Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કરનો 181 સેન્ટરનો નજરે જોયેલો અહેવાલ:સંકટમાં છેલ્લી આશ: રોજ 1 હજાર મહિલાનાં આંસુ લૂછે છે અભયમ્

    14 hours ago

    રાત્રે 1.17 વાગ્યા છે, શહેર સૂતું છે, પણ 181 હેલ્પલાઇન સેન્ટર જાગી રહ્યું છે.સ્ક્રીન સામે કાઉન્સિલરો કૉલ એટેન્ડ કરવા બેઠા છે. એટલામાં એક કૉલ આવે છે, જેમાં રડતી મહિલાનો અવાજ સંભળાય છે- ‘હવે મારી પાસે કોઈ રસ્તો નથી. મારો પતિ અન્ય પુરુષો સાથે સંબંધ બાંધવા જબરદસ્તી કરે છે. મારી પાસે મરવા સિવાય કોઈ વિકલ્પ નથી.’ કાઉન્સિલર તેને શાંતિથી સમજાવે છે, વિશ્વાસ અપાવે છે અને બીજી તરફ આખી ટીમ એક્શનમાં આવે છે... લોકેશન ટ્રેસ થાય છે, રેસ્ક્યુ ટીમ એલર્ટ થાય છે અને મિનિટોમાં મહિલા સુધી પહોંચે છે. ‘દિવ્ય ભાસ્કર’એ 181ના સેન્ટરમાં 4 કલાક બેસી રહી જોયું કે કેવી ગંભીરતા દાખવી રાજ્યના ખૂણે ખૂણે મહિલાઓને મદદ પહોંચાડાઈ રહી છે. દરેક કાઉન્સિલર ખૂબ જ ગંભીરતા અને સંવેદનશીલતાથી જાણે પોતાનું સ્વજન હોય એ રીતે મદદ માટે દોડે છે. રાજ્યભરનાં સેન્ટરોનો કન્ટ્રોલ રૂમ નવા નરોડામાં છે, જેમાં 34થી ‌વધુ કાઉન્સિલર 24 કલાક ખડેપગે રહે છે. રોજ સરેરાશ 1 હજાર કૉલ્સ આવે છે, જેમાં સૌથી વધુ ઘરેલુ હિંસાના હોય છે. પોણા કલાકમાં 3 મહિલા, સગીરાને મદદ પહોંચાડી કિસ્સો 1 • બચાવો, મારું ઘર નરક બની ગયું રાતે 12:45 — હેલ્પલાઈન પર રડતી મહિલાનો કોલ આવ્યો, 'મારું ઘર નરક બની ગયું છે, જલદી બચાવો.' પતિ મંદિરનો પૂજારી છે, 21 વર્ષની સફાઈકામ કરતી યુવતીના મોહમાં છે. રોજ તેને ઘરે લાવે છે, વિરોધ કરું તો મારે છે. તુરંત અભયમે પહોંચી જઈ યુવતીના પરિવારને બોલાવ્યો અને બંનેને કાયદાનું ભાન કરાવ્યું. કિસ્સો 2 • સગીરાને માનવ તસ્કરીથી ઉગારી રાતે 1:12 — કોલમાં ગભરાયેલો અવાજ સંભળાય છે, 'મેડમ, હ્યુમન ટ્રાફિકિંગ છે, સગીરાને બચાવો.' મિનિટોમાં અભયમની વાન સાયરન વગાડતી રવાના. બાંગ્લાદેશી સગીરાને નશીલો પદાર્થ પીવડાવી બેભાન કરી અમદાવાદ લવાઈ હતી. દલાલો તેને દેહવ્યાપારના નરકમાં ધકેલે એ પહેલાં જ ટીમ પહોંચી ગઈ અને ઉગારી. કિસ્સો 3 • છેડતી કરનારા પાસે માફી મગાવી રાતે 1:23 — સુરતથી એક માતાનો ફોન આવ્યો- 'મારી 16 વર્ષની દીકરી ટ્યૂશન જતા ડરે છે, પેલાં છોકરાં જીવવા નથી દેતા. ક્લાસીસે હાથ ઊંચા કરી લીધા છે. પણ અભયમ મેદાને આવ્યું. ટીમે તુરંત પહોંચી જઈ રસ્તા વચ્ચે આંતરી છેડતી કરતા બેને ઝડપી પાડ્યા. પોલીસમથકે લેખિત બાંયધરી, જાહેરમાં માફી મગાવી.' ટીમ આટલું ન કરે તો ખુલાસો આપવો પડે... રિસ્પોન્સ કોલની 30 સેકેન્ડમાં રેસ્ક્યુ ટીમે નીકળી જવું જરૂરી કૉલ કરનારનું લોકેશન મેળવીને જરૂર હોય એવા કિસ્સામાં ગણતરીની સેકન્ડમાં રેસ્ક્યુ ટીમે રવાના થવાનું હોય છે, પણ જો તેમાં મોડું થાય તો કન્ટ્રોલ રૂમમાં કારણ આપવું પડે છે. રિયલ ટાઇમ લોકેશન મેપના રૂટ સિવાય રસ્તો બદલે તો ભૂલ ગણાય કોલરના લોકેશન પર પહોંચવામાં કયા રસ્તા પર ટ્રાફિક ઓછો હશે તે મેપમાં જોવાનું હોય છે. લોકેશન સિવાય ડ્રાઇવર બીજા કોઈ રસ્તા પરથી જાય તો તે તેની ભૂલ ગણાય છે, તેનો ખુલાસો કરવો પડે છે. મોનિટરિંગ સ્ક્રીન પર એક પણ કોલ વેઇટિંગમાં રાખી શકાતો નથી 181 સેન્ટરમાં વિશાળ ડિસ્પ્લેમાં આવતા કૉલ્સની વિગતો હોય છે. કોઈ કૉલ વેઇટિંગમાં ન રહે એ માટે સુપરવાઇઝર મોનિટરિંગ કરે છે. અહીં સ્ક્રીન પર એક પણ કોલ વેઇટિંગમાં રાખી શકાતો નથી.
    Click here to Read More
    Previous Article
    જ્વેલરી સેક્ટર બન્યું નવું ગ્રોથ એન્જિન:સુરતમાં 450થી વધારે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટો, 6 વર્ષમાં ગોલ્ડ જ્વેલરી એક્સપોર્ટ 35 હજાર કરોડથી 90 હજાર કરોડ પાર
    Next Article
    Gujarat Weather Update | આવતીકાલથી ગુજરાતમાં ફરી માવઠાનો માર | Unseasonal Rain News | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment