Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં 450 શિક્ષકો-સ્ટાફનું હેલ્થ ચેકઅપ:મુન્શી અને VCT ટ્રસ્ટ દ્વારા ઈનબોડી મશીનથી સ્વાસ્થ્ય તપાસ કરાઈ

    1 day ago

    ભરૂચમાં શિક્ષક દિન નિમિત્તે મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ (MMMCT) અને વલી ચેરીટેબલ ટ્રસ્ટ (VCT) દ્વારા એક ખાસ મેડિકલ ઈનબોડી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનો મુખ્ય હેતુ શિક્ષકો અને સ્ટાફના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધારવાનો હતો. આ આરોગ્ય કેમ્પ મુન્શી ટ્રસ્ટ, VCT ટ્રસ્ટ અને ઓક્ટેન ફિટ સિટી, ભરૂચના સહયોગથી યોજાયો હતો. તેમાં સંકુલના લગભગ 450 શિક્ષકો અને સ્ટાફમિત્રોએ ભાગ લીધો હતો. કેમ્પમાં ઈનબોડી મશીનથી શરીરનું વજન, બોડી ફેટ, મસ્ક્યુલર માસ અને બોડી વોટર જેવા સ્વાસ્થ્ય સંબંધિત માપદંડોની તપાસ કરાઈ હતી. તપાસ પછી સ્ટાફમિત્રોને તેમના હેલ્થ રિપોર્ટના આધારે નિષ્ણાતો દ્વારા જરૂરી માર્ગદર્શન અપાયું હતું. તેમને યોગ્ય આહાર, ડાયટ પ્લાન, નિયમિત કસરત અને તંદુરસ્ત જીવનશૈલી વિશે માહિતી આપવામાં આવી હતી. શિક્ષક દિન નિમિત્તે આ પહેલ દ્વારા શિક્ષકોના શૈક્ષણિક યોગદાનની સાથે તેમના સ્વાસ્થ્ય અને સુખાકારીને પણ મહત્વ અપાયું હતું. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે શિક્ષકો અને સ્ટાફ સ્વસ્થ રહે તો વિદ્યાર્થીઓના શિક્ષણ અને સર્વાંગી વિકાસમાં વધુ સારી રીતે યોગદાન આપી શકે.
    Click here to Read More
    Previous Article
    1992 की फिल्म का वो गाना, जिसे आशा भोसले और कुमार सानू ने बना दिया था कल्ट, छुप-छुप कर मिलने वाले लवर्स की लिस्ट में रहता है टॉप पर
    Next Article
    સાબરકાંઠાના ગ્રામસેવકોએ પડતર માંગણીઓ માટે આવેદનપત્ર આપ્યું:132 ગ્રામસેવક 2 ઓક્ટોબરથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment