Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જ્વેલરી સેક્ટર બન્યું નવું ગ્રોથ એન્જિન:સુરતમાં 450થી વધારે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટો, 6 વર્ષમાં ગોલ્ડ જ્વેલરી એક્સપોર્ટ 35 હજાર કરોડથી 90 હજાર કરોડ પાર

    12 hours ago

    દેશના જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટના છેલ્લા છ વર્ષના આંકડાઓ દર્શાવે છે કે તૈયાર જ્વેલરી સેગમેન્ટ દેશના એક્સપોર્ટમાં નવું ગ્રોથ એન્જિન બની રહ્યું છે. વર્ષ 2020-21માં ગોલ્ડ જ્વેલરી એક્સપોર્ટ 35,483 કરોડ હતો, જે વધીને વર્ષ 2024-25માં 94,938 કરોડ સુધી પહોંચ્યો છે, જ્યારે 2025-26ના એપ્રિલથી ફેબ્રુઆરી દરમિયાન જ 40,670 કરોડ રૂપિયાનું એક્સપોર્ટ નોંધાયું છે. ડાયમંડ જ્વેલરી એક્સપોર્ટ વર્ષ 2020-21માં 20,438 કરોડ હતો, જે વધીને વર્ષ 2024-25માં 51,685 કરોડ થયો છે અને 2025-26માં પણ 53,502 કરોડ સુધી પહોંચ્યો છે. એટલે ડાયમંડ જ્વેલરી વેલ્યુ એડેડ સેગમેન્ટ તરીકે ઝડપથી વિકસી રહ્યું છે. સિલ્વર જ્વેલરી માસ માર્કેટ તરીકે સ્થિર માંગ ધરાવે છે, જ્યારે પ્લેટિનમ જ્વેલરી સૌથી ઝડપી વધતો સેગમેન્ટ બની રહ્યો છે. વર્ષ 2020-21માં માત્ર 133 કરોડનો પ્લેટિનમ જ્વેલરી એક્સપોર્ટ વર્ષ 2025-26માં 2,000 કરોડને પાર કરી ગયો છે. આ ટ્રેન્ડ દર્શાવે છે કે ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં હવે માત્ર હીરા કટિંગ-પોલિશિંગ નહીં પરંતુ તૈયાર જ્વેલરી સેગમેન્ટ વેલ્યુ એડિશન અને એક્સપોર્ટ વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ બની રહ્યું છે. ખાસ કરીને અમેરિકા અને યુરોપમાં તૈયાર જ્વેલરીની વધતી માંગને કારણે ભારતમાંથી તૈયાર જ્વેલરીના એક્સપોર્ટમાં સતત વધારો થઈ રહ્યો છે. છ વર્ષના ગોલ્ડ, ડાયમંડ,સિલ્વર અને પ્લેટિનમ જ્વેલરી એક્સપોર્ટના આંકડા 6 વર્ષમાં 664 લાખ કેરેટ લેબગ્રોન હીરાનું એક્સપોર્ટ થયું, Gen-Z સૌથી મોટું બજાર દેશના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં લેબગ્રોન ડાયમંડ સેગમેન્ટ સૌથી ઝડપથી વધતો સેગમેન્ટ બની રહ્યો છે. છેલ્લા 6 વર્ષના આંકડા મુજબ વર્ષ 2020-21થી વર્ષ 2025-26 દરમિયાન દેશમાંથી કુલ 664 લાખ કેરેટ લેબગ્રોન ડાયમંડ એક્સપોર્ટ થયા છે. આ આંકડા દર્શાવે છે કે વૈશ્વિક બજારમાં લેબગ્રોન ડાયમંડની માંગ સતત વધી રહી છે અને ભારત આ બજારમાં મહત્વપૂર્ણ સપ્લાયર તરીકે ઉભરી રહ્યું છે. ખાસ કરીને અમેરિકા અને યુરોપના બજારમાં યુવા ગ્રાહકો, ખાસ કરીને Gen-Z, લેબગ્રોન ડાયમંડ જ્વેલરી તરફ ઝડપથી વળી રહ્યા છે. લેબગ્રોન ડાયમંડની માંગમાં કેમ થઈ રહ્યો છે વધારો? વિદેશમાં જ નહીં ભારતમાં પણ ડિમાંડ વધી રહી છે આઈગીરી જ્વેલર્સના ઓનર સ્મીત પટેલે કહ્યું હતું કે, ‘વિદેશમાં જ નહીં ભારતમાં પણ લેબગ્રોન ડાયમંડ જ્વેલરીની માંગ વધી રહી છે, જેને ધ્યાનમાં રાખીને અમે દેશમાં દિલ્હી, હૈદ્રાબાદ, જયપુર સહિતના 10 શહેરોમાં સ્પેશિયલ લેબગ્રોન ડાયમંડ જ્વેલરીના શોરૂમ ખોલ્યા છે, લેબગ્રોન ડાયમંડ જ્વેલરીની સતત માંગમાં વધારો થઈ રહ્યો છે’ લેબગ્રોન હીરાના એક્સપોર્ટમાં6 વર્ષમાં 3.5 ગણો વધારો સુરત જ્વેલરી ઉદ્યોગ
    Click here to Read More
    Previous Article
    ‘Administrative power snatched to incite violence’: Day after Murshidabad violence, Mamata attacks BJP
    Next Article
    ભાસ્કરનો 181 સેન્ટરનો નજરે જોયેલો અહેવાલ:સંકટમાં છેલ્લી આશ: રોજ 1 હજાર મહિલાનાં આંસુ લૂછે છે અભયમ્

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment