Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોપવેથી કરોડોની કમાણી:132 કરોડના ગિરનાર સર્વાગી વિકાસમાં બજેટ ઓછું, પ્રોજેક્ટના નોડલ ઓફિસર જ ગાયબ!

    3 days ago

    પ્રવાસન નગરી જૂનાગઢ અને પવિત્ર ગિરનાર ધામના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા મોટી મોટી જાહેરાતો અને રંગીન દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ ચિત્ર ઉપસાવે છે. જૂનાગઢ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા લલિત પરસાણા દ્વારા ગાંધીનગર ખાતેથી માહિતી અધિકાર હેઠળ માંગવામાં આવેલી વિગતોમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. સરકાર માત્ર બજેટના કાગળો પર જ ગિરનારના વિકાસની વાતો કરે છે.માહિતી અનુસાર, ગિરનાર સર્વાંગી વિકાસ માટે 134.17 કરોડનો વિશાળ પ્રોજેક્ટ તૈયાર કરવાની વાતો થઈ હતી, પરંતુ તેને હજુ સુધી પૂરેપૂરી તાંત્રિક અને વહિવટી મંજૂરીઓ મળી નથી. એટલું જ નહીં, વર્ષ 2025-26 ના બજેટમાં માત્ર 10 કરોડ અને 2026-27 માં ઘટાડીને માત્ર 5 કરોડની જ ફાળવણી કરવામાં આવી છે. આટલી નજીવી રકમથી 132 કરોડનો મોટો પ્રોજેક્ટ કઈ રીતે પૂરો થશે તે મોટો પ્રશ્ન છે. આ ઉપરાંત, આટલા મોટા પ્રોજેક્ટનું સંચાલન કરવા માટે કોઈ નોડલ ઓફિસરની પણ નિમણૂક કરવામાં આવી નથી, જેના કારણે આખો પ્રોજેક્ટ રામભરોસે ચાલી રહ્યો છે.બીજી તરફ, ગિરનાર પર્વત પર આવતા લાખો યાત્રાળુઓ પ્રાથમિક સુવિધાઓ માટે ઝૂરતા જોવા મળે છે. શ્રીમંત અને આર્થિક રીતે સક્ષમ લોકો રોપવેનો ઉપયોગ કરી લે છે, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના પદયાત્રીઓ જે સીડીઓ મારફતે યાત્રા કરે છે, તેમને પીવાના પાણી, શૌચાલય અને લાઈટ જેવી પાયાની સુવિધાઓ પણ મળતી નથી. થોડા સમય પહેલા કલેક્ટર, સાંસદ અને સ્થાનિક નેતાઓ દ્વારા પીવાના પાણીના કેરબા મુકીને મોટા ફોટો સેશન કરવામાં આવ્યા હતા પરંતુ બે-પાંચ દિવસમાં જ આ કેરબા ગાયબ થઈ ગયા હતા. શૌચાલયના અભાવે લોકોને ફોરેસ્ટ એરિયામાં જવું પડે છે, જ્યાં હિંસક પ્રાણીઓના હુમલાનું જોખમ સતત તોળાતું રહે છે. જૂનાગઢના ભાજપના નેતાઓ નબળા સાબિત થયા હોવાનો અને પ્રવાસન ધામ જૂનાગઢ સાથે સતત ભેદભાવભર્યું વર્તન થતું હોવાનો આક્ષેપ પણ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સી વોટર ટુ ડ્રિંકિંગ વોટર’ પ્રોજેક્ટ''ની ભેટ‎:નવસારીમાં દરિયાના ખારા પાણીને પીવાલાયક બનાવતો દેશી પ્રોજેક્ટ:1900 TDS પાણીનું 98 TDSમાં રૂપાંતરણ
    Next Article
    કાર્લોસ અલ્કારાઝ US ઓપનથી વાપસી કરશે:ટુર્નામેન્ટના ડિફેન્ડિંગ ચેમ્પિયન, કાંડાની ઈજાને કારણે 4 મહિનાથી ટેનિસથી દૂર હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment