Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સારવાર:માધવપુર મેળામાં 450 લોકોની તબિયત લથડી, 12 લોકોને વધુ સારવાર અર્થે રિફર કરવા પડ્યા

    2 days ago

    માધવપુર ખાતે રાષ્ટ્રીય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ લોકમેળામાં તેમજ મંદિર નજીક આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ 5 આરોગ્ય સેન્ટર ઉભા કરવામાં આવ્યા હતા. આ આરોગ્ય સેન્ટરમાં 4 દિવસમાં કુલ 450 થી વધુ લોકોને સારવાર આપવામાં આવી છે જેમાં 28 લોકોને ફીવર,31 લોકોને શરદી,ઉઘરસ થઈ ગયા,12 કલાકારો ઈજાગ્રસ્ત થતા સારવાર આપી હતી. માધવપુર ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂકમણીના લગ્ન પ્રસંગે વર્ષ 2018 થી રાષ્ટ્રીય મેળાનું આયોજન કરવામાં આવે છે.આ રાષ્ટ્રીય મેળામાં ગુજરાત રાજ્ય ઉપરાંત અસમ, સિક્કિમ, મિઝોરમ સહિતના રાજ્યના કલાકારો પણ ભાગ લેવા આવે છે. ત્યારે આ વર્ષે પણ આયોજિત આ મેળામાં પોરબંદરના આરોગ્ય વિભાગના આરોગ્ય અધિકારી ડો.મહેતા, ડો.નિખિલ બામણીયા સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મેળા ગ્રાઉન્ડ, કાર્યકમ સ્થળ,મંદિર નજીક ખાસ આરોગ્ય સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. આ આરોગ્ય સેન્ટરમાં ડોકટર સહિતની સ્ટાફ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે તેમજ માધવપુર આરોગ્ય સેન્ટર ખાતે ખાસ વૉર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આ આરોગ્ય સેન્ટર ખાતે 5 દિવસમાં કુલ 450 જેટલા લોકોને સારવાર આપવામાં આવી છે જેમાં 28 લોકોને ફીવર,31 લોકોને શરદી,ઉઘરસ થઈ ગયા,12 કલાકારો ઈજાગ્રસ્ત થતા સારવાર આપી હતી. પીવાના પાણીના ટેસ્ટ કરવામાં આવ્યા આરોગ્ય વિભાગ દ્વારા મેળા ગ્રાઉન્ડ ઉપલબ્ધ 31 જેટલા ખાણીપીણીના સ્ટોલ તેમજ 7 જેટલા પીવાના પાણીના કુવા અને 1 બરફની ફેક્ટરીના ઉપયોગ લેવામાં આવતા પાણીના ટેસ્ટ તેમજ ક્લોરીનેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી તેમજ ઓઆરએસના પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    અજાણ્યા શખ્સ સામે ગુન્હો નોંધી તપાસ આદરી:માધવપુર મેળાના પાર્કિંગમાંથી 2 બાઇકની ચોરી ,પોલીસ ફરિયાદ
    Next Article
    Nita Mukesh Ambani Cultural Center | મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની ત્રીજી એનિવર્સરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment