Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુગલ-પેમાં ફેક એન્ટ્રી બતાવી ગઠિયાએ વિદ્યાર્થિની પાસેથી 45 હજાર પડાવ્યા:વેજલપુરમાં વેપારી સાથે ₹26000ની ઠગાઈ, કેનેડામાં પરિણીતા પર અત્યાચારની પતિ-સાસરિયાં સામે ફરિયાદ

    8 घंटे पहले

    ન્યુ રાણીપમાં રહેતી અને MCAમાં અભ્યાસ કરતી 22 વર્ષીય યુવતીને અજાણ્યા નંબરેથી ‘શર્મા સાહેબ’ નામે ફોન આવ્યો હતો. તેણે યુવતીના પિતાને ₹15,000 આપવાના છે તેમ કહી ₹10,000 જમા થયાનો બોગસ મેસેજ અને ગૂગલ-પેની ફેક એન્ટ્રી બતાવી હતી. ત્યારબાદ ગઠિયાએ ‘ભૂલથી ₹50,000 ટ્રાન્સફર થઈ ગયા છે’ તેમ કહી નાણાં પરત માગતા, યુવતીએ વિશ્વાસમાં આવી ₹45,000 ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા હતા. પિતા અને ભાઈ સાથે વાત કરતાં કોઈ રકમ જમા ન થઈ હોવાની જાણ થતાં યુવતીએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વેજલપુરમાં પેટીએમ પ્રતિનિધિ બની વેપારી સાથે ₹26 હજારનું ફ્રોડ વેજલપુરમાં મસાલાનો ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો વેપાર કરતા ભરત ચૌહાણે પેટીએમ મશીનમાં વધુ ચાર્જ કપાતો હોવાથી કસ્ટમર કેરમાં સંપર્ક કર્યો હતો. ત્યારબાદ કંપનીમાંથી આવ્યા હોવાનું કહીને એક ગઠિયો તેમની ઓફિસે પહોંચ્યો હતો અને ચેકિંગના બહાને વેપારી પાસેથી એટીએમ કાર્ડ મેળવ્યું હતું. મોટા ટ્રાન્ઝેક્શન કરવા અંગે વાતચીત બાદ વેપારીએ બીજા દિવસે આવવા કહ્યું હતું, છતાં ગઠિયો મશીન અને કાર્ડ લઈને જતો રહ્યો હતો અને ₹26,000 ઉપાડી લીધા હતા. આ અંગે નારણપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કેનેડામાં પરિણીતા પર અત્યાચાર, પતિ અને સાસરિયાં સામે ફરિયાદ ઘાટલોડિયાની 29 વર્ષીય યુવતીના લગ્ન 2022માં ગાંધીનગરના યુવક સાથે થયા બાદ દંપતી કેનેડા શિફ્ટ થયું હતું. કેનેડામાં સાસરિયાંઓના ઉશ્કેરણીજનક ફોન અને દહેજની માગણીઓ ચાલુ રહી હતી. કેનેડામાં પતિ પત્નીને ઘરમાં પૂરી રાખી બહારથી તાળું મારી દેતો, ફોન વાપરવા ન દેતો અને અલગ રૂમમાં સૂવા મજબૂર કરતો હતો. પિયરપક્ષ દ્વારા અનેક માગણીઓ પૂરી કરાયા છતાં ત્રાસ ચાલુ રહ્યો હતો. આખરે ભારત લાવી પિયરે મૂકી ગયા બાદ પતિ પરત ન લેવા આવતાં, પીડિતાએ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    Editor's View: મોદીથી મમતાને જીતાડનારને CJP ફળી?:3 સ્ટેજમાં ભાજપથી દૂર જતો વોટર, 30 વર્ષ જૂનો કિલ્લો 30 દિવસમાં ધડામ, 2029 પહેલા વેકઅપ કોલ?
    Next Article
    ટ્રાવેલ્સ સંચાલક પર 6 શખસો તૂટી પડ્યા:કમરપટ્ટા, મુઠ અને સાંકળથી માર માર્યો, 'બાઈક સામું જોઈને ચલાવ' તેમ કહી બબાલ કરી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment