમાં 4,570 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન:ગુવાહાટીમાં PMએ કહ્યું- દાયકાઓ સુધી બોડોલેન્ડનો એક વિસ્તાર વિશ્વાસઘાતનો સાક્ષી રહ્યો છે

    22 hours ago

    PM નરેન્દ્ર મોદી શુક્રવારથી આસામની બે દિવસની મુલાકાતે છે. તેઓ બપોરે 1:30 વાગ્યે ગુવાહાટી પહોંચ્યા. તેઓ આજે કોકરાઝાર અને સિલચરની મુલાકાત લેવાના હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે તેમણે કોકરાઝારમાં પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું. PMએ લોકોને વર્ચ્યુઅલી સંબોધન કર્યુ. તેમણે કહ્યું- દાયકાઓથી, બોડોલેન્ડ નો એક પ્રદેશ વિશ્વાસઘાતનું સાક્ષી રહ્યું છે. કોંગ્રેસે બોડોલેન્ડ પ્રદેશના ઘણા લોકોને ખોટા સપનાઓમાં ફસાવી રાખ્યા. મોદીએ કહ્યું કે કોંગ્રેસે દેખાડો કરવા માટે કાગળ પર કરાર કર્યા. તમે કોંગ્રેસને હાંકી કાઢી અને NDAને તક આપી, તેથી અમે સમજદારીપૂર્વક નિર્ણયો લીધા. ત્યારબાદ PM ગુવાહાટીથી સિલચર જશે. અહીંથી તેઓ ઉત્તરપૂર્વ માટે ત્રણ નવી ટ્રેનોનું ઉદ્ઘાટન પણ કરશે. કાર્યક્રમ મુજબ, પીએમ સાંજે 5 વાગ્યે ગુવાહાટીમાં આશરે ₹19,680 કરોડના અનેક પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. PMએ આ પણ કહ્યું... કોંગ્રેસ ખોટા વચનોની દુકાન છે. તેઓ એક વચન સાથે ચાર જુઠ્ઠાણા ભેટ આપે છે. જ્યારે, તમારી પાસે ભાજપનું સફળ મોડેલ છે. 2003માં જ્યારે દિલ્હીમાં NDA સરકાર સત્તામાં હતી, ત્યારે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં સત્ય અને પ્રામાણિકતા સાથે કામ કરવામાં કોઈ કચાસ રાખી નહોતી. એનડીએની ડબલ એન્જિન સરકાર આસામના વારસાને જાળવવા અને તેના ઝડપી વિકાસને પ્રોત્સાહન આપવા માટે અથાક પ્રયાસો કરી રહી છે. કોકરાઝાર સહિત સમગ્ર પ્રદેશે છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારે મુશ્કેલીઓનો સામનો કર્યો છે. તેને નોંધપાત્ર નુકસાન થયું છે. આજે, બોડોલેન્ડ શાંતિ અને વિકાસના માર્ગ પર છે. આજે, આસામ શાંતિ અને પ્રગતિનો એક નવો અધ્યાય લખી રહ્યું છે. આજે, હું તમને આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસ પાર્ટીને કડક સજા આપવા વિનંતી કરવા આવ્યો છું. સ્પષ્ટ સંદેશ આપો કે આસામમાં ઘુસણખોરો માટે કોઈ સ્થાન નથી. PMએ X પર લખ્યું- રાજ્યની NDA સરકાર પ્રશંસાને પાત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા X પર એક પોસ્ટમાં ચાના ખેડૂતોને પટ્ટા વિતરણ અંગે લખ્યું કે આ ન્યાય અને સન્માનની દિશામાં એક ઐતિહાસિક પગલું છે. હું આ માટે આસામમાં NDA સરકારની પ્રશંસા કરું છું. અમને ચાના બગીચાના પરિવારોની મહેનત પર ગર્વ છે અને અમે હંમેશા તેમના કલ્યાણ માટે કામ કરીશું. 14 માર્ચે સવારે લગભગ 10:45 વાગ્યે વડાપ્રધાન સિલચરમાં ભૂમિ પૂજન કરશે અને લગભગ 23,550 કરોડ રૂપિયાના અલગ-અલગ પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કરશે. હાઈડ્રો પ્રોજેક્ટના ઉદ્ઘાટનથી વિસ્તારના લોકોને ફાયદો પીએમ આસામના દીમા હસાઓ અને વેસ્ટ કાર્બી આંગલોંગ જિલ્લાઓમાં આવેલા કોપિલી હાઈડ્રો-ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે. રૂ. 2,300 કરોડથી વધુના ખર્ચે બનેલો આ પ્રોજેક્ટ ક્લીન એનર્જી ઉત્પાદનને વેગ આપશે, વિસ્તારમાં ગ્રીડ સ્થિરતામાં સુધારો કરશે અને ઘરો, ખેડૂતો અને ઉદ્યોગોને વિશ્વસનીય વીજ પુરવઠો સુનિશ્ચિત કરશે. વડાપ્રધાન ઓઈલ ઈન્ડિયા લિમિટેડની નુમાલીગઢ-સિલીગુડી પ્રોડક્ટ પાઈપલાઈન (NSPL) ની ક્ષમતા વધારવાના પ્રોજેક્ટને દેશને સમર્પિત કરશે. આ પ્રોજેક્ટ વધુ પેટ્રોલિયમ ઉત્પાદનો કાઢવામાં મદદ કરીને નુમાલીગઢ રિફાઈનરીને 3 MMTPA થી 9 MMTPA સુધી વધારવામાં મદદ કરશે. વડાપ્રધાન આ સાથે જ રેલવે ઇલેક્ટ્રિફિકેશન પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. આમાં આશરે રૂ. 420 કરોડના ખર્ચે બનેલી રંગિયા-મુરકોંગસેલેક રેલ લાઇન ઇલેક્ટ્રિફિકેશન (558 કિમી) અને આશરે રૂ. 1,180 કરોડના ખર્ચે બનેલી ચપરમુખ-ડિબ્રુગઢ રેલ લાઇન ઇલેક્ટ્રિફિકેશન (571 કિમી) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આશરે રૂ. 650 કરોડના ખર્ચે બનેલી બદરપુર-સિલચર અને બદરપુર-ચુરાઈવાડી રેલ લાઇન પણ સામેલ છે.
    Click here to Read More
    Previous Article
    ઇરાકમાં અમેરિકી એરફોર્સનું રિફ્યુલિંગ વિમાન ક્રેશ:4 ક્રૂ મેમ્બર્સનાં મોત, 2 ગુમ; યુદ્ધમાં અત્યાર સુધીમાં 11 અમેરિકી સૈનિકો માર્યા ગયા
    Next Article
    એથરના વેરહાઉસમાં આગની દુર્ઘટના બાદ ક્લોઝર નોટિસ ફટકારાઈ:રોડ સાઇડ ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગ એથર ઇન્ડસ્ટ્રીના ગોડાઉનમાં ફેલાયાનો રિપોર્ટ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment