Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇરાકમાં અમેરિકી એરફોર્સનું રિફ્યુલિંગ વિમાન ક્રેશ:4 ક્રૂ મેમ્બર્સનાં મોત, 2 ગુમ; યુદ્ધમાં અત્યાર સુધીમાં 11 અમેરિકી સૈનિકો માર્યા ગયા

    1 day ago

    અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે 14મો દિવસ છે. પશ્ચિમી ઇરાકમાં અમેરિકી એરફોર્સનું KC-135 સ્ટ્રેટોટેન્કર રિફ્યુલિંગ વિમાન ગુરુવારે ક્રેશ થઈ ગયું. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) અનુસાર, વિમાનમાં સવાર 6 ક્રૂ મેમ્બર્સમાંથી 4ના મોત થયા છે, જ્યારે 2 હજુ પણ ગુમ છે અને તેમની શોધખોળ ચાલુ છે. અધિકારીઓ અનુસાર, આ વિમાન એક ઓપરેશન દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું. તે સમયે મિશનમાં બીજું અમેરિકી ટેન્કર વિમાન પણ સામેલ હતું. જોકે, બીજું વિમાન સુરક્ષિત રહ્યું. અમેરિકી સેનાએ સ્પષ્ટ કર્યું છે કે આ દુર્ઘટના કોઈ દુશ્મનના હુમલા કે ફ્રેન્ડલી ફાયરને કારણે થઈ નથી. દુર્ઘટના બાદ ઇરાન યુદ્ધમાં માર્યા ગયેલા અમેરિકી સૈનિકોની સંખ્યા વધીને 11 થઈ ગઈ છે. આ પહેલા 1 માર્ચના રોજ કુવૈતના શુઆઇબા પોર્ટ પર થયેલા હુમલામાં 6 અમેરિકી સૈનિકો માર્યા ગયા હતા, જ્યારે આ મહિને સાઉદી અરબમાં થયેલા હુમલામાં ઘાયલ એક સૈનિકનું બાદમાં મૃત્યુ થયું હતું. દાવો- ઈરાનના નવા સુપ્રીમ લીડરનો પગ કાપવો પડ્યો ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની ગંભીર રીતે ઘાયલ છે અને કોમામાં છે. બ્રિટિશ મીડિયા ધ સનની રિપોર્ટ અનુસાર, 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા-ઈઝરાયલના હુમલામાં ઘાયલ થયા બાદ તેમને તેહરાનની સિના યુનિવર્સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમની હાલત અત્યંત ગંભીર છે. રિપોર્ટ અનુસાર, હુમલામાં ઈજા એટલી ઊંડી હતી કે તેમનો એક પગ કાપવો પડ્યો અને લિવરને પણ ગંભીર નુકસાન થયું છે. હોસ્પિટલના એક ભાગને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યો છે અને ત્યાં ભારે સુરક્ષા તૈનાત છે. મુજતબા ખામેનીને તેમના પિતા અને ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ 9 માર્ચે દેશના નવા સુપ્રીમ લીડર બનાવવામાં આવ્યા હતા. અલી ખામેનેઈનું 28 ફેબ્રુઆરીએ અવસાન થયું હતું. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    PM Modi LIVE : कोकराझार में पीएम मोदी ने किया प्रोजेक्ट्स का उद्घाट | Assam | CM Himanta
    Next Article
    કોકરાઝારમાં 4,570 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન:ગુવાહાટીમાં PMએ કહ્યું- દાયકાઓ સુધી બોડોલેન્ડનો એક વિસ્તાર વિશ્વાસઘાતનો સાક્ષી રહ્યો છે

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment