Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    450 મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર:સરકારી કામકાજ ઠપ્પ, હજારો અરજદારો પરેશાન

    1 day ago

    ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા પોતાના પડતર પ્રશ્નો, વધતા કાર્યબોજ અને સેવા વિષયક માંગણીઓના યોગ્ય ઉકેલ માટે લાંબા સમયથી સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે. થોડા દિવસો પહેલા કર્મચારીઓએ 'માસ સી.એલ.' પાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આમ છતાં, સરકાર તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ કે ઉકેલ ન મળતા, આજથી રાજકોટ સહિત સમગ્ર રાજ્યના રેવન્યુ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. આવક-જાતિના દાખલા સહિતના કામો અટવાયા કર્મચારીઓની આ અચોક્કસ મુદતની હડતાળના કારણે સરકારી કચેરીઓમાં જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હડતાળને પગલે મામલતદાર અને કલેક્ટર કચેરીઓમાં આવકના દાખલા, જાતિના દાખલા, વિધવા સહાય, રેશનકાર્ડની કામગીરી જેવી રોજબરોજની અને જનહિતની કામગીરીઓ પૂરી રીતે ઠપ્પ થઈ ગઈ છે. જેના કારણે દૂર-દૂરથી આવતા હજારો અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે. રાજકોટ જિલ્લાના 450 અને રાજ્યના 12,000 કર્મચારી જોડાયા રાજકોટ મહેસૂલી કર્મચારી મહામંડળના મહામંત્રી મનીષ ગિધવાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાંથી આશરે 11,000થી 12,000 જેટલા મહેસૂલી કર્મચારીઓ આ હડતાળમાં જોડાયા છે. ખાસ કરીને રાજકોટ જિલ્લાની તમામ મામલતદાર કચેરી, પ્રાંત કચેરી તથા કલેક્ટર કચેરીના તમામ ક્લાસ-3ના કર્મચારીઓ, ક્લાર્ક, નાયબ મામલતદાર અને મહેસૂલી તલાટીઓ સહિત 450 જેટલા કર્મચારીઓએ કામગીરીથી અલિપ્ત રહીને હડતાળને ટેકો જાહેર કર્યો છે. માંગ ન સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી અગાઉ એક મહિના પહેલા મહામંડળ દ્વારા રાજ્ય સરકારને પ્રશ્નો અંગે યોગ્ય નિર્ણય લેવા માટે સમય આપવામાં આવ્યો હતો, છતાં કોઈ ઉકેલ ન આવતા આ હડતાળ શરૂ કરવાની ફરજ પડી છે. મનીષ ગિધવાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, અમારા કર્મચારીઓ હંમેશા જાહેર રજાઓ અને ઓફિસ સમય પછી પણ પ્રજાના કામ કરે છે. પરંતુ લાંબા સમયથી અમારી વ્યાજબી માંગણીઓ ન સંતોષાતા નાછૂટકે હડતાળનો રસ્તો પસંદ કરવો પડ્યો છે. જનતાને પડતી મુશ્કેલી બદલ અમે દિલગીર છીએ, પણ જ્યા સુધી સરકારી સ્તરેથી અમારી માંગણીઓનો સકારાત્મક ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ હડતાળ યથાવત રહેશે. કર્મચારી મંડળની 14 મુખ્ય માંગણીઓ
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં 2 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત:પાલિકાની ટીમે બે સ્થળે દરોડા પાડ્યાં, 70 માઇક્રોન પર 120 માઇક્રોનનું બોગસ પ્રિન્ટિંગ કરવાનું કૌભાંડ ઝડપાયું
    Next Article
    20 કિલો 200 ગ્રામ ચાંદી સાથે રાજકોટનો મુસાફર ઝડપાયો:વડોદરા રેલવે સ્ટેશન પર ચેકિંગ દરમિયાન 3,40,000 રોકડ પણ જપ્ત કરી, 50.98 લાખનો મુદ્દામાલ મળ્યો, બિલ ન મળતા તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment