Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છેવાડાના વિસ્તારોમાં સુવિધા ક્યારે મળશે?:કચ્છમાં વર્ષ દરમિયાન 45,670 પ્રસુતિ થઈ, પીએચસીમાં માત્ર 880

    2 days ago

    આજે વિશ્વ આરોગ્ય દિવસ છે. આ વર્ષની થીમ સ્વાસ્થ્ય માટે વિજ્ઞાન સાથે ઊભા રહો રાખવામાં આવી છે. આ થીમનો મુખ્ય હેતુ વિજ્ઞાન દ્વારા ઉપલબ્ધ શ્રેષ્ઠ સાધનો અને જ્ઞાનનો ઉપયોગ કરીને આપણે સૌ સાથે મળીને સમાજના સ્વાસ્થ્યને સુધારવાનો છે.પરંતુ આરોગ્ય તંત્રના આંકડા વિરોધાભાસી ચિત્ર રજૂ કરે છે. આજથી બે દાયકા પહેલા જ્યારે ગામડાઓમાં વિજ્ઞાનના સાધનો મર્યાદિત હતા ત્યારે નર્સબહેનો અને દાયણ દ્વારા ઘરઆંગણે ડિલિવરી કરાવાતી હતી. તે સમયે ભૌતિક સુવિધા ઓછી હતી આજે વિજ્ઞાન આગળ વધી ગયું છે. દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર એમ.બી.બી.એસ., આયુષ ડોક્ટરો, અને ફીમેલ હેલ્થ સુપરવાઈઝર, ફીમેલ હેલ્થ વર્કર તથા સ્ટાફ નર્સ ઉપરાંત પેટા આરોગ્ય કેન્દ્ર - આયુષ્માન આરોગ્ય મંદિરોમાં ત્રણ-ત્રણ કવોલિફાઈડ સ્ટાફ ઉપલબ્ધ હોવા છતાં લાખોની કિંમતના અત્યાધુનિક ડિલિવરી અને નવજાત શિશુને બચાવવાના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. જેથી જનતાને તેનો લાભ મળતો નથી. તાજેતરના Techo+ 2025-26 રિપોર્ટ મુજબ, ગુજરાતમાં નોંધાયેલ 11,19,988 ડિલિવરીમાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ માત્ર 29,724 એટલે કે 2.65 ટકા ડિલિવરી થઈ છે. જેમાં સૌથી નબળી કામગીરી કચ્છની છે. જ્યાં 45,670 ડિલિવરી સામે સરકારી કેન્દ્રોમાં માત્ર 880 (1.93%) જ ડિલિવરી કરાઈ છે. આ આંકડો સાબિત કરે છે કે અંતરિયાળ વિસ્તારોમાં આવેલા સરકારી આરોગ્ય કેન્દ્રો માત્ર રેફરલ સેન્ટર બની ગયા છે. સગર્ભાઓને નજીવા કારણોસર તાલુકા કે જિલ્લા કક્ષાએ રીફર કરી દેવામાં આવે છે. આના કારણે 97 ટકાથી વધુ મહિલાઓએ મોંઘવારીમાં 70 થી 90 હજારનો ખર્ચ કરીને ખાનગી હોસ્પિટલોમાં જવું પડે છે. પરિસ્થિતિ સુધારવા માટે આયુષ્માન આરોગ્ય મંદિરો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્તરે સેવાઓ સુદ્રઢ બનાવવી અનિવાર્ય છે. તાલુકા વાઇઝ આંકડા
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:ભુજ RTOની વાર્ષિક આવક 183 કરોડને પાર, GJ 12ની નંબર પ્લેટ સાથે 46,051 નવા વાહનો માર્ગો પર દોડયા
    Next Article
    ભાસ્કર એનાલીસીસ:ભુજ સ્ટેટ જીએસટી કચેરીનું 2025-26માં રૂ.1207.26 કરોડનું કલેક્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment