Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદની શાળાઓમાં પ્રવેશોત્સવ:અધિકારીઓ મોડા પહોંચતા વિદ્યાર્થીઓએ ગેટ પર 45 મિનિટ રાહ જોઈ; 65,458 બાળકોને પ્રવેશ, ગ્રેડ ઘટતા રિપોર્ટ માંગ્યો

    15 घंटे पहले

    અમદાવાદ શહેર અને જિલ્લામાં ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026 ની ભવ્ય શરૂઆત થઈ ચૂકી છે. આજથી 25 જૂન સુધી ચાલનારા આ મહોત્સવ અંતર્ગત બાલવાટિકા, ધોરણ 1 અને ધોરણ 9માં પ્રવેશ મેળવતા કુલ 65,458 બાળકોને ઉત્સાહભેર શાળા પ્રવેશ કરાવવામાં આવશે. અમદાવાદની કૂલ 775 શાળાઓમાં આયોજિત આ કાર્યક્રમોમાં મંત્રીઓથી લઈને IAS અને IPS અધિકારીઓ હાજર રહ્યા હતા. જોકે, આ ઉત્સવ વચ્ચે કડવો અનુભવ પણ સામે આવ્યો છે, જ્યાં કેટલાક અધિકારીઓ શાળાએ મોડા પહોંચતા નાના ભૂલકાંઓએ ગેટ પર સ્વાગત માટે 45 મિનિટથી વધુ સમય સુધી રાહ જોવી પડી હતી. આ સાથે જ સરકારી શાળાઓના શૈક્ષણિક સ્તરને સુધારવા માટે ગ્રેડેશન અંગે પણ ઉચ્ચ સ્તરેથી કડક આદેશો આપવામાં આવ્યા છે. બાલવાટિકાથી ધો.11 સુધી 100% નામાંકનનો લક્ષ્યાંક રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આ પ્રવેશોત્સવ દરમિયાન સરકારી બાલવાટિકામાં 16,401, ધોરણ 1માં 16,777, ધોરણ 9માં 19,911 અને ધોરણ 11માં 14,470 બાળકોને પ્રવેશ અપાશે. શાળાઓમાં દીપ પ્રાગટ્ય, પ્રાર્થના, વૃક્ષારોપણ, અને દિવ્યાંગ બાળકોના પ્રવેશ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત NMMS, PSE, SSE, CET અને જ્ઞાન સાધના પરીક્ષામાં ઉત્તર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમને વિદ્યાલક્ષ્મી બોન્ડ, શૈક્ષણિક કિટ અને ગણવેશ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળામાં 6થી 14 વર્ષના તમામ બાળકોનું 100 ટકા નામાંકન થાય તે માટે ખાસ કમિટી પણ કાર્યરત કરાઈ છે. શીલજમાં IAS મુકેશ કુમારની રાહ જોઈને બાળકો થાક્યા બીજી તરફ, શીલજ ગામમાં આવેલી શીલજ પ્રાથમિક શાળામાં એક વિવાદાસ્પદ દૃશ્ય જોવા મળ્યું હતું. અહીં IAS મુકેશ કુમાર આવવાના હોવાથી વિદ્યાર્થીઓને સવારે 8 વાગ્યે જ સ્વાગત માટે ગેટ પર ઊભા રાખી દેવાયા હતા. પરંતુ અધિકારી અંદાજે 45 મિનિટ મોડા પડતાં ગરમીમાં બાળકો થાકીને નીચે બેસી ગયા હતા. જે બાદ અધિકારી આવ્યા ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ બાળકોને શાળાઓમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળાનો ગ્રેડ Aમાંથી B થતાં ખુલાસો માંગ્યો મુકેશ કુમાર દ્વારા શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ની બેઠક યોજાઈ હતી. જેમાં શાળાનો શૈક્ષણિક ગ્રેડ અગાઉ 'A' હતો તે ઘટીને 'B' થઈ જતાં અધિક સચિવ મુકેશ કુમારે ભારે ચિંતા અને નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે આ ગ્રેડ કેમ ઘટ્યો તેના ચોક્કસ કારણો સાથેનો રિપોર્ટ રજૂ કરવા પ્રિન્સિપાલને કડક સૂચના આપી છે. આ સાથે જ જે વિદ્યાર્થીઓ શાળાએ નિયમિત નથી આવતા તેમના વાલીઓનું શિક્ષકો દ્વારા ખાસ કાઉન્સેલિંગ કરવા અને શાળાને ફરી 'A' ગ્રેડમાં લાવવા માટે તાકીદ કરી છે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢમાં સિંહબાળનું સફળ રેસક્યુ:વાળંદ સોસાયટીના ખુલ્લા કૂવામાં ખાબકેલા સિંહબાળને એક કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢ્યું
    Next Article
    અમરેલીમાં ₹1.70 કરોડના સુવિધાપથનું લોકાર્પણ:ચિત્તલ હાઈસ્કૂલ નજીક અને નવાણવાડી ખાતે નાગરિકોને કાયમી સુવિધા પ્રાપ્ત થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment