Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં સિઝનનું સૌથી વધુ 45.2 ડિગ્રી તાપમાન નોંધાયું:હીટવેવના કારણે લોકો અકળાયા, અમદાવાદ સહિત 10 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો

    20 hours ago

    રાજ્યમાં હીટવેવની આગાહી વચ્ચે આજે 10 શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. 45.2 ડિગ્રી સાથે ભાવનગર સૌથી ગરમ શહેર રહ્યું. ભાવનગરમાં સામાન્ય કરતા 5.2 ડિગ્રી વધુ તાપમાન નોંધાતા હીટવેવ અનુભવાઈ હતી. ગુજરાતમાં આગઝરતી ગરમી પડી રહી છે. હવામાન વિભાગે આગામી 48 કલાક માટે હીટવેવ સંભાવના વ્યક્ત કરી છે. 13 મેને બુધવારે 44.1 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું, જ્યારે સુરતમાં એક જ દિવસમાં તાપમાનમાં 8 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો. રાજ્યના 10 શહેરોનું તાપમાન 42 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. ક્યાક તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો તો ક્યાક ઘટાડો જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા 14 મે, 2026ના રોજ જારી કરેલી આગાહી મુજબ, આગામી 7 દિવસ સુધી રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે. બે દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ત્યારબાદ, તાપમાનમાં 2-4°Cનો ક્રમશઃ ઘટાડો થવાની સંભાવના છે. આગામી 48 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 41-45°Cની વચ્ચે રહી શકે છે. 3 દિવસમાં તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટશે, બે દિવસનું એલર્ટ હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, આવતીકાલથી લોકોને ગરમીમાંથી થોડી રાહત મળવાની શક્યતા છે. આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સુધી ઘટાડો નોંધાઈ શકે છે. પવનની દિશામાં ફેરફાર થવાને કારણે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે કચ્છ, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ, દીવ, દ્વારકા, પોરબંદર, અમરેલી અને બોટાદ જિલ્લામાં યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. તે ઉપરાંત બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં પણ યેલો અલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં અગનગોળા વરસાવતી ગરમી યથાવત સૌરાષ્ટ્રમાં લોકો આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. આજે રા્જયમાં સૌથી વધુ 45.2 ડિગ્રી તાપમાન ભાવનગરમાં રેકોર્ડ થયું છે. આ ઉપરાંત રાજકોટમાં 43.1°C, અમરેલીમાં 42.9°C, ભુજમાં 40.6°C, કંડલા એરપોર્ટ 43.2°C, પોરબંદર 36.2°C તાપમાન નોંધાયું હતું. અમદાવાદનું મહત્તમ તાપમાન +2.5°C વધારે, રાત્રે લૂ આજે અમદાવાદનું આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાની શક્યતા છે અને મહત્તમ તાપમાન 44°C રહેવાની સંભાવના છે. બુધવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 44.1°C નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી વધુ હતું. અહીંનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા +2.5°C વધારે હતું. હજુ બે દિવસ ગરમીનું જોર રહેશે એ પછી 1થી 2 ડિગ્રી ઘટી શકે છે. દિવસની સાથે સાથે મોડી રાત સુધી શહેરમાં 14 કિમીની ઝડપે પવન ફૂંકાતાં લોકો લૂ જેવી સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. રાત્રિનું તાપમાન પણ 30 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. QR કોડ સ્કેન કરી જાણો વિસ્તાર મુજબ ગરમી IMD દ્વારા અમદાવાદ શહેરમાં આગામી સાત દિવસ માટે 6 ઝોનના 16 વોર્ડમાં કરેલી તાપમાનની આગાહી તેમજ શહેરના જે તે વિસ્તારના મહત્તમ તાપમાનને આધારે આવનાર ત્રણ દિવસ માટે 39 હોટસ્પોટ વિસ્તારો જાહેર કરેલા છે. આ QR કોડના આધારે હોટસ્પોટની સાથે સાથે શહેરના જુદા જુદા વિસ્તારોમાં બપોરના 12થી 5 વાગ્યા સુધી નોંધાનાર મહત્તમ તાપમાનની માહિતી મળશે. અમદાવાદ શહેરમાં આવનારા દિવસોમાં વધી રહેલાં તાપમાનના અનુસંધાને અ.મ્યુ.કો. દ્વારા શહેરીજનોને અતિશય ગરમીથી બચવા નીચે મુજબની કાળજી રાખવા માટે અપીલ કરવામાં આવે છે. ગરમીથી બચવા ખાસ આ કાળજી રાખજો અતિશય ગરમીના લીધે લૂ લાગવાના લક્ષણો જો ઉપરોકત લક્ષણો દેખાય તો તરત તબીબની સલાહ લેવી. ઈમરજન્સીમાં 108નો સંપર્ક સાધવો. વરસાદની આગાહી આગામી સાત દિવસ (20 મે, 2026 સુધી) સમગ્ર ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની પ્રબળ શક્યતા છે. અંદમાનમાં વહેલું ચોમાસું બેસવાની શક્યતા હવામાન વિભાગ તરફથી ચોમાસા અને ગરમીને લઈને આગાહી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, અનુકૂળ પરિબળોના કારણે આ વર્ષે અંદમાનમાં 16 મે આસપાસ ચોમાસું બેસવાની શક્યતા છે. સામાન્ય રીતે અંદમાનમાં ચોમાસું 18 મેના રોજ બેસતું હોય છે, પરંતુ આ વખતે તે થોડું વહેલું પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અંદમાનમાં ચોમાસું બેસ્યા બાદ તે આગળ વધીને કેરળ તરફ ગતિ કરે છે. કેરળમાં 1 જૂને ચોમાસુ બેસ છે. તો ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસુ બેસે છે.
    Click here to Read More
    Previous Article
    Restaurant में QR Code स्कैन करने वाले सावधान! आपके साथ भी ये हो सकता है| Rishika Pune | Social List
    Next Article
    મિત્રના ઘરે બેસવા જવું ખેડૂત પરિવારને ભારે પડ્યું:વેસુ ચાર રસ્તા પાસે બંગલામાંથી 15 લાખ રોકડા અને હીરાના દાગીનાની ચોરી, 3 કલાક સુધી હાથફેરો કરી ચોર ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment