Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    20 કિલો 200 ગ્રામ ચાંદી સાથે રાજકોટનો મુસાફર ઝડપાયો:વડોદરા રેલવે સ્ટેશન પર ચેકિંગ દરમિયાન 3,40,000 રોકડ પણ જપ્ત કરી, 50.98 લાખનો મુદ્દામાલ મળ્યો, બિલ ન મળતા તપાસ શરૂ

    1 day ago

    તહેવારોને પગલે વડોદરા રેલવે સ્ટેશન પર રેલવે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન સંતરાગાચી-પોરબંદર એક્સપ્રેસમાંથી શંકાસ્પદ બે બેગ સાથે રાજકોટના એક મુસાફરને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે બંને બેગની તપાસ કરતાં તેમાંથી ચાંદીના દાગીના મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં બેગમાંથી 72 નંગ ચોરસા સહિતના ચાંદીના દાગીના મળી આવ્યા હતા. પોલીસે કુલ 20 કિલો 200 ગ્રામ ચાંદીનો જથ્થો કબજે કર્યો હતો. આ ઉપરાંત મુસાફર પાસેથી રૂ.3.40 લાખની રોકડ રકમ પણ મળી આવતા પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે લીધો હતો. આશરે રૂ.50 લાખની કિંમતનો કુલ મુદ્દામાલ છત્તીસગઢના રાયપુર નજીકથી રાજકોટ લઈ જવામાં આવી રહ્યો હતો. મુદ્દામાલ અંગે પોલીસે સોના-ચાંદીના બિલો તેમજ GST સંબંધિત દસ્તાવેજોની તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલે રેલવે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચાંદીનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેને રાજકોટ ખાતે કોને પહોંચાડવાનો હતો તે સહિતની વિગતો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વડોદરા રેલવે PI જે એસ મહીડાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિએ જણાવ્યું હતું કે, તે આ ચાંદી અને મુદ્દામાલ છત્તીસગઢના રાયપુર પાસે આવેલા છપા ગામના એક જ્વેલર્સ પાસેથી લાવીને રાજકોટ લઈ જઈ રહ્યો હતો. હાલમાં તેની પાસે આ ચાંદીના કાયદેસરના બિલ તથા GST સંબંધિત દસ્તાવેજો છે કે નહીં તે અંગે પોલીસ ટીમ દ્વારા વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ અને તપાસ ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    450 મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર:સરકારી કામકાજ ઠપ્પ, હજારો અરજદારો પરેશાન
    Next Article
    Surat Fake Soap Racket| સુરત બન્યું નકલી વસ્તુઓનું એપી સેન્ટર,લસકાણાથી પકડાયો નકલી સાબુનો જથ્થો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment