Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એનાલીસીસ:ભુજ સ્ટેટ જીએસટી કચેરીનું 2025-26માં રૂ.1207.26 કરોડનું કલેક્શન

    9 hours ago

    ભુજ સ્થિત સ્ટેટ જીએસટી કચેરીએ વર્ષ 2025-26 દરમિયાન રાજ્ય આવકમાં પોતાનું યોગદાન આપતાં કુલ રૂ.1207.26 કરોડની જીએસટી આવક નોંધાવી છે. વર્ષ 2025-26 માં ભુજ કચેરીની આવકમાં ગત વર્ષની સરખામણીએ 8.86 ટકા જેટલો વધારો નોંધાયો છે, જે સ્થાનિક કક્ષાએ વેપાર તેમજ ઉદ્યોગ પ્રવૃત્તિઓની સકારાત્મક ગતિ દર્શાવે છે. ગત વર્ષ 2024-25 માં કચેરી દ્વારા સરકારને રૂ.1108.96 કરોડ જેટલી આવક થઈ હતી, જ્યારે વર્ષ 2023-24 માં એ આવક રૂ.1037.07 કરોડની રહી હતી. કચેરી હેઠળ નોંધાયેલા વિવિધ કોમોડિટીના આયર્ન એન્ડ સ્ટીલ, સીમેન્ટ, કન્ટેનર હેન્ડલિંગ સર્વિસિસ, મિનરલ્સ તથા વર્ક્સ કોન્ટ્રાક્ટર જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલા વેપારીઓ પાસેથી જીએસટી કલેક્શન થતું હોય છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે, કચ્છ જિલ્લામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ખનિજ અને ઔદ્યોગિક સેવાઓ આધારિત વ્યવસાયિક પ્રવૃત્તિઓ જીએસટી આવકના મુખ્ય આધાર બનીને ઉભર્યા છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર જિલ્લાના કુલ સ્ટેટ જીએસટી આવકમાં ભુજ કચેરીનો અંદાજે 30 ટકા જેટલો ફાળો છે. જે ભુજ જીએસટી કમિશ્નરેટના આંકડાઓ પર સ્થાનિક અર્થવ્યવસ્થાની દિશા સકારાત્મક તરફ જતી દર્શે છે.ખાસ કરીને ચાલુ વર્ષમાં 2026ના માત્ર માર્ચ મહિનામાં જ રૂ.92.23 કરોડની સ્ટેટ ઇન્કમ નોંધાતા નાણાકીય વર્ષના અંતે આવકના આંકમાં વધારો થયો હતો. વેપારીઓ તથા કરદાતાઓનો ગાંધીધામનો ધક્કો ટળ્યો, ભુજ કમિશ્નરેટમાં નવી સુવિધા ભુજ સ્ટેટ જીએસટી કમિશ્નરેટ હેઠળ ભુજ, માંડવી, મુંદ્રા, અબડાસા તેમજ લખપત તાલુકાઓનો સમાવેશ કરાયો છે. થોડા સમય પહેલા જ વેપારીઓ તથા કરદાતાઓ માટે જીએસટી રજીસ્ટ્રેશન પ્રક્રિયા સરળ બને અને તેઓને ગાંધીધામનો ધક્કો બચે તે માટે ભુજમાં જ દર મંગળવાર અને ગુરુવારે બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટર ખોલાયું છે. રાજ્યને 2025-26માં 81,410 કરોડની આવક થઈ રાજ્યને નાણાકીય વર્ષ 2025-26 માં જીએસટી હેઠળ રૂ. 81,410 કરોડ આવક થયેલ છે જે ગત વર્ષની આવક કરતા 11.1% વધુ છે. ઉલ્લેખનીય છેકે રાષ્ટ્રીય કક્ષાએ જીએસટી આવકનો ગ્રોથ 8.4% છે.
    Click here to Read More
    Previous Article
    છેવાડાના વિસ્તારોમાં સુવિધા ક્યારે મળશે?:કચ્છમાં વર્ષ દરમિયાન 45,670 પ્રસુતિ થઈ, પીએચસીમાં માત્ર 880
    Next Article
    TISS changed how students elect their council. Two months on, nobody knows how it works.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment